android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sridhar Vembu Divorce Dispute : ભારતનો સૌથી મોંઘા ડિવોર્સ? ઝોહોના સ્થાપક સામે ₹15,000 કરોડનો બોન્ડ
calendar_today January 9, 2026

Sridhar Vembu Divorce Dispute : ભારતનો સૌથી મોંઘા ડિવોર્સ? ઝોહોના સ્થાપક સામે ₹15,000 કરોડનો બોન્ડ

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં છૂટાછેડાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે એક એવો કેસ સામે આવ્યો છે, જેણે બિઝનેસ જગત અને સામાન્ય લોકો બંનેને ચોંકાવી દીધા છે. ઝોહો કોર્પોરેશનના સહ-સ્થાપક અને ટેક ઉદ્યોગના જાણીતા નામ શ્રીધર વેમ્બુ અને તેમની ભૂતપૂર્વ પત્ની પ્રમિલા શ્રીનિવાસન વચ્ચે ચાલી રહેલો ડિવોર્સ કેસ હાલમાં US કોર્ટમાં ચાલી રહ્યો છે. આટલા બિલિયનનો બોન્ડ જમા કરવવાનો આદેશ આ કેસમાં કેલિફોર્નિયાની સુપિરિયર કોર્ટે શ્રીધર વેમ્બુને અંદાજે $1.7 બિલિયન (₹15,000 કરોડથી વધુ) નો બોન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટને શંકા છે કે ડિવોર્સની કાર્યવાહી દરમિયાન વૈવાહિક સંપત્તિનું ગેરરીતે ટ્રાન્સફર થઈ શકે છે, જેથી આ કડક પગલું લેવામાં આવ્યું છે. પ્રમિલાનો આરોપ પ્રમિલા શ્રીનિવાસને આરોપ લગાવ્યો છે કે શ્રીધર વેમ્બુએ લગ્ન દરમિયાન બનાવેલી ઝોહો કંપનીમાં પોતાની મોટી હિસ્સેદારી ગુપ્ત રીતે અન્ય એન્ટિટીમાં ટ્રાન્સફર કરી દીધી. તેમના કહેવા મુજબ, આ એન્ટિટી શ્રીધરના લાંબા સમયથી સહયોગી સાથે જોડાયેલી છે. આ ટ્રાન્સફર ત્રણ તબક્કામાં કરવામાં આવ્યો હોવાનું પણ દાવો કરવામાં આવ્યો છે. પોતાની આવકથી કર્યો સ્પોર્ટ પ્રમિલાનું કહેવું છે કે તેમણે પોતાની આવકથી શ્રીધરને સપોર્ટ કર્યો હતો જેથી તેઓ નોકરી છોડી પોતાનો બિઝનેસ કરી શકે. પરંતુ છૂટાછેડા માટે અરજી કર્યા બાદ જ તેમને ખબર પડી કે કંપનીમાં શ્રીધર માત્ર 5 ટકા હિસ્સો હોવાનો દાવો કરે છે, જ્યારે બાકીની મોટાભાગની માલિકી તેમના ભાઈ-બહેનો પાસે છે.  શ્રીધર વેમ્બુએ આરોપોને નકારી કાઢયા બીજી તરફ, શ્રીધર વેમ્બુએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમનો દાવો છે કે ઝોહોમાં તેમનો હિસ્સો શરૂઆતથી જ માત્ર 5 ટકા રહ્યો છે. ફોર્બ્સ 2025 ની યાદી અનુસાર, વેમ્બુ અને તેના ભાઈ-બહેનો (જેઓ હવે કંપનીના મોટાભાગના શેર (80 ટકાથી વધુ) ધરાવે છે) ની કુલ સંપત્તિ $6 બિલિયન છે. લગભગ ત્રીસ વર્ષના લગ્નજીવન અને યુએસમાં એક પુત્રનો ઉછેર કર્યા પછી, વેમ્બુ 2019 ના અંતમાં ભારત પરત ફર્યા. છૂટાછેડાની કાર્યવાહી 2021 માં શરૂ થઈ. મોટા કોર્પોરેટ ફેરફારો કોર્ટએ આ મામલે ઝોહોની વિવિધ એન્ટિટીઝ પર નજર રાખવા માટે એક રીસીવરની નિમણૂક પણ કરી છે અને મોટા કોર્પોરેટ ફેરફારો પર પ્રતિબંધ મૂક્યો છે. જો કોર્ટનો અંતિમ ચુકાદો વેમ્બુ વિરુદ્ધ આવે છે, તો આ ડિવોર્સ ભારતના સૌથી મોંઘા છૂટાછેડામાં સ્થાન મેળવી શકે છે.આ પણ વાંચો : Knowledge : કૃષ્ણા નદી કેમ ઓળખાય છે ‘ડાયમંડ નદી’ તરીકે? જાણો ઇતિહાસ

Read Full Story arrow_forward
BMC Election 2026: ચૂંટણી વચ્ચે બીજેપીની મોટી કાર્યવાહી, પાર્ટીએ 26 કાર્યકર્તાઓને હાંકી કાઢ્યા
calendar_today January 9, 2026

BMC Election 2026: ચૂંટણી વચ્ચે બીજેપીની મોટી કાર્યવાહી, પાર્ટીએ 26 કાર્યકર્તાઓને હાંકી કાઢ્યા

બીએમસી ઇલેક્શન વચ્ચે મુંબઇમાં બીજેપીએ પોતાના કાર્યકર્તાઓ પર મોટુ એક્શન લીધુ છે. બીજેપી મુંબઇ અધ્યક્ષ અમિત સાટમએ પાર્ટી વિરોધી કાર્યનો હવાલો આપીને 26 કાર્યકર્તાઓને બહારને રસ્તો બતાવ્યો છે. આ 26 કાર્યકર્તાઓને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. અમિત સાટમે જાહેર કરી નોટિસ અમિત સાટમ દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં જણાવાયું છે કે વારંવાર ખાતરી આપવા છતાં, 2026 ની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મહાયુતિના ઉમેદવારને સહકાર ન આપવા બદલ આ કાર્યકરોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નોટિસ ગુરુવાર, 8 જાન્યુઆરીના રોજ જાહેર  કરવામાં આવી હતી.નોટિસમાં 26 કામદારોના નામ નીચે મુજબ છે:1. આશાવરી પાટીલ2. મુક્તા મહેશ પટેલ 3. સુચિત્રા નાઈક 4. જૈમુર્ગન નાદર 5. દિવેશ યાદવ 6. અયોધ્યા પંથક 7. સુચિત્રા સંદિપ જાધવ 8. કે. રાકેશ કોહેલો 9. દિવ્યા ઢોલે 10. ઉર્મિલા ગુપ્તા 11. સુષ્મા દેશમુખ 12. સ્નેહાલી વાડેકર 13. પ્રિયા પ્રવિણ મારગજ 14. પ્રવિણ મારગજ 15. સંગીતા ખુટવડ 16. પ્રશાંત ઠાકુર 17. ધનશ્રી અજય બાગલ 18. વિનિત સિંહ 19. સરબતજીત સિંહ સંધુ 20. અમિત શેલાર 21. શોભા સલગાંવકર 22. મોહન અંબેકર 23. સુશીલ સિંહ 24. નેહલ શાહ 25. સિદ્ધેશ કોયંદે 26. જાન્હવી રાણેકેમ પાર્ટીએ કર્યા સસ્પેન્ડ ? 2026 માં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક તાકાત અને શિસ્ત જાળવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. અમિત સાટમ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે સંબંધિત કાર્યકરોને વારંવાર ચેતવણી આપવા છતાં તેઓએ અધિકૃત મહાયુતિ ઉમેદવારોને સહકાર આપ્યો ન હતો. પક્ષના નેતૃત્વ અનુસાર આ વર્તન પક્ષની નીતિ, શિસ્ત અને ચૂંટણી વ્યૂહરચના વિરુદ્ધ છે, તેથી જ આ કાર્યવાહી કરવામાં આવી છે.આ પણ વાંચો- Ruchak Rajyog: 7 દિવસ બાદ મંગળ ચમકાવશે આ રાશિની કિસ્મત, નોકરી ધંધામાં થશે પ્રગતિ

Read Full Story arrow_forward
Amreli News: પીઠડ માતાજીના મંદિરમાં લાખોની ચોરી
calendar_today January 9, 2026

Amreli News: પીઠડ માતાજીના મંદિરમાં લાખોની ચોરી

અમરેલી જિલ્લામાં ફરી એકવાર તસ્કરોએ ધાર્મિક સ્થાનોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામમાં આવેલા સુપ્રસિદ્ધ પીઠડ માતાજીના મંદિરમાં મોડી રાત્રે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. મંદિરમાંથી માતાજીના સોના-ચાંદીના કિંમતી છતરની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે. સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.તાળું તોડી મંદિરમાં પ્રવેશ્યો ચોર ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામમાં આવેલા પીઠડ માતાજીના મંદિરમાં મોડી રાત્રિના સમયે એક શખ્સ ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો. તસ્કરે મંદિરની લોખંડની જાળીનું તાળું તોડી ગર્ભગૃહ સુધી પહોંચ્યો હતો. ચોરે માતાજીના શણગારમાં રહેલા ચાંદીના મોટા છતર અને સોનાના નાના છતર સહિતની કિંમતી ચીજવસ્તુઓની ઉઠાંતરી કરી હતી. સવારે જ્યારે પૂજારી અને ગ્રામજનો મંદિરે પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. સીસીટીવીમાં ચોરીની ઘટના કેદ મંદિરમાં ચોરીની ઘટનાને પગલે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. ચોરી કરનાર શખ્સ મંદિરમાં ચોરી કરતો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઘટનાની જાણ થતા જ સાવરકુંડલા તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને ચોરની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. ભક્તોમાં ભારે રોષ પીઠવડી ગામમાં પીઠડ માતાજીના મંદિરમાં થયેલી આ ચોરીને પગલે સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તસ્કરને વહેલી તકે ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક લોકો ચોરીની ઘટનામાં વધારો થવાને પગલે પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી માગ કરી રહ્યા છે. આ પણ વાંચો - Amreli News : લીલીયામાં કાળમુખો ખાડો, બાઇક ખાબકતા એકનું મોત, બે મહિલાઓ ગંભીર ઇજાગ્રસ્ત

Read Full Story arrow_forward