android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amit Shah In Gujarat : ગુજરાતમાં બાયો-ટેક યુગનો પ્રારંભ, પેથાપુરમાં દેશની બીજી સૌથી મોટી હાઈ-ટેક લેબનું ભૂમિપૂજન
calendar_today January 13, 2026

Amit Shah In Gujarat : ગુજરાતમાં બાયો-ટેક યુગનો પ્રારંભ, પેથાપુરમાં દેશની બીજી સૌથી મોટી હાઈ-ટેક લેબનું ભૂમિપૂજન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના પેથાપુર ખાતે ગુજરાતની પ્રથમ અને દેશની બીજી સૌથી આધુનિક BSL-4 (Biosafety Level 4) લેબનું ભૂમિપૂજન કર્યું હતું. રૂ. 362 કરોડના ખર્ચે તૈયાર થનારી આ લેબ પુણે પછી ભારતની બીજી એવી પ્રયોગશાળા હશે જે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં આ પ્રકારની માત્ર 60 લેબ કાર્યરત છે અને આ ભારતની પહેલી એવી લેબ હશે જેનું નિર્માણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ લેબ ગુજરાતમાં બાયો-ટેકનોલોજીના એક નવા યુગની શરૂઆત કરશે.જાણો લેબની વિશેષતા... લેબની વિશેષતા અંગે વાત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું કે, મનુષ્ય અને પશુ સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સંશોધનો અહીં હાથ ધરવામાં આવશે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે દુનિયામાં 70 ટકા વાયરસ પશુઓ દ્વારા માણસમાં આવે છે, જેના માટે લંપી અને ચાંદીપુરા જેવા વાયરસનું ઉદાહરણ તેમણે આપ્યું હતું. કોરોના કાળની ભયાનક સ્થિતિને યાદ કરતા તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં ભારત રિસર્ચ ક્ષેત્રે પાછળ હતું, પરંતુ હવે BSL-3 થી પણ ઉપર BSL-4 લેબની સુવિધા મળતા ઘાતક વાયરસ અને સંક્રમણ પર ઝડપી સંશોધન શક્ય બનશે. સુરક્ષાનું અભેદ કવચ... આ લેબ સ્વાસ્થ્ય ક્ષેત્રે સુરક્ષાનું અભેદ કવચ સાબિત થશે. ખાસ કરીને જ્યારે કોઈ અજાણ્યો રોગચાળો ફાટી નીકળે ત્યારે તેના પર ઝડપી સંશોધન કરી રસી કે દવા શોધવામાં આ સેન્ટર મહત્વની ભૂમિકા ભજવશે. અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રોજેક્ટથી ભારત સંશોધનના ક્ષેત્રમાં વિશ્વ સ્તરે મજબૂત બનશે. પેથાપુરમાં બનનારી આ લેબ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના નાગરિકો માટે આરોગ્ય સુરક્ષાનું નવું સરનામું બનશે.આ પણ વાંચો : Gandhinagar News : માણસામાં કેન્દ્રીય ગૃહમંત્રીનું સંબોધન, ગુજરાતની દીકરીઓને લઈને આપ્યું મોટું નિવેદન...

Read Full Story arrow_forward
Gujarat News: કરુણા અભિયાન હેઠળ પક્ષીઓને બચાવવા ખાસ અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર
calendar_today January 13, 2026

Gujarat News: કરુણા અભિયાન હેઠળ પક્ષીઓને બચાવવા ખાસ અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર

ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર જ્યાં એક તરફ હર્ષોલ્લાસ લાવે છે, ત્યાં બીજી તરફ આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓ માટે તે જીવલેણ સાબિત થાય છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા 20 જાન્યુઆરી સુધી સમગ્ર ગુજરાતમાં કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. ઇમરજન્સી કેસોમાં ભારે ઉછાળાની શક્યતા આંકડાકીય વિશ્લેષણ મુજબ, ઉતરાયણના મુખ્ય દિવસોમાં પક્ષીઓના ઘાયલ થવાના કિસ્સાઓમાં આઘાતજનક વધારો જોવા મળે છે. ખાસ કરીને 14મી જાન્યુઆરીએ સામાન્ય દિવસોની સરખામણીએ ઇમરજન્સી કેસોમાં 2500% અને 15 જાન્યુઆરીએ 1605% જેટલો તોતિંગ વધારો થવાની સંભાવના છે. આથી આ બે દિવસો દરમિયાન વન વિભાગ અને પશુપાલન વિભાગ હાઈ-એલર્ટ પર રહેશે. સજ્જ વહીવટી તંત્ર અને એમ્બ્યુલન્સ નેટવર્ક પક્ષીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં ૮૬ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. રાજ્યના 31 જિલ્લાઓમાં 37 સ્પેશિયલ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં, જ્યાં પતંગબાજીનું પ્રમાણ વધુ હોય છે, ત્યાં વિશેષ ટીમો અને મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો માટે હેલ્પલાઇન નંબર 1962 કરાયો જાહેર  જો આપને ક્યાંય પણ દોરીથી ઘાયલ થયેલું પક્ષી અથવા પશુ જોવા મળે, તો તાત્કાલિક સહાય માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર ૧૯૬૨ પર સંપર્ક કરી શકાય છે. આ નંબર પર કોલ કરવાથી નજીકની એમ્બ્યુલન્સ અથવા રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી જશે. આ કરુણા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય "જીવો અને જીવવા દો" ના મંત્રને સાર્થક કરી, પક્ષીઓના અકાળે થતા મૃત્યુને અટકાવવાનો છે. તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ સવારના અને સાંજના પક્ષીઓના ઉડવાના સમયે પતંગ ચગાવવાનું ટાળે, જેથી નિર્દોષ જીવોની રક્ષા થઈ શકે.આ પણ વાંચોઃ ભારત-જર્મની મિત્રતાના નવા અધ્યાયનો પ્રારંભ, ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનો ગુજરાત પ્રવાસ સંપન્ન

Read Full Story arrow_forward
Dahod : દારૂની હેરાફેરી કેસમાં સંડોવાયેલા ત્રણેય પોલીસ કર્મીઓ સસ્પેન્ડ, SPની કડક કાર્યવાહી
calendar_today January 13, 2026

Dahod : દારૂની હેરાફેરી કેસમાં સંડોવાયેલા ત્રણેય પોલીસ કર્મીઓ સસ્પેન્ડ, SPની કડક કાર્યવાહી

દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા પોલીસ કર્મીઓ સામે દાહોદ જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી છે. ચાકલીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સસ્પેન્ડ કરાયેલા આ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરાયેલા કર્મીઓમાં હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા, કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અને કોન્સ્ટેબલ મોહન તાવીયાડનો સમાવેશ થાય છે.  હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડની ગાડીમાં દારૂ ભરેલો હતો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડની ગાડીમાં દારૂ ભરેલો હતો, જ્યારે કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા બીજી ગાડીમાં પાયલોટીંગ કરી રહ્યો હતો.  દારૂ ભરેલી ગાડી છોડી આરોપી કર્મીઓ ફરાર થઈ ગયા હતા પોલીસની ચેકિંગ દરમિયાન દારૂ ભરેલી ગાડી છોડી આરોપી કર્મીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને દાહોદ SP દ્વારા તાત્કાલિક સસ્પેન્શનનો આદેશ આપવામાં આવ્યો છે. આ પણ વાંચો----    Dahod : દારૂની હેરાફેરીમાં ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ, 66 હજારનો વિદેશી દારૂ જપ્ત

Read Full Story arrow_forward