android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: મેટ્રોમાં અપડાઉન કરનારા ધ્યાન આપો, આજે આ રૂટ બંધ કરવામાં આવ્યો છે
calendar_today January 12, 2026

Ahmedabad News: મેટ્રોમાં અપડાઉન કરનારા ધ્યાન આપો, આજે આ રૂટ બંધ કરવામાં આવ્યો છે

વડાપ્રધાન મોદી આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. ત્યારે શહેરની લાઈફલાઈન ગણાતી મેટ્રો ટ્રેન સેવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે 11 વાગ્યા સુધી મેટ્રો સેવાનો એક રૂટ બંધ રાખવા માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શાહપુરથી જૂની હાઈકોર્ટ સુધીનો રૂટ બંધ આજે અમદાવાગમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અને ગાંધી આશ્રમમાં વડાપ્રધાન મોદીના વિવિધ કાર્યક્રમો હોવાથી મેટ્રો સેવાનો એક રૂટ બંધ રાખવામાં આવશે. આજે સવારે 9.45 વાગ્યાથી 11 વાગ્યા સુધી મેટ્રો સેવા બંધ રાખવામાં આવશે. જેમાં શાહપુરથી જૂની હાઈકોર્ટ સુધીનો રૂટ બંધ રહેશે. વસ્ત્રાલથી શાહપુર સુધીનો રૂટ યથાવત રાખવામાં આવશે. જ્યારે જૂની હાઈકોર્ટથી થલતેજનો રૂટ પણ ચાલુ રાખવામાં આવશે. આ પણ વાંચોઃ Ahmedabad Kite Festival 2026 : અમદાવાદમાં આજે PM નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું કરશે ઉદ્ધાટન, 50 દેશના 135 પતંગબાજો સહભાગી થશે

Read Full Story arrow_forward
Ahmedabad : જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદની મુલાકાતે, મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય યોજશે બેઠક
calendar_today January 12, 2026

Ahmedabad : જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદની મુલાકાતે, મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય યોજશે બેઠક

જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની અમદાવાદ મુલાકાતને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લેશે ચાન્સેલર મર્ઝ આજે સવારમાં સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને આશ્રમની પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે બાદમાં તેઓ અમદાવાદમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે, જ્યાં વિદેશી પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. મહાત્મા મંદિર ખાતે ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે આ ઉપરાંત મહાત્મા મંદિર ખાતે ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. બેઠકમાં વેપાર, ટેકનોલોજી, ઉદ્યોગ અને સહકારના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અડાલજની ઐતિહાસિક વાવની પણ મુલાકાત લેશે ચાન્સેલર મર્ઝ તેમના પ્રવાસ દરમિયાન અડાલજની ઐતિહાસિક વાવની પણ મુલાકાત લેશે અને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરથી પરિચિત થશે. તેમની આ મુલાકાતથી ભારત-જર્મની સંબંધોમાં નવી ઊર્જા ઉમેરાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પણ વાંચો-----   ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું

Read Full Story arrow_forward
Weather Updates કડકડતી ઠંડીથી દિલ્હી સહિત અનેક રાજ્યો ઠુંઠવાયા, તાપમાન 3°Cથી નીચે નોંધાયું
calendar_today January 12, 2026

Weather Updates કડકડતી ઠંડીથી દિલ્હી સહિત અનેક રાજ્યો ઠુંઠવાયા, તાપમાન 3°Cથી નીચે નોંધાયું

દિલ્હીમાં અત્યાર સુધીનો સૌથી ઓછું તાપમાન 2.9 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યુ છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પારો શૂન્યથી નીચે ગયો છે. પંજાબ, હરિયાણા અને જમ્મુ કશ્મીરમાં પણ શીત લહેરને કારણે જનજીવન પર અસર વર્તાઇ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોને લઇને કડકડતી ઠંડી અને શીતલહેરની ચેતવણી જાહેર કરી છે. શીતલહેરની ચેતવણી કરી જાહેર ઉત્તર ભારત છેલ્લાં કેટલાય દિવસોથી શીતલહેરથી ઠુંઠવાઇ રહ્યુ છે. અનેક રાજ્યોમાં તાપમાન સામાન્યથી ઘણું નીચે ચાલ્યુ ગયુ છે. જેનાથી જનજીવન પ્રભાવિત થઇ રહ્યુ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં થઇ રહેલી બરફવર્ષા બાદ ત્યાંથી આવનારી ઠંડી હવા દિલ્હી અને ઉત્તર ભારતના લોકોને કડકડતી ઠંડીનો અનુભવ કરાવી રહી છે. હવામાન વિભાગ અનુસાર આવનારા દિવસોમાં ઠંડીથી સહેજ પણ રાહત મળવાની સંભાવના નથી અને અનેક વિસ્તારોમાં શીત લહેરને લઇને ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી દિવસોમાં ઠંડી ઓછી થવાની સંભાવના નહિવત રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માં આ સિઝનની પહેલી શીત લહેર નોંધાઈ છે. આ વર્ષે પહેલીવાર ન્યૂનતમ તાપમાન ઘટીને 2.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગ મુજબ જ્યારે ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં 4.5 થી 6.4 ડિગ્રી ઓછું થઈ જાય છે, ત્યારે તેને શીત લહેર કહેવામાં આવે છે. હાલના આંકડાઓ આ વાતની પુષ્ટિ કરે છે કે દિલ્હીના મોટા ભાગમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે. દિલ્હીના આયાનગર વિસ્તાર સૌથી ઠંડો રહ્યો, જ્યાં ન્યૂનતમ તાપમાન 2.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ન્યૂનતમ તાપમાન 3.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું આ ઉપરાંત, પાલમ વેધર સ્ટેશન પર ન્યૂનતમ તાપમાન 3.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે છેલ્લા 13 વર્ષમાં સૌથી ઓછું છે. IMD અનુસાર, સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં ન્યૂનતમ તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 2.6 ડિગ્રી ઓછું છે, જ્યારે મહત્તમ તાપમાન 18.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી આવી જ ઠંડી રહેવાની ચેતવણી આપતાં ‘યેલો એલર્ટ’ જાહેર કર્યું છે.આ પણ વાંચોઃ LOC અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર જોવા મળ્યા શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન, સુરક્ષા દળ હાઈ એલર્ટ પર

Read Full Story arrow_forward