android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Somnath Swabhimanparv: કલાકારોએ 20થી વધુ પ્લેટફોર્મ પર કાશ્મીરથી કન્યાકુમારી સુધીની પ્રાચીન સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી
calendar_today January 12, 2026

Somnath Swabhimanparv: કલાકારોએ 20થી વધુ પ્લેટફોર્મ પર કાશ્મીરથી કન્યાકુમારી સુધીની પ્રાચીન સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી

વડાપ્રધાન મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શોર્ય યાત્રામાં સહભાગી થઈ ખુલ્લી જીપમાં હજારો શિવભક્તો-ગુજરાત અને દેશભરના પ્રવાસીઓ ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું.સોમનાથના શંખ સર્કલથી શરૂ થયેલી આ શોર્ય યાત્રામાં વડાપ્રધાને પ્રારંભે શિવનું પ્રિય વાદ્ય ડમરું લઈ શિવભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો.હર હર મહાદેવ જય સોમનાથ ભારત કી જયના નાદ,ઋષિ કુમારોનો શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર ઉપરાંત કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતના વિવિધ રાજ્યોના કલાકારોએ 20થી વધુ પ્લેટફોર્મ પર ભારતની પ્રાચીન અને સમૃદ્ધ કલા વારસાને ઉજાગર કરતી સાંસ્કૃતિક કૃતિઓ નૃત્ય રજૂ કરી આ યાત્રાને ઐતિહાસિક અને દિવ્ય બનાવી હતી. વિરાટ જનમેદનીનું પણ અભિવાદન ઝીલ્યું આ શોર્યયાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતીક બની હતી અને સોમનાથની વિરાટ અને શાશ્વત આધ્યાત્મિક ચેતનાના પણ આ શોર્ય યાત્રામાં દર્શન થયા હતા. સોમનાથ પર ૧૦૦૦ વર્ષ પહેલાં આક્રમણ છતા બમણી આધ્યાત્મિક શક્તિથી અજેય, શાશ્વત અને અતુટ શ્રદ્ધાથી દિવ્યમાન પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવની આરાધના સાથે ઐતિહાસિક બનેલી સોમનાથ સ્વાભિમાન પર્વની શોર્યયાત્રા ભારતીય સંસ્કૃતિની શક્તિને ઉજાગર કરતી હતી.ભારતની વિવિધ પરંપરા, સનાતન સંસ્કૃતિ અને વિવિધતામાં એકતાના દર્શન થયાં હતા.વડાપ્રધાન મોદી સહભાગી થયા ત્યારે સોમનાથના શંખ સર્કલ પર હર હર મહાદેવ અને જય સોમનાથના દિવ્ય જય ઘોષ સાથે હજારો લોકોએ વડાપ્રધાનનું પુષ્પોથી સ્વાગત કર્યું હતું.વડાપ્રધાને શંખ સર્કલથી હમીરસિંહ સર્કલ સુધી માર્ગ પર વિરાટ જનમેદનીનું પણ અભિવાદન ઝીલ્યું હતું. શૌર્યયાત્રામાં સોમનાથની ભવ્યતા દિવ્યતા પ્રભાસક્ષેત્રની પુણ્યભૂમિ પર શંખ સર્કલ થી શરૂ થયેલી આ 'શોર્યયાત્રા' ની આગેવાની શૌર્યના પ્રતિક સમા ઘોડા પર કેસરી સાફામાં સજ્જ અને હાથમાં કેસરી ધ્વજ લહેરાવી ૧૦૮ જેટલા અશ્વસવારોએ લીધી હતી.જેમ સોમનાથની સખાતે નીકળેલાં હમીરસિંહ ગોહિલની અશ્વ પરની પ્રતિમા સોમનાથની સાંસ્કૃતિક ભવ્ય વિરાસતને અખંડ અજેય અને શાશ્વતતાના પ્રતિક સાથે યુવા પેઢીને પ્રેરણા આપે છે. એ જ રીતે ૧૦૮ જેટલા અશ્વસવારોએ હાથમાં કેસરિયો ધ્વજ લહેરાવી સનાતન સંસ્કૃતિનો સંદેશ આપ્યો હતો.શ્લોકના દિવ્ય ઉચ્ચારણ વચ્ચે ઋષિ કુમારોએ શંખનાદ કરી ડમરુના ગગન ગજાવતા નિનાદ સાથે શૌર્યયાત્રામાં સોમનાથની ભવ્યતા દિવ્યતા અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ આપ્યો હતો. સિંહની પ્રતિકૃતિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની શૌર્યયાત્રામાં એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના દર્શાવતા ગુજરાતની ઓળખ સમા ગરબા, ટિપ્પણી રાસ અને કચ્છી ગરબો, તલવાર રાસ, ભરત નાટ્યમ, રાસ નૃત્ય,ઉત્તર પ્રદેશનું મયુર નૃત્ય,ખ્યાતનામ નાસિક ઢોલ દ્વારા મહાકાલ મંજીરા, દિલ્હી અને મણીપુરની લોટસ ગર્લ્સની પ્રસ્તુતી, રાજસ્થાનનું ઘૂમર નૃત્ય, પંજાબનું ગીધ્ધા ડાન્સ,મધ્યપ્રદેશનું બધાઈ અને ગુડુમ બાજા નૃત્ય, રાજસ્થાનનું ભવાઈ નૃત્ય અને ગૈર, જમ્મુ કાશ્મીરનું રૌફ નૃત્ય તેમજ કેરળ-કર્ણાટક સહિતના વિવિધ રાજ્યોના કલાકારોની પ્રસ્તુતીથી લોકો મંત્રમુગ્ધ થયાં હતાં.શોર્ય યાત્રાના સમગ્ર રૂટ પર સજાવેલા શિવજીના તાલવાદ્ય ડમરુ, ત્રિશૂળ સહિત જય સોમનાથ,હર હર મહાદેવ,ઓમ્,સ્વસ્તિક'ના આકર્ષક ફ્લોટ્સ અને ગીરની ઓળખ સમા સિંહની પ્રતિકૃતિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પણ વાંચોઃ Weather News : ગુજરાત હવામાન વિભાગે ઉતરાયણ પર્વ પર પવનને લઈ કરી આગાહી, 14 અને 15 જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેશે

Read Full Story arrow_forward
Rajkot શહેરમાં રોગચાળાનો પ્રકોપ વધ્યો, પાણીજન્ય રોગોના કેસોમાં વધારો, એક સપ્તાહમાં ઝાડા-ઉલટીના 242 કેસ
calendar_today January 12, 2026

Rajkot શહેરમાં રોગચાળાનો પ્રકોપ વધ્યો, પાણીજન્ય રોગોના કેસોમાં વધારો, એક સપ્તાહમાં ઝાડા-ઉલટીના 242 કેસ

રાજકોટ શહેરમાં રોગચાળાના કેસોમાં વધારો નોંધાયો છે, જેમાં સૌથી વધુ પાણીજન્ય રોગોના આંકડા સામે આવ્યા છે.એક સપ્તાહમાં શરદી-ઉધરસના 1083 કેસ  આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા એક સપ્તાહમાં શરદી-ઉધરસના 1083, સામાન્ય તાવના 725 અને ઝાડા-ઉલટીના 242 કેસ નોંધાયા છે. ટાઈફોડનો 1 કેસ અને કમળાના 4 કેસ આ ઉપરાંત ટાઈફોડનો 1 કેસ અને કમળાના 4 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પાણીપુરીના ધંધાર્થીઓ તેમજ મિનરલ વોટર સપ્લાયરો પર વિશેષ ચેકિંગ પાણીજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીના ધંધાર્થીઓ તેમજ મિનરલ વોટર સપ્લાયરો પર વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.  પૂરતું ક્લોરિન છે કે નહીં તેની તપાસ શહેરના દરેક ઘરમાં આવતાં પીવાના પાણીમાં પૂરતું ક્લોરિન છે કે નહીં તેની તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 826 સ્થળોએ ક્લોરિન ચેકિંગ કરવામાં આવ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. ફોગિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે જ્યાં જરૂરી હોય ત્યાં ફોગિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે, જેથી મચ્છરજન્ય અને અન્ય ચેપજન્ય રોગો પર નિયંત્રણ મેળવી શકાય. આરોગ્ય વિભાગે નાગરિકોને ઉકાળેલું પાણી પીવાની અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કરી છે.આ પણ વાંચો-----    Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે

Read Full Story arrow_forward
Surat News : સુરતના કામરેજમાં 16 વર્ષીય કિશોરનું લિફ્ટ અને દીવાલ વચ્ચે કચડાતા મોત
calendar_today January 12, 2026

Surat News : સુરતના કામરેજમાં 16 વર્ષીય કિશોરનું લિફ્ટ અને દીવાલ વચ્ચે કચડાતા મોત

સુરતના કામરેજમાં લિફ્ટ અને દીવાલ વચ્ચે કચડાઈ જતા 16 વર્ષીય કિશોરનું મોત થયું છે અને કામરેજના નવી પારડી ગામે gidc વિસ્તારમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, રુદ્ર ફેશન મિલ નામની કંપનીમાં આ ઘટના બનતા અન્ય શ્રમિકો પણ ગભરાઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. કિશોર લિફ્ટમાં કાપડના તાકા ઉપરના માળેથી નીચે ઉતારી રહ્યો હતો પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે વાત કરીએ તો કિશોર લિફટના કાપડના તાકા પર હતો અને નીચે જોવા જતા લિફ્ટ અને દીવાલ વચ્ચે આવી ગયો હતો અને તેનું ઘટના સ્થળે મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, હાલમાં તો કોઈની બેદરકારી સામે આવી રહી નથી તેવું પોલીસને લાગી રહ્યું છે.પોલીસે અન્ય શ્રમિકોના નિવેદન લીધાતો પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ફેકટરીના અન્ય શ્રમિકોના નિવેદન લીધા છે, હાલમાં લિફટ બંધ કરવામાં આવી છે, અને ઘટનાની જાણ થતાની સાથે પરિજનોને પણ સમગ્ર ઘટનાની જાણ કરાઈ છે, ત્યારે ઘણી વાર લિફટમાં લોકો ફસાતા હોય છે ત્યારે કોમર્શિયલ અને ફલેટની લિફટ બન્ને અલગ હોય છે. આ પણ વાંચો : Weather News : ગુજરાત હવામાન વિભાગે ઉતરાયણ પર્વ પર પવનને લઈ કરી આગાહી, 14 અને 15 જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેશે

Read Full Story arrow_forward