android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સુરતના ટેક્સટાઇલ બજારમાં યોગ્ય માર્કેટ શોધવાની સમસ્યા અને તેનો ડિજિટલ ઉકેલ
calendar_today January 12, 2026

સુરતના ટેક્સટાઇલ બજારમાં યોગ્ય માર્કેટ શોધવાની સમસ્યા અને તેનો ડિજિટલ ઉકેલ

સુરત આજે ભારતનું મહત્વપૂર્ણ ટેક્સટાઇલ હબ માનવામાં આવે છે. સાડીઓ, ડ્રેસ મટિરિયલ, ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ્સ માટે દેશભરમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ખરીદદારો સુરત આવે છે. પરંતુ સુરતનું ટેક્સટાઇલ વ્યવસાય એક જ સ્થળે સીમિત નથી. રિંગ રોડ, ઉમરવાડા, સલાબતપુરા, સહારા દરવાજા અને સારોલી ટેક્સટાઇલ બેલ્ટ જેવા અલગ-અલગ વિસ્તારોમાં અનેક ટેક્સટાઇલ માર્કેટ્સ આવેલા છે. દરેક વિસ્તાર અને દરેક માર્કેટનું કામ કરવાની રીત, પ્રોડક્ટ્સ અને ખરીદદારો અલગ-અલગ હોય છે. સુરતમાં ખરીદદારો કેમ ગુંચવાય છે? સુરતમાં હાલમાં 200 થી વધુ ટેક્સટાઇલ માર્કેટ્સ છે. વિકલ્પો વધારે હોવાને કારણે નવી અને બહારથી આવનારી ખરીદદારો માટે ગુંચવણ વધે છે. ખરીદદારોને સામાન્ય રીતે આવા પ્રશ્નો ઉભા થાય છે: ⦁ કઈ માર્કેટ સાડી માટે યોગ્ય છે? ⦁ ફેબ્રિક્સ અથવા ડ્રેસ મટિરિયલ માટે કયો વિસ્તાર સારો? ⦁ હોલસેલ ખરીદી માટે કઈ માર્કેટ પસંદ કરવી? ⦁ માર્કેટના સમય અને બંધ દિવસો કયા? ⦁ એક માર્કેટથી બીજી માર્કેટ કેટલું અંતર છે? સુરતમાં કુલ કેટલા ટેક્સટાઇલ માર્કેટ્સ કાર્યરત છે, તે અંગેની વિગતવાર અને અપડેટેડ સંશોધન માહિતી ખરીદદારો માટે નિર્ણય લેવામાં મહત્વપૂર્ણ બની જાય છે. આ માહિતી એક જગ્યાએ ઉપલબ્ધ ન હોવાથી ઘણા ખરીદદારોને બિનજરૂરી માર્કેટ્સ ફેરવવી પડે છે, સમય બગડે છે અને ઘણી વખત યોગ્ય માર્કેટ ચૂકી પણ જાય છે. આ સમસ્યાનો ડિજિટલ ઉકેલ આ પ્રકારની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને SuratTextileMarkets.com નામની વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે. આ એક એવી ડિજિટલ ડિરેક્ટરી છે જે સંપૂર્ણપણે સુરતના ટેક્સટાઇલ માર્કેટ્સ પર કેન્દ્રિત છે. આ વેબસાઇટનો મુખ્ય હેતુ એ છે કે ખરીદદારો સુરતમાં આવતાં પહેલા જ જાણી શકે કે તેમને કઈ માર્કેટમાં જવું જોઈએ અને શા માટે. શોપ લિસ્ટિંગ કરવાની જગ્યાએ, આ પ્લેટફોર્મ દરેક ટેક્સટાઇલ માર્કેટ માટે અલગ-અલગ વિગતવાર પેજ આપે છે, જેથી ખરીદદારો માર્કેટને પહેલા સમજી શકે. વેબસાઇટ પર કઈ માહિતી મળે છે? SuratTextileMarkets.com પર દરેક માર્કેટ માટે અલગ પેજ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સામાન્ય રીતે નીચેની માહિતી મળે છે: ⦁ માર્કેટનું નામ અને લોકેશન ⦁ વિસ્તાર અને નજીકના લેન્ડમાર્ક્સ ⦁ Google Maps દ્વારા માર્ગદર્શન ⦁ માર્કેટના ખુલ્લા દિવસો અને સમય ⦁ માર્કેટ કયા પ્રોડક્ટ્સ માટે જાણીતી છે ⦁ કયા પ્રકારના ખરીદદારો માટે યોગ્ય છે ⦁ હોલસેલ, રિટેલ અથવા એક્સપોર્ટ માટે યોગ્યતા ⦁ ખરીદી માટે ઉપયોગી સૂચનો ⦁ માર્કેટની તસવીરો અને ક્યાંક 360 ડિગ્રી વ્યૂ આ રીતે ખરીદદારો અલગ-અલગ માર્કેટ્સને ઓનલાઈન સરખાવી શકે છે. SuratTextileMarkets.com અન્ય પ્લેટફોર્મ્સથી કેવી રીતે અલગ છે? ઘણા લોકો Justdial, IndiaMART જેવી સાઇટ્સનો ઉપયોગ કરે છે. આ પ્લેટફોર્મ્સ પર શોપ્સ અને સપ્લાયર્સની માહિતી મળે છે, પરંતુ તે નથી જણાવતી કે કઈ માર્કેટ તમારી જરૂરિયાત માટે યોગ્ય છે. SuratTextileMarkets.com શોપ નહીં પરંતુ માર્કેટ આધારિત માહિતી આપે છે. આ પ્લેટફોર્મ ખરીદદારોને સમજાવે છે: ⦁ કઈ માર્કેટ કઈ વસ્તુ માટે શ્રેષ્ઠ છે ⦁ કયા પ્રકારના ખરીદદારો ત્યાં જાય ⦁ માર્કેટનું કામ કરવાની રીત શું છે આ કારણે ખરીદદારો પહેલા માર્કેટ પસંદ કરી શકે છે, પછી શોપ શોધે છે. ખરીદદારો, વેપારીઓ અને એક્સપોર્ટર્સને ફાયદો. આ પ્લેટફોર્મનો સીધો ફાયદો એ છે કે: ⦁ ખરીદદારો સમય બચાવે છે ⦁ પહેલી વખત આવનારાઓને આત્મવિશ્વાસ મળે છે ⦁ ખોટી માર્કેટમાં ફરવાનો સમય બચી જાય છે ⦁ એક્સપોર્ટર્સ તેમની મુલાકાત સારી રીતે આયોજન કરી શકે છે ⦁ મધ્યસ્થીઓ પર આધાર ઘટે છે સુરતના ટેક્સટાઇલ વ્યવસાય માટે મહત્વ જેમ જેમ ટેક્સટાઇલ ઉદ્યોગ વધુ સ્પર્ધાત્મક બનતો જાય છે, તેમ માહિતી અને આયોજન વધુ મહત્વનું બની રહ્યું છે. માર્કેટ-વાઇઝ માહિતી સુરતને વધુ વ્યાવસાયિક અને સુવ્યવસ્થિત ટેક્સટાઇલ હબ તરીકે રજૂ કરવામાં મદદ કરે છે. આગળનો રસ્તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ્સ વિશાળ છે, પરંતુ યોગ્ય માહિતી વગર તેમાં નેવિગેટ કરવું મુશ્કેલ બની શકે છે. બજાર આધારિત સ્પષ્ટ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ કરવાથી SuratTextileMarkets.com ખરીદદારોને યોગ્ય નિર્ણય લેવા મદદ કરી રહી છે અને સુરતના ટેક્સટાઇલ ખરીદી અનુભવને વધુ સરળ બનાવી રહી છે. Disclaimer: આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.

Read Full Story arrow_forward
Narmada: ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી મળેલા 40 ચામડા અને 130 નખ અસલી કે નકલી? FSL રિપોર્ટ પર સૌની મીટ
calendar_today January 12, 2026

Narmada: ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી મળેલા 40 ચામડા અને 130 નખ અસલી કે નકલી? FSL રિપોર્ટ પર સૌની મીટ

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા પ્રાચીન ધર્મેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના રૂમમાંથી વન્ય પ્રાણીઓના ચામડા અને નખ મળી આવવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે. એક સાથે 40 જેટલા શંકાસ્પદ વાઘના ચામડા અને 130થી વધુ નખ મળી આવતા વન વિભાગ અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. જોકે, આ મામલે વન વિભાગના ઉચ્ચ અધિકારીના નિવેદને અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે.DFO નો દાવો 'પ્રાથમિક દૃષ્ટિએ નકલી લાગે છે'નર્મદા વન વિભાગના DFO અભય સિંહે આ બાબતે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, જે ચામડા અને નખ મળી આવ્યા છે તે પ્રથમ દૃષ્ટિએ નકલી જણાય છે. તેમના જણાવ્યા અનુસાર ચામડાની તપાસ દરમિયાન તેનો રંગ નીકળતો નહોતો.તેનો પ્રકાર અને બનાવટ કુદરતી ચામડા જેવી જણાતી નથી.નખની બનાવટમાં પણ શંકાસ્પદ તત્વો જોવા મળ્યા છે.FSL રિપોર્ટ માટે હૈદરાબાદ મોકલાયા સેમ્પલભલે વન વિભાગ તેને નકલી માની રહ્યું હોય, પરંતુ આટલી મોટી સંખ્યામાં મુદ્દામાલ હોવાથી કોઈ કચાશ રાખવા માંગતું નથી. DFO એ વધુમાં ઉમેર્યું કે, "અમે તમામ સેમ્પલની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે તેને હૈદરાબાદ ખાતેની FSL (Forensic Science Laboratory) માં મોકલી આપ્યા છે. આ રિપોર્ટ આવતા અંદાજે ૩ થી ૪ મહિના જેટલો સમય લાગી શકે છે." રિપોર્ટ આવ્યા બાદ જ સત્તાવાર રીતે પુષ્ટિ થશે કે આ ચામડા અને નખ અસલી વાઘના છે કે આબેહૂબ તૈયાર કરેલી પ્રતિકૃતિ.આ પણ વાંચો:પતંગ બજારમાં ઉત્તરાયણનો માહોલ, ભીડ વચ્ચે પોલીસ સતર્ક, ખિસ્સાકાતરુઓથી સાવધાન રહેવા અપીલ

Read Full Story arrow_forward
Valsad News: પોલીસ પર હુમલો કરનારા તત્વોની શાન ઠેકાણે, 2 મહિલા સહિત 5ની ધરપકડ કરી પોલીસે કાઢ્યું સરઘસ
calendar_today January 12, 2026

Valsad News: પોલીસ પર હુમલો કરનારા તત્વોની શાન ઠેકાણે, 2 મહિલા સહિત 5ની ધરપકડ કરી પોલીસે કાઢ્યું સરઘસ

ઉત્તરાયણ પર્વ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી રહેલી પોલીસ પર હુમલો કરનારા શખ્સોને વલસાડ પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. મોગરાવાડી વિસ્તારમાં દરોડા દરમિયાન પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરનાર બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી પોલીસે તેમનું જાહેર સરઘસ કાઢ્યું હતું.ચાઇનીઝ દોરી ઝડપવા કરેલી રેડ દરમિયાન બની ઘટના વલસાડ સિટી પોલીસની ટીમ મોગરાવાડી વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાતી હોવાની બાતમીના આધારે રેડ કરવા ગઈ હતી. આ દરમિયાન પોલીસને જોઈને સ્થાનિકો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે એ જ વિસ્તારમાં કાઢ્યું સરઘસ પોલીસ પર હુમલો થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે આક્રમક વલણ અપનાવી હુમલામાં સંડોવાયેલા બે મહિલા અને ત્રણ પુરુષોની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો હતો, તે જ મોગરાવાડી વિસ્તારમાં તેમનું સરઘસ કાઢી 'કાયદાનો પાઠ' ભણાવ્યો હતો. ગુજરાતભરમાં ચાઇનીઝ દોરીનું મોટું નેટવર્ક ઝડપાયું નોંધનીય છે કે, ઉત્તરાયણ પૂર્વે સમગ્ર ગુજરાતમાં ચાઇનીઝ દોરીના સપ્લાય સામે પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે. હાલમાં જ સેલવાસમાં ગેરકાયદે ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યાંથી અઢી કરોડનો મુદ્દામાલ જપ્ત કરી માલિક વિરેન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સાણંદ, બાવળા અને ધોળકા જેવા વિસ્તારોમાં પણ પોલીસે રેડ કરી હજારોની સંખ્યામાં ચાઇનીઝ રીલ જપ્ત કરી છે. આ પણ વાંચો - Valsad News : વલસાડના મોગરવાડીમાં ચાઈનીઝ દોરીનો કેસ કરવા ગયેલ પોલીસકર્મીને સ્થાનિકોએ ઢીબી નાખ્યો

Read Full Story arrow_forward