android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat શહેરમાં રોગચાળાએ ફરી માથું ઊંચક્યું, બે મહિનાની બાળકીનું મોત
calendar_today January 12, 2026

Surat શહેરમાં રોગચાળાએ ફરી માથું ઊંચક્યું, બે મહિનાની બાળકીનું મોત

સુરત શહેરમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઊંચકતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. તાવની ગંભીર અસરથી બે મહિનાની એક બાળકીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. બે મહિનાની બાળકી તાવમાં સપડાઈ હતી માહિતી મુજબ ગોડાદરા વિસ્તારમાં રહેતી બે મહિનાની બાળકી તાવમાં સપડાઈ હતી. શરૂઆતમાં બાળકીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી પરંતુ તબિયત વધુ લથડતા તેને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું કરુણ મોત થયું હતું. આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો બાળકીના મોતની ઘટના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે. વિસ્તારમાં આરોગ્ય ટીમો દ્વારા સર્વે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તાવ અને અન્ય રોગચાળા અંગે સાવચેતી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ શહેરમાં વધી રહેલા તાવના કેસોને લઈને આરોગ્ય તંત્ર પર દબાણ વધી રહ્યું છે. સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો-----  Ahmedabad : જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદની મુલાકાતે, મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય યોજશે બેઠક

Read Full Story arrow_forward
Junagadh News: પોલીસને ચેકિંગ દરમિયાન જેલની બેરેક બહારથી બે સીમકાર્ડ મળી આવ્યા
calendar_today January 12, 2026

Junagadh News: પોલીસને ચેકિંગ દરમિયાન જેલની બેરેક બહારથી બે સીમકાર્ડ મળી આવ્યા

ગુજરાતમાં જેલમાંથી મોબાઈલ અને સીમ કાર્ડ મળવાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. તાજેતરમાં અમદાવાદની સાબરમતી જેલમાંથી હાઈ સિક્યુરિટી ઝોનમાંથી ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીની બેરેકમાંથી મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યા હતાં. હવે જૂનાગઢની જેલમાંથી બે સીમકાર્ડ મળતાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે જેલમાં ચેકિંગ કરતાં બે સીમકાર્ડ મળી આવ્યા હતાં. ઝડતી સ્કવોડના ચેકિંગમાં મળ્યા બે સીમકાર્ડ જૂનાગઢની જેલમાં પોલીસની ઝડતી સ્કવોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેલમાંથી બે સીમકાર્ડ મળી આવ્યા હતાં. જેલની બેરેક નંબર એકની બહારથી આ સીમકાર્ડ મળી આવ્યા હતાં. કાગળમાં છુપાવીને રાખેલા સીમકાર્ડ ઝડતી સ્કવોર્ડના હાથે લાગ્યા હતાં. પોલીસે આ સીમકાર્ડનો ઉપયોગ કોણ કરતુ હતું તેની તપાસ હાથ ધરી છે. ચેકિંગ ટીમે સીમકાર્ડ કબજે લઈને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે. આ પણ વાંચોઃAhmedabad Kite Festival 2026 : અમદાવાદમાં આજે PM નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું કરશે ઉદ્ધાટન, 50 દેશના 135 પતંગબાજો સહભાગી થશે

Read Full Story arrow_forward
Surat : અલથાણમાં ખાણીપીણીની 74 દુકાનોમાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, ગંદકી અને આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન થતાં કડક કાર્યવાહી
calendar_today January 12, 2026

Surat : અલથાણમાં ખાણીપીણીની 74 દુકાનોમાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, ગંદકી અને આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન થતાં કડક કાર્યવાહી

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આરોગ્ય વિભાગે ખાણીપીણીની 74 દુકાનો પર સરપ્રાઈઝ ચેકિંગ કર્યું. તપાસ દરમિયાન કેટલીક દુકાનોમાં ગંદકી અને આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન થતાં કડક કાર્યવાહી હાથ ધરાઈ.6 દુકાનોને બંધ કરાવાઇ અને 10 દુકાનોને નોટિસ અપાઇ ચેકિંગ દરમિયાન 6 દુકાનોને બંધ કરાવાઇ અને 10 દુકાનોને નોટિસ આપવામાં આવી. તેમજ 7 કિલોગ્રામ અખાદ્ય પદાર્થો જપ્ત કરીને સ્થળ પર જ નાશ કરાયો હતો. આ સાથે આરોગ્ય નિયમોના ભંગ બદલ કુલ રૂ. 54,000 દંડ પણ વસૂલાયો. આરોગ્ય વિભાગની સતર્કતા આ ચેકિંગથી ખાણીપીણીના ક્ષેત્રમાં ગંદકી અને સુરક્ષા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા આરોગ્ય વિભાગની સતર્કતા સાબિત થઈ રહી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ લોકોએ પણ ભોજન ખરીદતી વખતે સાફસફાઈ અને ગુણવત્તા પર ધ્યાન આપવાની અપીલ કરી છે. આ પણ વાંચો----   Ahmedabad : જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદની મુલાકાતે, મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય યોજશે બેઠક

Read Full Story arrow_forward