android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: અમેરિકાના ટેરિફ વચ્ચે ભારત નવા બજારની શોધમાં છે, ભારત યુરોપ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની પ્રક્રિયા તેજ
calendar_today January 12, 2026

Gandhinagar News: અમેરિકાના ટેરિફ વચ્ચે ભારત નવા બજારની શોધમાં છે, ભારત યુરોપ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની પ્રક્રિયા તેજ

આજે ગાંધીનગરમાં ભારત અને જર્મની વચ્ચે મહત્વના કરાર થયા હતાં. બંને દેશો વચ્ચે આજે દ્વિપક્ષીય મંત્રણા થઈ હતી. વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચે બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ બંને દેશોના ઉદ્યોગકારો સાથે ચર્ચાઓ થઈ હતી. આ અંગે ભારતના વિદેશ સચિવે કેટલીક બાબતોને લઈને પ્રેસ મીડિયાને માહિતી આપી હતી. નવા માર્કેટ ઉભા કરવા બંને પક્ષોનો આગ્રહ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, ભારત યુરોપ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની પ્રક્રિયા તેજ કરી દેવાઈ છે. વેપાર સમજૂતિ માટે ચર્ચાઓ અંતિમ તબક્કામાં છે. અમેરિકાના ટેરિફ વચ્ચે ભારત નવા બજારની શોધમાં છે. નવા માર્કેટ ઉભા કરવા બંને પક્ષોનો આગ્રહ છે.આ મુદ્દે બંને તરફથી ચર્ચાઓ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 6 વખત બેઠકો યોજાઈ છે. બંને દેશો વચ્ચે જે મતભેદો હોય તે દૂર કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. આગામી સમયમાં વૈશ્વિક વ્યાપાર માટે ભારતને મોટો ફાયદો છે. પાછલા વર્ષોમાં ભારતને લઈને જર્મનીની નીતિઓ બદલાઈ વિદેશ સચિવે ડિફેન્સ કો ઓપરેશન બાબતે કહ્યું હતું કે, પાછલા વર્ષોમાં ભારતને લઈને જર્મનીની નીતિઓ બદલાઈ છે. પહેલા ભારતને નિકાસ માટે ક્લિયરન્સ નહોતુ મળતુ. સબમરીન ડિલ માટે ટેકનિકલ બાબતો ચાલી રહી છે. ડીલને અત્યારે આખરી ઓપ અપાયો નથી. ફિફેન્સ સેક્રેટરી તેના પર વધુ જાણકારી આપી શકશે. આ બાબતે વધુ સકારાત્મક ચર્ચાઓ થઈ છે. ઈરાનની પરિસ્થિત પર વિદેશ સચિવનું નિવેદન વિદેશ સચિવે ઈરાનની સ્થિતિને લઈને કહ્યું હતું કે, ઈરાનની સ્થિતિ પર અમારી નજર છે. ભારતના ઘણા લોકો ઈરાનમાં છે. ઈરાનના દૂતાવાસે વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કર્યો છે. ઈરાન સાથે ભારતના સંબંધો લાંબા સમયથી છે. ઈરાનમાં રહેલા ભારતીયોને બહાર નહીં જવા સલાહ છે. ગ્રીન લેન્ડની સ્થિતિ પર અમે નજર રાખી રહ્યાં છીએ. આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાતી પરિવારની દીકરીને જર્મનીના ફોસ્ટર કેરમાંથી મુક્તિ મુદ્દે ભારતના વિદેશ સચિવે શું કહ્યું?

Read Full Story arrow_forward
DRDOએ ફાયર એન્ડ ફોરગેટ એન્ટી ટેન્ક મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ
calendar_today January 12, 2026

DRDOએ ફાયર એન્ડ ફોરગેટ એન્ટી ટેન્ક મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

ભારતે સ્વદેશી સંરક્ષણ ટેક્નીકના ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. DRDOએ ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલનું ટેન્ક પર સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 11 જાન્યુઆરી 2026એ મહારાષ્ટ્રના અહિલ્યાનગર સ્થિત KK રેન્જમાં કરવામાં આવ્યું છે. ભારત માટે આ મોટી સફળતા મળતી માહિતી મુજબ આ મિસાઈલ ફાયર એન્ડ ફોરગેટ ટેક્નોલોજી પર આધારિત છે અને તેમાં ટોપ અટેકની ક્ષમતા છે, એટલે કે તે દુશ્મનની ટેન્કની ઉપરથી હુમલો કરીને તેને તબાહ કરી શકે છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે પોતાના લક્ષ્યને પુરી સટીકતાની સાથે નષ્ટ કર્યો. ભારત માટે આ મોટી સફળતા માનવામાં આવી રહી છે. DRDO મુજબ આ MPATGM પુરી રીતે સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત કરવામાં આવી છે. તેમાં ઈમેજિંગ ઈન્ફ્રારેડ સીકર, ઓલ ઈલેક્ટ્રિક કંટ્રોલ સિસ્ટમ, ફાયર કંટ્રોલ સિસ્ટમ, ટેન્ડમ વોરહેડ અને આધુનિક સાઈટિંગ સિસ્ટમ સામેલ છે. આ ટેક્નોલોજી DRDOની ઘણી પ્રયોગશાળાઓએ મળીને તૈયાર કરી છે. ત્યારે ડિફેન્સ લેબોરેટરી જોધપુર દ્વારા બનાવવામાં આવેલા થર્મલ ટાર્ગેટ સિસ્ટમ પરીક્ષણ દરમિયાન ઉપયોગ કરવામાં આવ્યો. આ કંપનીઓ ઉત્પાદનમાં છે ભાગીદાર DRDOએ જણાવ્યું કે આ મિસાઈલ દિવસ અને રાત બંને સમયે યુદ્ધ સંચાલનમાં સક્ષમ છે અને આધુનિક મેન બેટલ ટેન્કોને પણ નષ્ટ કરવાની તાકાત રાખે છે. મિસાઈલને ટ્રાઈપોડ અથવા સૈન્ય વાહનથી લોન્ચ કરવામાં આવી શકે છે. આ પરિયોજનામાં ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ વિકાસ અને ઉત્પાદનમાં ભાગીદાર છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ સફળ પરીક્ષણ પર DRDO, તેના ભાગીદારો અને ઉદ્યોગને શુભેચ્છા આપી. તેમને તેને આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું છે. ત્યારે DRDO પ્રમુખ અને સંરક્ષણ સંશોધન સચિવ ડો. સમીર વી.કામતે કહ્યું કે તમામ પરીક્ષણ સફળ રહ્યા છે અને હવે તે મિસાઈલ ભારતીય સેનામાં સામેલ કરવામાં માટે તૈયાર છે. આ સિદ્ધિથી ભારતીય સેનાની એન્ટી-ટેન્ક ક્ષમતામાં મોટો વધારો થશે અને ભારતની સ્વદેશી સંરક્ષણ તાકાતને નવી મજબૂતી મળશે.   આ પણ વાંચો: Bihar માટે 4 નવી અમૃત ભારત ટ્રેન દોડાવાશે, જાણો તેનો રૂટ અને ટાઈમ-ટેબલ

Read Full Story arrow_forward
PM Modi New Residence: પીએમ નિવાસ સ્થાને કેવી રીતે થાય છે શિફ્ટીંગ, કેટલા દિવસમાં થાય છે કામ પૂર્ણ?, જાણો
calendar_today January 12, 2026

PM Modi New Residence: પીએમ નિવાસ સ્થાને કેવી રીતે થાય છે શિફ્ટીંગ, કેટલા દિવસમાં થાય છે કામ પૂર્ણ?, જાણો

પીએમ મોદીનું કાર્યાલય અને નિવાસ સ્થાન બન્નેનું સરનામું થોડા સમયમાં બદલાઇ જશે. સેવા તીર્થ પરિસરમાં મળશે સ્થાન પીએમ મોદીનું ઓફિસ અને નિવાસ સ્થાનને સેવા તીર્થ પરિસરમાં સ્થાન અપાશે. આવાસ અને કાર્યાલય બદલવા સમયે સામાન શિફ્ટ કરાશે. પરંતુ પીએમનું નિવાસ સ્થાન બદલવું એ સામાન ખસેડવા જેટલું સરળ નથી. આ તમામ પગલાઓ ગુપ્ત માહિતી, સુરક્ષા અને વ્યવસ્થાની વચ્ચે લેવામાં આવે છે. એક-એક ફાઇલ, એક-એક ભેટ અને ખાનગી સામાનની પણ ઓળખ કરવામાં આવે છે. કેવી હોય છે પીએમ નિવાસ સ્થાનની શિફ્ટીંગ? ભારતમાં પીએમ નિવાસ સ્થાનમાંથી સામાનની શિફ્ટીંગ એક સંગઠિત અને નક્કી કરાયેલી પ્રક્રિયા હેઠળ કરવામાં આવે છે. આ કામ સામાન્ય ઘરોની જેમ નથી થતું. તેમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો અને પ્રોટોકોલનું પૂર્ણ પાલન કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાનું નિરીક્ષણ તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. કે જેનાથી કોઇપણ સ્તરે ભૂલ-ચૂક ન થાય. 200 જેટલા લોકો મળીને ઘરનું શિફ્ટીંગ કરે છે. અગાઉ બનાવાયા છે યોજના પીએમ નિવાસ સ્થાનની શિફ્ટીંગનું કામ અચાનક શરુ થતુ નથી. અગાઉ યોજના બનાવાય છે. અને પહેલા અને અંતમાં કઇ વસ્તુઓ ખસેડાશે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવે છે. સામાનના પેકિંગ માટે મુવર્સ અને પૈકર્સની મદદ લેવામાં આવે છે. અગાઉ આ મુવર્સ અને પૈકર્સના કર્મચારીઓની તપાસ કરવામાં આવે છે. અને બાદમાં જ તેમને પરવાનગી અપાય છે. દરેક વસ્તુઓ પર ખાસ નંબર લખવામાં આવે છે. શિફ્ટીંગ દરમિયાન સુરક્ષાની કમાન સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે એસપીજીના હાથમાં હોય છે. કેટલા તબક્કામાં થાય છે કામ પૂર્ણ ? પીએમ નિવાસ સ્થાનને શિફ્ટીંગ કરવા માટે કોઇ સમય સીમા હોતી નથી. તે અઠવાડિયામાં અથવા મહિનામાં પણ કામ પૂર્ણ કરી શકે છે. અગાઉ ખાસ ફાઇલ, ખાનગી સામાન મોકલવામાં આવે છે. બાદમાં સરકારી વસ્તુઓ લઇ જવાય છે. આ પણ વાંચોઃ Elon Muskને Grok AI મામલે લાગ્યો મોટો ઝટકો, આ બન્ને દેશોમાં લગાવાયો પ્રતિબંધ 

Read Full Story arrow_forward