android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : ભૂકંપના આંચકાથી ડરશો નહીં, સિસ્મોલોજી વિભાગે જણાવ્યું આંચકા પાછળનું અસલી કારણ
calendar_today January 9, 2026

Gandhinagar News : ભૂકંપના આંચકાથી ડરશો નહીં, સિસ્મોલોજી વિભાગે જણાવ્યું આંચકા પાછળનું અસલી કારણ

સૌરાષ્ટ્રના વિવિધ પંથકોમાં સતત અનુભવાઈ રહેલા ભૂકંપના આંચકાઓને લઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ (ISR) ના ડિરેક્ટરે મહત્વનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 24 જેટલા નાના-મોટા આંચકાઓ નોંધાયા છે, પરંતુ આ એક 'સ્વોર્મ એક્ટિવિટી' (Swarm Activity) છે. નિષ્ણાતોના મતે જ્યારે વધુ વરસાદ પડે છે ત્યારે જમીનની અંદરના સ્તરોમાં ફેરફાર થવાને કારણે આ પ્રકારના કંપન અનુભવાતા હોય છે. અગાઉ દ્વારકા સહિત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી. આ પ્રક્રિયા સામાન્ય રીતે 10 દિવસથી લઈને 2 મહિના સુધી ચાલુ રહી શકે છે.ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રનું રાહતદાયક નિવેદન ડિરેક્ટરે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે અત્યાર સુધી નોંધાયેલા તમામ આંચકાઓની તીવ્રતા 3.8 કે તેથી ઓછી રહી છે, તેથી જાન-માલનું મોટું નુકસાન થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. સ્વોર્મ એક્ટિવિટીની ખાસિયત એ છે કે તેમાં સતત નાના આંચકા આવે છે, પરંતુ કોઈ મોટો વિનાશક ભૂકંપ આવવાની સંભાવના નહિવત હોય છે. તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ વગર સાવચેતી જાળવવા વિનંતી કરવામાં આવી છે. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર આ પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. આ પણ વાંચો : Narmada News : રાજપીપળા વન્યજીવ તસ્કરી કેસ, 37 વાઘના ચામડા અને 133 નખ મળતા ખળભળાટ

Read Full Story arrow_forward
Surat News: કાપોદ્રા હત્યાકાંડના ચાર આરોપી ઝડપાયા
calendar_today January 9, 2026

Surat News: કાપોદ્રા હત્યાકાંડના ચાર આરોપી ઝડપાયા

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં જૂની અદાવતને પગલે લોહિયાળ ખેલ ખેલાયો છે. કાપોદ્રા ચાર રસ્તા પાસે ગત મોડી રાત્રે બે ગુનાહિત ઇતિહાસ ધરાવતા પક્ષો સામસામે આવી ગયા હતા. જેમાં ચાર શખ્સોએ મળીને મંગલ ઉર્ફે બારીક યાદવ નામના યુવકની છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે, જ્યારે અન્ય બે યુવકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.જૂની અદાવતમાં ખેલાયો લોહીનો ખેલ ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક મંગલ ઉર્ફે બારીક અને હુમલાખોરો વચ્ચે લાંબા સમયથી જૂની અદાવત ચાલી રહી હતી. કાપોદ્રા ચાર રસ્તા પાસે બંને પક્ષો એકઠા થયા ત્યારે બોલાચાલી ઉગ્ર બની હતી. હુમલાખોરોએ "તારી બહુ ચરબી વધી ગઈ છે" તેમ કહી ઉશ્કેરાઈ જઈ મંગલ પર છરી વડે તૂટી પડ્યા હતા. મંગલને બચાવવા વચ્ચે પડેલા અન્ય બે મિત્રોને પણ ચપ્પુ વાગતા તેઓ લોહીલુહાણ થયા હતા. મૃતક અને હત્યારા બંનેનો ગુનાહિત ઇતિહાસ આ હત્યાકાંડમાં કરૂણતા એ છે કે, મૃતક મંગલ ઉર્ફે બારીક યાદવ વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સામે પક્ષે હત્યા કરનાર આરોપીઓ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. છરીના ઉપરાછાપરી ઘા વાગવાથી મંગલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરત અને સુરેન્દ્રનગરથી આરોપીઓ ઝડપાયા ઘટનાની ગંભીરતા જોઈ કાપોદ્રા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને દબોચી લીધા છે. જેમાંથી બે આરોપીની સુરતથી અને અન્ય બે આરોપીની સુરેન્દ્રનગરથી ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Surat News: હવે AI લેશે ડ્રાઇવિંગ ટેસ્ટ, જાણો ક્યારથી શરૂ થશે નવી સિસ્ટમ?

Read Full Story arrow_forward
Surat : RTOના નામે કોઇમ્બતુરના વૃદ્ધ સાથે 14.49 લાખની ઠગાઈ કરનારા ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે 10 આરોપીઓને ઝડપી પાડ્યા
calendar_today January 9, 2026

Surat : RTOના નામે કોઇમ્બતુરના વૃદ્ધ સાથે 14.49 લાખની ઠગાઈ કરનારા ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે 10 આરોપીઓને ઝડપી પાડ્યા

RTOના નામે APK લિંક મોકલી કોઇમ્બતુરના સિનિયર સિટિઝન સાથે 14.49 લાખ રૂપિયાની સાયબર ઠગાઈ કરનાર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ મામલે કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.પીડિતને RTO સંબંધિત હોવાનું કહી APK લિંક મોકલી પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીઓએ તમિલનાડુના કોઇમ્બતુર શહેરના એક સિનિયર સિટિઝને પોતાનો શિકાર બનાવ્યા હતા. ગત 9 સપ્ટેમ્બર 2025ના રોજ આરોપીઓએ પીડિતને RTO સંબંધિત હોવાનું કહી APK લિંક મોકલી હતી. લિંક ડાઉનલોડ કરતા જ પીડિતનો મોબાઇલ હેક થઈ ગયો હતો. એક પછી એક કરીને 14.49 લાખની ઉચાપત કરી મોબાઇલ હેક કર્યા બાદ આરોપીઓએ પીડિતના જુદાજુદા બેંક ખાતાઓમાંથી એક પછી એક કરીને કુલ રૂપિયા 14.49 લાખની ઉચાપત કરી હતી. આ તમામ રકમ આરોપીઓના અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીઓના ચાર દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મામલાની ગંભીરતા જોતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ કોઇમ્બતુર સિટી સાઇબર પોલીસ દ્વારા આરોપીઓના ચાર દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી વધુ તપાસ કરવામાં આવી રહી છે.  અજાણી APK લિંક ડાઉનલોડ ન કરે પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ અજાણી APK લિંક ડાઉનલોડ ન કરે અને શંકાસ્પદ કોલ કે મેસેજથી સાવચેત રહે. આ પણ વાંચો-----   Dhoraji માં ભૂકંપના આંચકાઓ વચ્ચે નગરપાલિકા દ્વારા જાગૃતિ અભિયાન, નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા

Read Full Story arrow_forward