android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahesana News: ઊંઝા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં 6960 મતો નોંધાયા, સાંજ સુધીમાં જાહેર થશે પરિણામ
calendar_today January 11, 2026

Mahesana News: ઊંઝા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં 6960 મતો નોંધાયા, સાંજ સુધીમાં જાહેર થશે પરિણામ

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલી ઊંઝા નાગરિક સહકારી બેંક લિમિટેડની ડિરેક્ટરોની ચૂંટણી માટેનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. આ ચૂંટણીમાં કુલ 3 બેઠકો માટે ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળ્યો હતો, જેમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.બેઠકોનું સમીકરણ અને મતદાનની ટકાવારી ઊંઝા નાગરિક સહકારી બેંકના કુલ 19 ડિરેક્ટર્સ પૈકી 16 ડિરેક્ટર્સ અગાઉ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. બાકી રહેલી 3 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ 3 બેઠકોમાં 2 મહિલા અનામત બેઠક અને 1 અનુસૂચિત જનજાતિ (ST) બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો માટે મેદાનમાં કુલ 5 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. બેંકના કુલ 27,055 નોંધાયેલા મતદારો પૈકી 6,960 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાઈનો જોવા મળી હતી અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના બની ન હતી. સાંજ સુધીમાં ફેંસલો મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર મતગણતરી પર ટકેલી છે. આજે મોડી સાંજ સુધીમાં મતગણતરી પૂર્ણ કરી પરિણામ જાહેર કરવામાં આવશે. બિનહરીફ ચૂંટાયેલા 16 ડિરેક્ટરો બાદ આ 3 બેઠકો પર કોણ વિજેતા બને છે તેના પર સહકારી ક્ષેત્રના અગ્રણીઓની નજર છે. આ પણ વાંચો - Mehsana માં પંચાલ સમાજનું શક્તિ પ્રદર્શન, વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા યોજાયું ભવ્ય મહાસંમેલન

Read Full Story arrow_forward
Vibrant Gujarat 2026: અદાણી ગ્રુપ કચ્છમાં રૂ.1.5 લાખ કરોડનું રોકાણ કરશે
calendar_today January 11, 2026

Vibrant Gujarat 2026: અદાણી ગ્રુપ કચ્છમાં રૂ.1.5 લાખ કરોડનું રોકાણ કરશે

રાજકોટના આંગણે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2026માં અદાણી ગ્રુપ વતી કરણ અદાણીએ ભારતની આર્થિક પ્રગતિ અને ગુજરાતની વ્યૂહાત્મક ભૂમિકા અંગે ઊંડો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તેમણે ગુજરાતને ભારતના વિકાસનું એન્જિન ગણાવ્યું હતું.ગુજરાત: ભારતના જીડીપીમાં સિંહફાળો કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે ભારતના જીડીપીમાં 8 ટકાથી વધુ યોગદાન આપે છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 17 ટકા હિસ્સો અને 40 ટકા કાર્ગો હેન્ડલિંગ એકલા ગુજરાતના બંદરો દ્વારા થાય છે. તેમણે ઉમેર્યું કે 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે અમલી બને તે પહેલાં જ સાકાર કરી બતાવ્યું હતું. કચ્છ અને મુન્દ્રાનો કાયાકલ્પ અદાણી સમૂહ માટે મુન્દ્રાને 'કર્મભૂમિ' ગણાવતા કરણ અદાણીએ કહ્યું કે, જે કચ્છ એક સમયે અંતરિયાળ ગણાતું હતું, તે આજે ઉર્જા અને લોજિસ્ટિક્સનું હબ બની ગયું છે. મુન્દ્રા પોર્ટ: આગામી 10 વર્ષમાં મુન્દ્રા બંદરની ક્ષમતા બમણી કરવામાં આવશે. ખાવડા પ્રોજેક્ટ: ખાવડામાં 37 ગીગાવોટ ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે, જે 2030 સુધીમાં પૂર્ણ થશે. રોકાણની મોટી પ્રતિબદ્ધતા કરણ અદાણીએ અદાણી સમૂહના ભાવિ આયોજન અંગે જાહેરાત કરી હતી કે; આગામી પાંચ વર્ષમાં કચ્છ ક્ષેત્રમાં રૂ.1.5 લાખ કરોડનું જંગી રોકાણ કરવામાં આવશે, આ રોકાણથી રોજગાર સર્જન અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતામાં મોટો ઉછાળો આવશે, ગુજરાત અદાણી સમૂહનો પાયો છે અને રાષ્ટ્રના વિકાસમાં સમૂહ ભાગીદાર બની રહેશે. અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 'વિકસિત ભારત-2047' ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ગુજરાત મુખ્ય આધારસ્તંભ બની રહેશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat: ડીંડોલીમાં કાળમુખું હિટ એન્ડ રન, બહેનને મૂકવા જતી મહિલાનું અકસ્માતમાં મોત
calendar_today January 11, 2026

Surat: ડીંડોલીમાં કાળમુખું હિટ એન્ડ રન, બહેનને મૂકવા જતી મહિલાનું અકસ્માતમાં મોત

શહેરના નવાગામ ડીંડોલી વિસ્તારમાં એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. રોડ ક્રોસ કરી રહેલી બે મહિલાઓને એક અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા એક આધેડ મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.ઝેબરા ક્રોસિંગ પર કાળ આંબી ગયોમળતી માહિતી મુજબ, 52 વર્ષીય વંદનાબેન મરાઠે પોતાના ઘરે જમવા આવેલી પોતાની બહેનને વળાવવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન નવાગામ ડીંડોલી પાસેના માર્ગ પર તેઓ જ્યારે ઝેબરા ક્રોસિંગ પરથી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક પૂરઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી વંદનાબેન અને તેમની સાથેની અન્ય એક મહિલાને જોરદાર ટક્કર મારી હતી.પરિવારનો આધાર છીનવાયોઆ અકસ્માત એટલો ગંભીર હતો કે વંદનાબેન મરાઠેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વંદનાબેન પોતે મહેનત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને તેઓ સંપૂર્ણપણે નિરાધાર બની ગયા છે. એક બહેનને વળાવવા જતી વખતે બનેલી આ ઘટનાએ સમગ્ર પરિવારને ગમગીનીમાં ડૂબાડી દીધો છે.પોલીસની તપાસ અને CCTV ફૂટેજઅકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકી અજાણ્યો વાહનચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો:ચાઈનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસનો મોટો પ્રહાર, ફેક્ટરી માલિક વિરેન પટેલની ધરપકડ

Read Full Story arrow_forward