android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: આજથી રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિરનો પ્રારંભ, વર્ષ 2014 બાદ ભારતના માઇનિંગ સેક્ટરમાં પરિવર્તન આવ્યુંઃ CM
calendar_today January 9, 2026

Gandhinagar: આજથી રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિરનો પ્રારંભ, વર્ષ 2014 બાદ ભારતના માઇનિંગ સેક્ટરમાં પરિવર્તન આવ્યુંઃ CM

દેશના આર્થિક વિકાસને વેગ આપવા અને ખનીજ ક્ષેત્રે નવીનતમ તકો શોધવા માટે આજથી ગાંધીનગરમાં રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને માઇનિંગ સેક્ટરના ભવિષ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં તેની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખનિજ ક્ષેત્ર એ આર્થિક વિકાસનો આધાર સ્તંભ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે, ખનિજ સંપત્તિ એ કોઈપણ દેશના વિકાસનો મજબૂત આધાર સ્તંભ છે. ખાસ કરીને નવા ભારતના નિર્માણ માટે માઇનિંગ સેક્ટર અત્યંત નિર્ણાયક છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2014 બાદ દેશના માઇનિંગ સેક્ટરમાં નીતિગત પરિવર્તનો આવ્યા છે, જેના કારણે આ ક્ષેત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધી છે. આ પરિવર્તનો આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની કડી સાબિત થઈ રહ્યા છે. વિકાસ અને પર્યાવરણનું સંતુલન સીએમ ભૂપેન્દ્ર પટેલે આ શિબિરમાં એક ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવતા કહ્યુ કે પ્રકૃતિના વિનાશથી ક્યારેય સાચો વિકાસ થઇ શકે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું કે આપણી પાસે રહેલી પ્રાકૃતિક સંપત્તિનો ઉપયોગ એવી રીતે થવો જોઇએ કે જે રાષ્ટ્રના હિતમાં હોય અને સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય.વિકાસના નામે કુદરતી સંસાધનોનો આંધળો ઉપયોગ જોખમી બની શકે છે.જેથી સંતુલિત વિકાસ જ શ્રેષ્ઠ માર્ગ છે. પરિવર્તન અને ભવિષ્યની રાહ છેલ્લા કેટલાંક વર્ષોમાં ખાણ અને ખનીજ ક્ષેત્રમાં આવેલા ટેકનોલોજીકલ અને ડિજિટલ ફેરફારોની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યુ હતુ કે દરેક સેક્ટર હવે આત્મનિર્ભર બનવા માટે સજ્જ થઇ રહ્યુ છે. આ શિબિર દ્વારા ખનિજ સંપત્તિના મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ માટેના નવા આયામો ખુલશે. આ પણ વાંચોઃ Rajkot News : ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, 24 કલાકમાં નાના-મોટા 16 આંચકાથી ફફડાટ

Read Full Story arrow_forward
JEE Main New Schedule : પેપર-1 અને પેપર-2 માટે નવી તારીખો જાહેર, આ રીતે ડાઉનલોડ કરો સિટી સ્લિપ
calendar_today January 9, 2026

JEE Main New Schedule : પેપર-1 અને પેપર-2 માટે નવી તારીખો જાહેર, આ રીતે ડાઉનલોડ કરો સિટી સ્લિપ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા JEE Main 2026 સેશન-1 ની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવી છે. પરીક્ષાના શહેરોની વિગતો (સિટી સ્લિપ) જાહેર કર્યા બાદ, એજન્સીએ પરીક્ષાના સત્તાવાર સમયપત્રકમાં આંશિક ફેરફાર કર્યો છે. અગાઉ આ પરીક્ષા 21 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે યોજાવાની હતી, પરંતુ હવે તેમાં એક દિવસનો ઘટાડો કરવામાં આવ્યો છે. સુધારેલા શિડ્યુલ મુજબ, હવે JEE Main સેશન-1 ની પરીક્ષાઓ 21 જાન્યુઆરીથી શરૂ થઈને 29 જાન્યુઆરી, 2026 ના રોજ પૂર્ણ થશે.જાણો નવું શેડ્યૂલ પરીક્ષાના ક્રમની વાત કરીએ તો, પેપર-1 (B.E/B.Tech) માટેની પરીક્ષાઓ 21 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી દરમિયાન વિવિધ તારીખોએ યોજાશે. જેમાં 21, 22, 23, 24 અને 28 જાન્યુઆરીના રોજ મુખ્ય વિષયોની પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ, છેલ્લે 29 જાન્યુઆરીના રોજ પેપર-2 (A) અને પેપર-2 (B) એટલે કે B.Arch અને B.Planning માટેની પરીક્ષા લેવામાં આવશે. આ તમામ પરીક્ષાઓ બે શિફ્ટમાં લેવામાં આવશે, જેમાં પ્રથમ શિફ્ટ સવારે 9 થી 12 અને બીજી શિફ્ટ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીની રહેશે. એક દિવસ ઓછી ચાલશે પરીક્ષા જે ઉમેદવારોએ હજુ સુધી પોતાની એક્ઝામ સિટી સ્લિપ ડાઉનલોડ નથી કરી, તેઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પોતાનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને તે મેળવી શકે છે. એડમિટ કાર્ડ પણ ટૂંક સમયમાં જ આ જ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ બદલાયેલા સમયપત્રક મુજબ પોતાની મુસાફરી અને રિવિઝનનું આયોજન કરે જેથી પરીક્ષાના દિવસે કોઈ મુશ્કેલી ન પડે. આ પણ વાંચો : Surat ની કોલેજોમાં અસામાજિક તત્વોનો બેફામ આતંક, અમરોલી કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર હુમલો

Read Full Story arrow_forward
Surat News : સુરતમાં નકલીનો ખેલ યથાવત, ઝોન 1 LCB દ્વારા ડુપ્લિકેટ દોરીનું ગોડાઉન ઝડપી પડાયું
calendar_today January 9, 2026

Surat News : સુરતમાં નકલીનો ખેલ યથાવત, ઝોન 1 LCB દ્વારા ડુપ્લિકેટ દોરીનું ગોડાઉન ઝડપી પડાયું

સુરતમાં ડીસીપી ઝોન 1ની એલસીબી ટીમે ડુપ્લિકેટ દોરીનું ગોડાઉન ઝડપી પાડયું છે, વરાછા વિસ્તારમાંથી આ ગોડાઉન ઝડપાયું છે અને પોલીસે બાતમીના આધારે દરોડા પાડયા છે, પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે, આ કેસમાં અનેક ખુલાસા થવાની શકયતા છે. DCP ઝોન 1 LCB દ્વારા ડુપ્લિકેટ દોરીનું ગોડાઉન ઝડપી પડાયું વરાછા વિસ્તારમાંથી ઝડપાયું ડુપ્લિકેટ દોરીનું ગોડાઉન અને પોલીસે 41 લાખની ડુપ્લિકેટ દોરી ઝડપી પાડી છે, સમગ્ર ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી અને ડુપ્લિકેટ દોરીનું કૌંભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, પોલીસે કુલ મળીને બોબીન 5310 નંગ જેની કિંમત 41 લાખ થાય છે.અલગ અલગ કંપની સ્ટીકરો લગાવી બજારમાં વેચાણ કરતા હતા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ અલગ-અલગ કંપનીના સ્ટીકર લગાવીને બજારમાં તેનું વેચાણ કરતા હતા, 1100નું બોબીન 300 રૂપિયામાં વેચાણ કરતા હોવાની વાત સામે આવી છે, અને ઓછા રૂપિયામાં આપીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હતા, અત્યાર સુધી કોને કોને આ દોરી વેચાણ કરવામાં આવી અને કયાં વેપારીઓને બજારમાં આ દોરી અપાઈ છે તેને લઈ તપાસ શરૂ કરાઈ છે. આ પણ વાંચો : Gir Somnath News : સોમનાથ મંદિરના માધ્યમથી 363 મહિલાઓને વર્ષે રૂ.9 કરોડની મળે છે રોજગારી

Read Full Story arrow_forward