android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: રાજ્યમાં કરૂણા અભિયાનનું આયોજન, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા મંત્રીની અપીલ
calendar_today January 9, 2026

Gujarat News: રાજ્યમાં કરૂણા અભિયાનનું આયોજન, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા મંત્રીની અપીલ

ઉત્તરાયણના તહેવારને આડે હવે 4 દિવસ જ રહ્યા છે.ત્યારે આકશ રંગબેરંગી પંતગોથી તો ભરાઇ જશે. પરંતુ આ આનંદ કોઇ અબોલ પક્ષી માટે જીવલેણ ન બને તે માટે ગુજરાત સરકાર સજ્જ થઇ છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં પક્ષીઓના રક્ષણ માટે આગામી 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરૂણ અભિયાનની જાહેરાત કરી છે. પતંગ-દોરીથી ઘાયલ થતાં પક્ષીઓના બચાવનું અભિયાન દર વર્ષે પતંગની કાચ પાયેલી દોરીથી હજારો પક્ષીઓ ઘાયલ થાય છે અથવા જીવ ગુમાવે છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા ખાસ હેલ્પલાઈન અને રેસ્ક્યુ સેન્ટરો કાર્યરત કરવામાં આવશે. જે પક્ષીઓ દોરીમાં ફસાઈ જાય કે ઘાયલ થાય, તેમને તાત્કાલિક સારવાર આપી જીવતદાન આપવું એ આ અભિયાનનું મુખ્ય લક્ષ્ય છે. ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા મંત્રીની અપીલ મંત્રી અર્જુન મોઢવાડિયાએ નાગરિકોને તહેવારની ઉજવણી સાથે સંવેદના જાળવી રાખવા માટે ખાસ વિનંતી કરી છે. પક્ષીઓ સવારના સમયે ખોરાક માટે નીકળતા હોય છે અને સાંજે માળામાં પરત ફરતા હોય છે. આથી, સવારે અને સાંજે પતંગ ન ચગાવવા અપીલ કરવામાં આવી છે. ચાઈનીઝ દોરી અને સિન્થેટિક માંજો પર્યાવરણ અને પક્ષીઓ માટે અત્યંત જોખમી છે. તેના ઉપયોગથી પક્ષીઓના પાંખ અને ગળા કપાઈ જવાની ઘટનાઓ વધુ બને છે, તેથી તેનો સદંતર ત્યાગ કરવો જોઈએ. રાજ્યમાં ‘કરૂણા અભિયાન’ યોજાશે તહેવારનો ઉમંગ ત્યારે જ સાર્થક ગણાય જ્યારે આપણી ખુશીમાં કોઈનો જીવ ન જાય. ‘કરૂણા અભિયાન’ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પણ એક સામાજિક જવાબદારી છે. જો આપને ક્યાંય પણ ઘાયલ પક્ષી જોવા મળે, તો તાત્કાલિક નજીકના કરૂણા હેલ્પલાઈન કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.આ પણ વાંચોઃ Gandhinagar: સ્પીપા ખાતે અટલ સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણીના ચોથા વ્યાખ્યાનનું આયોજન, રાજ્યના વિકાસને વેગ આપવા મંથન

Read Full Story arrow_forward
Morbi: આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયુ, ભાગીયા તરીકે કામ કરતા કામદારોને સરકાર તરફથી વળતર આપવામાં આવે તેવી માગ
calendar_today January 9, 2026

Morbi: આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયુ, ભાગીયા તરીકે કામ કરતા કામદારોને સરકાર તરફથી વળતર આપવામાં આવે તેવી માગ

મોરબી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયુ છે. આદિવાસી સમાજ રોજી રોટી મેળવતા આવતા હોય છે. આદિવાસી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓની રજૂઆત કરી છે.ભાગીયા તરીકે કામ કરતા કામદારોને સરકાર તરફથી વળતર આપવામાં આવે મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં આજે આદિવાસી સમાજ દ્વારા કમોસમી વરસાદના કારણે પાક નુકસાની થઈ હોય તો ભાગીયા તરીકે કામ કરતા કામદારોને સરકાર તરફથી વળતર આપવામાં આવે તેવી માગ આદિવાસી સમાજ દ્વારા કરાઇ છે. જંતુનાશક દવાઓ બિયારણો ખાતરોના ભાવમાં ઘટાડો કરવામાં આવે ઉપરાંત મોરબી જિલ્લામાં ભગવાન બિરસા મુંડાનું સ્ટેચ્યુ જાહેર માર્ગ પર મૂકવામાં આવે,, તૈયાર થયેલા પાકનો પોષણક્ષમ ભાવ આપવામાં આવે, જંતુનાશક દવાઓ બિયારણો ખાતરોના ભાવમાં ઘટાડો કરવામાં આવે, આદિવાસી કામદારોના બાળકોના ભવિષ્ય માટે એકલવ્ય સ્કૂલ અને હોસ્ટેલ ખોલવામાં આવે તથા બહારથી આવતા કામદારોનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવી લેબર એક્ટ મુજબ માલિકો અને કામદારોને લેખિત કરાર ફરજિયાત કરવામાં આવે તેવી માગ પણ કરાઇ છે. ખેતીમાં અને કારખાનાઓમાં સેફ્ટીના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે આ સાથે ખેતીમાં અને કારખાનાઓમાં સેફ્ટીના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે અને બેદરકારીના કારણે મોત થતાં અપરાધમાં માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે, કામકાજનો સમય 8 કલાકનો કરવામાં આવે જેવી વિવિધ માગણીઓ સાથે આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉપસ્થિત રહી અને આવેદનપત્ર આપી કલેકટરને રજૂઆત કરી હતી. આ પણ વાંચો-----    Dhoraji માં ભૂકંપના આંચકાઓ વચ્ચે નગરપાલિકા દ્વારા જાગૃતિ અભિયાન, નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા

Read Full Story arrow_forward
Ahmedabad News : ચાંદખેડામાં સામાન્ય બાબતે યુવક પર જીવલેણ હુમલો, 3 હુમલાખોરોની ધરપકડ
calendar_today January 9, 2026

Ahmedabad News : ચાંદખેડામાં સામાન્ય બાબતે યુવક પર જીવલેણ હુમલો, 3 હુમલાખોરોની ધરપકડ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ સ્કાયવોક ફ્લેટના બેઝમેન્ટમાં એક યુવકને ઢોર માર મારવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મયંક જોષી નામના યુવકને ફ્લેટના બેઝમેન્ટમાં આવવા જેવી નજીવી બાબતે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ તકરાર એટલી હદે વધી ગઈ હતી કે આરોપીઓએ ઉશ્કેરાઈને મયંક પર હિંસક હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.ચાંદખેડા હુમલા કેસમાં પોલીસની એક્શન આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ ચાંદખેડા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરી તપાસ તેજ કરી હતી, જેમાં આકાશ ઠક્કર, હીરેન સોલંકી અને ક્રિષ્ના ઉર્ફે કાનો બોરાણા નામના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ શા માટે આટલો ઉગ્ર હુમલો કર્યો તે દિશામાં પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે પોલીસે સુરક્ષા વ્યવસ્થા અને આવા અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવવાની ખાતરી આપી છે. આ પણ વાંચો : Gandhinagar News : ભૂકંપના આંચકાથી ડરશો નહીં, સિસ્મોલોજી વિભાગે જણાવ્યું આંચકા પાછળનું અસલી કારણ

Read Full Story arrow_forward