android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: ડ્રગ્સ કેસમાં મોટો ઘટસ્ફોટ, ઈશા અનઘણના મોબાઈલથી ખુલશે લંડન કનેક્શન, જનક જાગાણી સાથેની ચેટમાં અનેક રહસ્યો
calendar_today January 12, 2026

Surat: ડ્રગ્સ કેસમાં મોટો ઘટસ્ફોટ, ઈશા અનઘણના મોબાઈલથી ખુલશે લંડન કનેક્શન, જનક જાગાણી સાથેની ચેટમાં અનેક રહસ્યો

શહેરના પુણા પર્વત પાટિયા વિસ્તારમાં ડ્રગ્સ બનાવવાની લેબ ઝડપાવાના કેસમાં દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે. આ કેસની મુખ્ય આરોપી ઈશા અનઘણની ધરપકડ બાદ હવે પોલીસ તપાસનો ધમધમાટ તેજ થયો છે. પોલીસે ઈશાનો મોબાઈલ ફોન કબજે કરી તેની ફોરેન્સિક તપાસ હાથ ધરી છે, જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા છે.વોટ્સએપ ચેટથી લંડન કનેક્શનનો પર્દાફાશપોલીસ તપાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઈશાના મોબાઈલમાંથી લંડનમાં રહેતા જનક જાગાણી સાથેની વોટ્સએપ ચેટ મળી આવી. આ ચેટમાં ડ્રગ્સના નેટવર્ક અને લેવડ-દેવડ અંગેની વિગતો હોવાની આશંકા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે,જનક જાગાણી સાથે ઈશાએ કેટલી વાર વાત કરી?ચેટમાં કયા પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?ડ્રગ્સના વેચાણમાં લંડન બેઠેલા આ શખ્સની ભૂમિકા શું હતી?કેમિકલ સપ્લાયર 'જીતુ' ઉર્ફે બ્રિજેશની શોધખોળડ્રગ્સ બનાવવાની આ ફેક્ટરીમાં કેમિકલ પહોંચાડનાર મુખ્ય કડી એટલે બ્રિજેશ ભાલોડીયા (ઉર્ફે જીતુ). પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બ્રિજેશ જ ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ સપ્લાય કરતો હતો. હાલમાં પોલીસ બ્રિજેશની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડી રહી છે. બ્રિજેશની ધરપકડ બાદ આ નેટવર્કના અન્ય મોટા માથાઓના નામ સામે આવી શકે છે.ફરીથી પૂછપરછની તૈયારીસુરત પોલીસે જણાવ્યું છે કે ઈશાના મોબાઈલમાંથી મળેલા ડેટા અને વોટ્સએપ ચેટનું વિશ્લેષણ કર્યા બાદ જો જરૂર જણાશે તો ઈશા અનઘણની ફરીથી કસ્ટડી મેળવી પૂછપરછ કરવામાં આવશે. ડ્રગ્સ ક્યાં વેચાતું હતું અને આ રેકેટમાં અન્ય કેટલા સ્થાનિક લોકો સામેલ છે, તે તમામ પાસાઓ પર પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.આ પણ વાંચો: ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી મળેલા 40 ચામડા અને 130 નખ અસલી કે નકલી? FSL રિપોર્ટ પર સૌની મીટ

Read Full Story arrow_forward
Surat: સરથાણામાં 57 વર્ષના નરાધમે 6 વર્ષની માસૂમ પર આચર્યું દુષ્કર્મ, પોલીસે નરાધમની કરી ધરપકડ
calendar_today January 12, 2026

Surat: સરથાણામાં 57 વર્ષના નરાધમે 6 વર્ષની માસૂમ પર આચર્યું દુષ્કર્મ, પોલીસે નરાધમની કરી ધરપકડ

માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં સામે આવી છે. જેમાં એક 57 વર્ષના આધેડે માત્ર 6 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે. વિશ્વાસના જોરે બાળકીને દુકાને બેસાડીને ગયેલા દાદાની ગેરહાજરીનો લાભ ઉઠાવી નરાધમે આ અધમ કૃત્ય આચર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે.સરથાણામાં બાળકી પર દુષ્કર્મઘટનાની વિગતો મુજબ, ભોગ બનનાર બાળકીના દાદા પોતાના પૌત્રને ઘરે મૂકવા જઈ રહ્યા હતા. તે સમયે માર્ગમાં આરોપી વિનોદ અણઘણની દુકાન આવતી હોય, દાદાએ વિશ્વાસ રાખીને પોતાની 6 વર્ષની પૌત્રીને થોડીવાર માટે વિનોદની દુકાને બેસાડી હતી. નરાધમ વિનોદે દાદાને પોતાની વાતોમાં ભોળવી વિશ્વાસ જીતી લીધો હતો, પરંતુ દાદાના ગયા બાદ તેની દાનત બગડી હતી.દુકાનમાં જ માસૂમ પર ગુજાર્યો અત્યાચારદાદા જેવો પૌત્રને મૂકવા માટે ઘરે ગયા, તેની ગણતરીની મિનિટોમાં 57 વર્ષીય વિનોદ અણઘણે પોતાની હવસ સંતોષવા માટે 6 વર્ષની માસૂમ બાળકીને નિશાન બનાવી. પોતાની જ દુકાનમાં આ નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. દાદા જ્યારે પરત આવ્યા ત્યારે તેમને અંદાજ પણ નહોતો કે જે વ્યક્તિ પર તેમણે વિશ્વાસ મૂક્યો હતો, તેણે જ તેમની પૌત્રીની જિંદગી બરબાદ કરી નાખી છે.બાળકીએ દાદાને આપવીતી જણાવતા પર્દાફાશ થયોઘરે પહોંચ્યા બાદ માસૂમ બાળકીએ હિંમત ભેગી કરી દાદા અને પરિવારના સભ્યોને નરાધમ વિનોદે આચરેલા કૃત્યની સઘળી હકીકત જણાવી હતી. બાળકીની વાત સાંભળી પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પરિવારે વિલંબ કર્યા વગર તુરંત સરથાણા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. સરથાણા પોલીસે ઘટનાની ગંભીરતાને સમજી તુરંત ગુનો દાખલ કર્યો હતો. પોલીસે પોક્સો (POCSO) અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધીને 57 વર્ષીય નરાધમ વિનોદ અણઘણની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્રિત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી રહી છે.આ પણ વાંચો: ડ્રગ્સ કેસમાં મોટો ઘટસ્ફોટ, ઈશા અનઘણના મોબાઈલથી ખુલશે લંડન કનેક્શન, જનક જાગાણી સાથેની ચેટમાં અનેક રહસ્યો

Read Full Story arrow_forward
Jagdeep Dhankhar: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને AIIMSમાં દાખલ, અઠવાડિયામાં બે વખત થયા બેહોશ
calendar_today January 12, 2026

Jagdeep Dhankhar: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને AIIMSમાં દાખલ, અઠવાડિયામાં બે વખત થયા બેહોશ

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને સોમવારે નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) માં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે તેઓ બે વાર બેહોશ થઈ ગયા હતા, જેના કારણે ડોકટરોએ સાવચેતીના પગલા તરીકે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને MRI સહિત વધુ પરીક્ષણોની ભલામણ કરી હતી.સ્વાસ્થ્યની સમસ્યા10  જાન્યુઆરીના રોજ ધનખડ બે વાર બેભાન થઈ ગયા હતા. તેઓ સોમવારે નિયમિત તપાસ માટે એઈમ્સ પહોંચ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમની સ્થિતિ જોયા પછી તરત જ તેમને દાખલ કરવાનો નિર્ણય લીધો. આ પહેલી વાર નથી જ્યારે ધનખડને જાહેર જીવનમાં આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય. ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ તેઓ કચ્છનું રણ, ઉત્તરાખંડ, કેરળ અને દિલ્હીમાં અનેક વખત જાહેર કાર્યક્રમો દરમિયાન બીમાર પડ્યા હતા અને બેભાન થઈ ગયા હતા.21 જુલાઇએ આપ્યુ હતું રાજીનામુ જગદીપ ધનખડે ગયા વર્ષે 21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું, કારણ કે તેમની તબિયત ખરાબ હતી. રાજીનામામાં, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમનું સ્વાસ્થ્ય તેમની પ્રાથમિકતા છે અને તેઓ તબીબી સલાહનું પાલન કરવા માટે તાત્કાલિક અસરથી પદ છોડી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા તેમના સત્તાવાર પત્રમાં ધનખડે લખ્યું હતું કે મારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને મારા ડોક્ટરોની સલાહનું પાલન કરવા માટે, હું બંધારણની કલમ 67(એ) હેઠળ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી મારું રાજીનામું સુપરત કરું છું.આ પણ વાંચો- Ruchak Rajyog: 7 દિવસ બાદ મંગળ ચમકાવશે આ રાશિની કિસ્મત, નોકરી ધંધામાં થશે પ્રગતિ 

Read Full Story arrow_forward