android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજની તબિયત લથડી
calendar_today January 12, 2026

Ahmedabad: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજની તબિયત લથડી

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રંગેચંગે શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે. વિશ્વભરમાંથી પતંગબાજો પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે જ્યારે અમદાવાદના આંગણે આવ્યા છે, ત્યારે વાતાવરણમાં વધેલા તાપમાન અને ગરમીના કારણે એક પતંગબાજની તબિયત અચાનક લથડી હતી. વિદેશી પતંગબાજની તબિયત લથડી મળતી માહિતી મુજબ, પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા ન્યુઝીલેન્ડના પતંગબાજ રિવરફ્રન્ટના ગ્રાઉન્ડ પર પતંગ ઉડાવી રહ્યા હતા ત્યારે અચાનક ગરમી અને અસહ્ય ઉકળાટના કારણે તેમને ચક્કર આવ્યા હતા. ન્યુઝીલેન્ડ જેવા ઠંડા પ્રદેશમાંથી આવેલા આ પતંગબાજ માટે અમદાવાદની બપોરની ગરમી પ્રતિકૂળ સાબિત થઈ હોય તેમ જણાતું હતું. અચાનક તબિયત બગડતા સ્થળ પર હાજર અન્ય પતંગબાજો અને આયોજકોમાં દોડધામ મચી ગઈ હતી. મેડિકલ ટીમ તુરંત એક્શનમાં આવી ઘટનાની ગંભીરતા જોઈને સ્થળ પર હાજર મેડિકલ ટીમ તુરંત એક્શનમાં આવી હતી. પતંગબાજને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ તપાસ અને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, હીટ એક્ઝોશ્ન ગરમીની અસર ના કારણે તેમની સ્થિતિ બગડી હોવાની શક્યતા છે. પતંગબાજની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું આયોજનમાં તકેદારીના પગલાં આ ઘટના બાદ પતંગ મહોત્સવમાં આવેલા અન્ય વિદેશી મહેમાનો માટે પીવાના પાણી, છાંયડા અને ઓઆરએસ (ORS) જેવી સુવિધાઓ વધારી દેવામાં આવી છે. દર વર્ષે જાન્યુઆરીમાં યોજાતા આ મહોત્સવમાં હજારો લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે આ વર્ષે વાતાવરણમાં પલટાને કારણે ગરમીનું પ્રમાણ વધતા તંત્ર દ્વારા પતંગબાજોના સ્વાસ્થ્યને લઈને વિશેષ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં ન્યુઝીલેન્ડના પતંગબાજની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ ઘટનાએ આયોજકોને સ્વાસ્થ્ય સેવાઓ પ્રત્યે વધુ સતર્ક કર્યા છે.આ પણ વાંચોઃ Gir Somnath: ઉનાના સૈયદ રાજપરામાં દીપડાનો આતંક, વાડીએ કામ કરતા ખેડૂત પર જીવલેણ હુમલો

Read Full Story arrow_forward
Gold Price Today : સોના ચાંદીના ભાવમાં તોફાની તેજી, જાણો 12 જાન્યુઆરીએ સોના ચાંદીનો લેટેસ્ટ રેટ
calendar_today January 12, 2026

Gold Price Today : સોના ચાંદીના ભાવમાં તોફાની તેજી, જાણો 12 જાન્યુઆરીએ સોના ચાંદીનો લેટેસ્ટ રેટ

સોના ચાંદીના ભાવમાં સતત વધઘટ આવ્યા કરે છે. ક્યારેક સોનાનો ભાવ વધે છે તોક્યારેક ભાવ ઘટે છે. ભૂ રાજકીય પરિબળોને કારણે સોના ચાંદીના ભાવમાં બદલાવ આવે છે. ત્યારે 12 જાન્યુઆરીએ શું છે સોના ચાંદીનો લેટેસ્ટ ભાવ તે વિશે જાણીએ. આજે સોનાનો ભાવ સોમવાર 12 જાન્યુઆરીના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ફેબ્રુઆરી, 2026 ની સમાપ્તિ તારીખવાળા સોનાના વાયદા રૂ. 1,39,600 (પ્રતિ 10 ગ્રામ) પર ખુલ્યા. છેલ્લા ટ્રેડિંગ દિવસે, MCX પર સોનું રૂ. 1,38,819 પર બંધ થયું હતું. 12 જાન્યુઆરીના રોજ સવારે 10:10 વાગ્યે, 5 ફેબ્રુઆરીની સમાપ્તિ તારીખવાળા સોનાનો ભાવ MCX પર રૂ. 1,40,795 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે પાછલા દિવસના બંધ ભાવ કરતા આશરે રૂ. 2,000 નો વધારો દર્શાવે છે. MCX સોનું શરૂઆતના વેપારમાં રૂ. 1,41,250 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. આજે ચાંદીનો ભાવ 5 માર્ચ,2026ની સમાપ્તિ તારીખ સાથે MCX પર ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 261766 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ પાછલા દિવસના બંધ ભાવથી આશરે રૂ. 9000 નો ઉછાળો દર્શાવે છે. શરૂઆતના વેપારમાં MCX ચાંદી રૂ. 2,63,996ની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ 1,42,200 1,30,350રાજકોટ 1,42,200 1,30,350વડોદરા  1,42,200 1,30,350સુરત 1,42,200 1,30,350સુરત 1,42,200 1,30,350મુંબઈ 1,42,150 1,30,300દિલ્હી  1,42,300 1,30,450કોલકાતા 1,42,150 1,30,300 ઘરેણાંની ખરીદી પર GST + મેકિંગ ચાર્જજ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો, ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાથી કિંમતમાં વધારો થાય છે. સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે. Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે. આ પણ વાંચો- Ruchak Rajyog: 7 દિવસ બાદ મંગળ ચમકાવશે આ રાશિની કિસ્મત, નોકરી ધંધામાં થશે પ્રગતિ

Read Full Story arrow_forward
India and Germany Bilateral Meeting: જર્મની સાથે મિત્રતા વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબદ્ધ: PM મોદી
calendar_today January 12, 2026

India and Germany Bilateral Meeting: જર્મની સાથે મિત્રતા વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબદ્ધ: PM મોદી

વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરે આજે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે રીવરફ્રન્ટ ખાતે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાંથી બંને નેતાઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતાં. જ્યાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત શરૂ થઈ હતી. આ મુલાકાત બાદ બંને દેશો વચ્ચે મહત્વના કરારો થયા હતાં. ગુજરાતીમાં કહીએ છીએ કે આવકારો મીઠો આપજે રે બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,જર્મની સાથે સંબંધો વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબદ્ધ છે. મર્ઝની આ યાત્રા ભારત સાથેના સંબંધોને દર્શાવે છે. ભારત અને જર્મની વચ્ચેના સંબંધોના 25 વર્ષ પૂર્ણ થયા છે. બે હજારથી વધુ જર્મન કંપનીઓ ભારતમાં છે. ચાન્સેલર મર્જનું ભારતમાં સ્વાગત છે. ગુજરાતીમાં કહીએ છીએ કે આવકારો મીઠો આપજે રે. જર્મનીનો ભારત પરનો અતૂટ વિશ્વાસ ચાન્સેલરની આ મુલાકાત દર્શાવે છે.આજે થઇ રહેલા કરારથી વેપારને વધુ વેગ મળશે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે વ્યાપાર સર્વોચ્ચ સપાટી પર છે. આજે થઈ રહેલા કરારથી વેપારને વધુ વેગ મળશે. આ વેપાર જર્મનીના ભારત પરના અતૂટ વિશ્વાસને દર્શાવે છે. વિવેકાનંદ જંયતિના દિવસે ચાન્સેલરનું ભારતમાં સ્વાગત છે. ચાન્સેલરનું ભારતમાં સ્વાગત કરવું મારાં માટે સુખદ સંજોગ છે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ગત વર્ષે અમે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના 25 વર્ષ પુરા કર્યાં છે. આ વર્ષે આપણી રાજદ્વારીના સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યાં છીએ. આ માઈલ સ્ટોન પરસ્પર વિશ્વાસ અને સંયુક્ત મહત્વકાંક્ષાઓનું પ્રતિક છે.આપણી ત્રિપક્ષીય વિકાસ ભાગીદારી વિશ્વ માટે એક સફળ મોડેલ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારતીય નાગરિકો માટે વિઝા મુક્ત પરિવહનની જાહેરાત બાદ હું ચાન્સેલર મર્ઝનો આભાર માનું છું. આ કરાર બંને દેશોના લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. ભારત અને જર્મની હંમેશા ખભે ખભા મિલાવીને ચાલ્યા છે. આપણી મિત્રતાની અસર વૈશ્વિક છે. ઘાના, કેમરૂન અને માલાવી જેવા દેશોમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ સાથેની આપણી ત્રિપક્ષીય વિકાસ ભાગીદારી વિશ્વ માટે એક સફળ મોડેલ છે. અમે ગ્લોબલ સાઉથના દેશોના વિકાસ માટે આપણા સંયુક્ત પ્રયાસો ચાલુ રાખીશું. ભારતમાં બે હજારથી વધુ જર્મન કંપનીઓ છેવડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જર્મની અર્થવ્યવસ્થાની વચ્ચે સહયોગ સમગ્ર માનવતા માટે મહત્વનો છે. બંને દેશો વચ્ચે વધી રહેલા વેપાર અને રોકાણના સંબંધોએ આપણી સ્ટ્રેટેજિક પાર્ટનરશીપને નવી ઊંચાઈએ પહોંચાડી છે. બંને દેશો વચ્ચેનો વેપાર અત્યાર સુધીના સૌથી મોટા સ્તર પર પહોંચ્યો છે. આ વેપાર 50 બિલિયન ડોલરના આંકડાને પાર પાડી ગયો છે. ભારતમાં બે હજારથી વધુ જર્મન કંપનીઓ છે. જર્મન ચાન્સેલરે કહ્યું આ મારા પ્રત્યેની મિત્રતાનો પુરાવો જર્મન ચાન્સેલરે કહ્યું હતું કે, અમે ભારત અને જર્મનીના સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જવા માગીએ છીએ. તમે મને તમારા ગૃહ રાજ્યની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હું તે માટે તમારો આભાર માનું છું. તે ભારત અને જર્મની વચ્ચેના સંબંધોની નિશાની છે અને મારા પ્રત્યેની મિત્રતાનો પુરાવો છે. ભારત અને જર્મની વચ્ચેના આર્થિક સંબંધોની સંપૂર્ણ સંભાવનાઓનો ઉપયોગ કરવા માટે આપણે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરવાની જરૂર છે. આ પણ વાંચોઃ Ahmedabad News: જર્મન ચાન્સેલર ગાંધી આશ્રમ પહોંચ્યા, વડાપ્રધાન મોદી અને ફ્રેડરિક મર્ઝે મહાત્મા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરી

Read Full Story arrow_forward