android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway News :  ઉત્તર પશ્ચિમ રેલવેના કિશનગઢ સ્ટેશન પર પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસને મળ્યું વધારાનું સ્ટોપેજ
calendar_today January 9, 2026

Railway News : ઉત્તર પશ્ચિમ રેલવેના કિશનગઢ સ્ટેશન પર પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસને મળ્યું વધારાનું સ્ટોપેજ

આ ક્રમમાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા સંચાલિત ટ્રેન નંબર 19269 / 19270 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસને રાજસ્થાનના કિશનગઢ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. તેનું કિશનગઢ સ્ટેશન પર આગમન સમય 20:11 કલાક અને પ્રસ્થાન સમય 20:13 કલાક નક્કી કરવામાં આવ્યું છે. આ ઠેરાવ પ્રયોગાત્મક આધારે આપવામાં આવ્યો છે અને આગામી આદેશ સુધી અમલમાં રહેશે. આ વધારાના ઠેરાવથી કિશનગઢ તથા આસપાસના વિસ્તારોના મુસાફરોને આવાગમનમાં નોંધપાત્ર સુવિધા મળશે. ટ્રેનના સ્ટોપેજને લઈ માહિતી •ટ્રેન નંબર 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ, જે પોરબંદરથી તારીખ 09 જાન્યુઆરી, 2026થી પ્રસ્થાન કરશે, તેનું કિશનગઢ સ્ટેશન પર આગમન સમય 12:22 કલાક અને પ્રસ્થાન સમય 12:24 કલાક રહેશે. •એ જ રીતે ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર–પોરબંદર એક્સપ્રેસ, જે મુઝફ્ફરપુરથી તારીખ 11 જાન્યુઆરી, 2026થી પ્રસ્થાન કરશે, આ પણ વાંચો : Rajkot News : VGRC રાજકોટમાં 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે, 1800થી વધુ B2B મીટિંગો આયોજિત થશે

Read Full Story arrow_forward
Agriculture News : બરવાળા ખાતે ઉકરડો/દેશી છાણીયું ખાતર તથા ઘન કચરાની જાહેર હરરાજી યોજાશે
calendar_today January 9, 2026

Agriculture News : બરવાળા ખાતે ઉકરડો/દેશી છાણીયું ખાતર તથા ઘન કચરાની જાહેર હરરાજી યોજાશે

આ હરરાજી દ્વારા ઉકરડો/દેશી છાણીયું ખાતર તેમજ ઘન કચરો જેમ કે પ્લાસ્ટિક, કાગળ અને અન્ય પુનઃઉપયોગી સામગ્રીનો નિકાલ કરવામાં આવશે. પાત્ર અને રસ ધરાવતાં વ્યક્તિઓ અથવા સંસ્થાઓ આ જાહેર હરરાજીમાં ભાગ લઈ શકે છે. જાહેર હરરાજી તારીખ ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે પાણી પુરવઠાના સંપ, બરવાળા–બોટાદ હાઇવે પર સ્થિત મુ.ખાંભડા તાલુકો બરવાળા, જિલ્લો બોટાદ ખાતે યોજાશે. હરરાજી માટેનો અંદાજિત જથ્થો અંદાજે 160 મેટ્રિક ટનનો છે જેમાં પરિસ્થિતિ અનુસાર વધારો અથવા ઘટાડો શક્ય છે. હરરાજી "જેવું છે તેવી સ્થિતિમાં" કરવામાં આવશે. અપસેટ કિંમત રૂપિયા ૫૦,૦૦૦ નક્કી કરવામાં આવી છે અને બોલી રૂપિયા ૧૦૦૦ના ગુણાંકમાં બોલવાની રહેશે. સર્વોચ્ચ બોલી ધરાવનારને સફળ જાહેર કરવામાં આવશે, જો કે સક્ષમ સત્તાધિકારીને કોઈપણ કારણસર હરરાજી રદ કરવાનો અથવા સ્વીકાર ન કરવાનો સંપૂર્ણ અધિકાર રહેશે. આ હરાજીમાં સફળ થનાર વ્યકિતએ 25 ટકા રકમ સ્થળ પર આપવાની રહેશે હરરાજીમાં સફળ થનાર વ્યક્તિ અથવા સંસ્થાએ કુલ રકમમાંથી ૨૫ ટકા રકમ સ્થળ પર જ જમા કરાવવાની રહેશે, જ્યારે બાકીની રકમ તા. ૧૯/૦૧/૨૦૨૬ સુધીમાં ગ્રામ અથવા તાલુકા પંચાયત ખાતે ભરવાની રહેશે. રકમ ભર્યા બાદ એક દિવસની અંદર સમગ્ર ઉકરડો/દેશી છાણીયું ખાતર તથા ઘન કચરો પોતાનાં ખર્ચે, જોખમે અને જવાબદારી પર ઉઠાવી જવાનો રહેશે. હરરાજી સંબંધિત કોઈપણ વિવાદ અંગે સક્ષમ સત્તાધિકારીનો નિર્ણય અંતિમ અને બંધનકારક રહેશે. વધુ વિગતો અથવા માહિતી માટે કચેરી સમય દરમિયાન પ્રાંત કચેરી, બરવાળા ખાતે સંપર્ક કરવા બરવાળા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ પણ વાંચો : Rajkot News : VGRC રાજકોટમાં 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે, 1800થી વધુ B2B મીટિંગો આયોજિત થશે

Read Full Story arrow_forward
Dhoraji માં ભૂકંપના આંચકાઓ વચ્ચે નગરપાલિકા દ્વારા જાગૃતિ અભિયાન,  નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા
calendar_today January 9, 2026

Dhoraji માં ભૂકંપના આંચકાઓ વચ્ચે નગરપાલિકા દ્વારા જાગૃતિ અભિયાન, નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સતત ધરતીકંપના આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં નાગરિકોને સાવચેત અને જાગૃત રાખવા માટે ધોરાજી નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા છે.એક વ્યક્તિને માઇક સાથે વિવિધ વિસ્તારોમાં ફરતા રાખવામાં આવ્યો આજરોજ ધોરાજી નગરપાલિકા દ્વારા નગરપાલિકાની વાહનમાં એક વ્યક્તિને માઇક સાથે વિવિધ વિસ્તારોમાં ફરતા રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ભૂકંપના આંચકા આવે ત્યારે કઈ પ્રકારની સાવચેતી રાખવી, ઘરમાં કે બહાર કેવી રીતે સુરક્ષિત રહેવું તેમજ અફરાતફરી ન મચાવવાની સૂચનાઓ જાહેર જનતાને આપવામાં આવી હતી. ધોરાજી ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું નગરપાલિકા દ્વારા શહેર ઉપરાંત ધોરાજી ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ, કોઈપણ આપત્તિ સમયે લોકો યોગ્ય માર્ગદર્શનથી જ સુરક્ષિત રહી શકે, તે હેતુસર આ પગલું લેવામાં આવ્યું છે. નગરપાલિકાના આ પ્રયાસને આવકાર્યો સ્થાનિક નાગરિકોએ નગરપાલિકાના આ પ્રયાસને આવકાર્યો છે અને આવી જાગૃતિથી લોકોમાં ભય ઘટી સાવચેતી વધશે તેવી આશા વ્યક્ત કરી છે. આ પણ વાંચો----   Jetpur: લુણાસરી ગામ બન્યું ભૂકંપનું એપી સેન્ટર, અત્યાર સુધીમાં એક બાદ એક આવ્યા 12 ભૂકંપના આંચકા

Read Full Story arrow_forward