android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ઉત્તરાયણના મુખ્ય તહેવારના દિવસોમાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓમાં તીવ્ર વધારો થવાનું અનુમાન
calendar_today January 9, 2026

Ahmedabad News : ઉત્તરાયણના મુખ્ય તહેવારના દિવસોમાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓમાં તીવ્ર વધારો થવાનું અનુમાન

આ તહેવાર આનંદ, એકતા અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિક છે. જોકે, પતંગ ઉડાવવા દરમિયાન ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના દોરા—ખાસ કરીને તીખા અને ઘર્ષક દોરા—પક્ષીઓ અને માર્ગરખડુ પ્રાણીઓના જીવન માટે ગંભીર જોખમ સર્જે છે. ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરામાં ફસાવાના કારણે પક્ષીઓ અને પ્રાણીઓના ઇજાગ્રસ્ત થવાના કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે, જેના કારણે તાત્કાલિક સારવારની જરૂરિયાત ઊભી થાય છે. 20 જાન્યુઆરી દરમિયાન એક વિશેષ અભિયાન “કરુણા અભિયાન” ચલાવવામાં આવે છેઆ પુનરાવર્તિત સમસ્યાને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના સહયોગથી દર વર્ષે 1 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન એક વિશેષ અભિયાન “કરુણા અભિયાન” ચલાવવામાં આવે છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ઉત્તરાયણ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓ અને પ્રાણીઓ માટે સમયસર બચાવ, તાત્કાલિક પ્રતિસાદ અને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાનો છે. ઉત્તરાયણ 2026 માટે અનુમાન આધારિત તૈયારી ગત વર્ષોના આંકડાઓના વિશ્લેષણ અને જાન્યુઆરી 2026 માટેના અનુમાનના આધારે, ઉત્તરાયણના મુખ્ય તહેવારી દિવસોમાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓમાં તીવ્ર વધારો થવાની શક્યતા છે •14 જાન્યુઆરી 2026ના રોજ સામાન્ય દિવસોની સરખામણીમાં 58.85% વધારો નોંધાવાની શક્યતા છે (સામાન્ય દિવસો: 1036 | અનુમાનિત કેસ: 1645) •15 જાન્યુઆરી 2026ના રોજ સામાન્ય દિવસોની સરખામણીમાં 73.72% વધારો થવાની શક્યતા છે (સામાન્ય દિવસો: 1036 | અનુમાનિત કેસ: 1799) પ્રાણી સંબંધિત ઇમરજન્સી •14 જાન્યુઆરી 2026ના રોજ સામાન્ય દિવસોની સરખામણીમાં 3.31% ઘટાડો (977 કેસ) નોંધાવાની શક્યતા છે (સામાન્ય દિવસો: 1010) •જ્યારે 15 જાન્યુઆરી 2026ના રોજ 35.58% વધારો (1370 કેસ) નોંધાવાની શક્યતા છે (સામાન્ય દિવસો: 1010) પક્ષી સંબંધિત ઇમરજન્સી •14 જાન્યુઆરી 2026ના રોજ સામાન્ય દિવસોની સરખામણીમાં 2555% નો ભારે વધારો (668 કેસ) (સામાન્ય દિવસો: 25) •15 જાન્યુઆરી 2026ના રોજ 1605% નો વધારો (429 કેસ) નોંધાવાની શક્યતા છે (સામાન્ય દિવસો: 25) આ દરમિયાન મેટ્રો અને શહેરી જિલ્લાઓમાં સૌથી વધુ વધારો જોવા મળશે ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર જિલ્લાઓમાં પતંગ ઉડાવવાની ભારે પ્રવૃત્તિના કારણે વધુ કેસ નોંધાવાની શક્યતા છે. અનુમાનિત વધારાને ધ્યાનમાં રાખીને અને પશુપાલન વિભાગના માર્ગદર્શન હેઠળ •ઉત્તરાયણ દરમિયાન સમગ્ર ગુજરાતમાં 86 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે •જે હાલ રાજ્યના 31 જિલ્લાઓમાં કાર્યરત 37 એમ્બ્યુલન્સની સરખામણીમાં નોંધપાત્ર વધારો છે •ઝડપી પ્રતિસાદ અને અસરકારક સારવાર માટે વધારાનો સ્ટાફ, તબીબી સાધનો, બચાવ ઉપકરણો અને સંકલન વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવી છે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા ઉત્તરાયણ દરમિયાન હાઈ એલર્ટ પર રહેશે, ખાસ કરીને શહેરી અને મેટ્રો વિસ્તારોમાં પ્રતિસાદ સમય ઘટાડવા અને વધુ જીવન બચાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. નાગરિકોને વિનંતી કરવામાં આવે છે •પર્યાવરણમૈત્રી અને સુરક્ષિત પતંગના દોરાનો ઉપયોગ કરે •કોઈપણ ઇજાગ્રસ્ત પક્ષી અથવા પ્રાણી જોવા મળતાં તાત્કાલિક 1962 પર ફોન કરે •તહેવાર દરમિયાન બચાવ ટીમોને સહકાર અને સંવેદનશીલતા દર્શાવે કરુણા અભિયાન 2026 પ્રાણીઓના કલ્યાણ અને સંવેદનશીલ શાસન પ્રત્યે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે, જેથી ઉત્તરાયણનો આનંદ જવાબદારીપૂર્વક ઉજવાય અને નિર્વાચ્ય પક્ષીઓ તથા પ્રાણીઓના જીવનનું રક્ષણ થાય. આ પણ વાંચો : Surat News : સુરતમાં નકલીનો ખેલ યથાવત, ઝોન 1 LCB દ્વારા ડુપ્લિકેટ દોરીનું ગોડાઉન ઝડપી પડાયું

Read Full Story arrow_forward
Vadodara News: "દીવા તળે અંધારું", ખુદ મેયરના વોર્ડમાં જ પાણીનો કકળાટ
calendar_today January 9, 2026

Vadodara News: "દીવા તળે અંધારું", ખુદ મેયરના વોર્ડમાં જ પાણીનો કકળાટ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં ચોવીસ કલાક પાણી આપવાના મોટા-મોટા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. વડોદરાના મેયર પિન્કીબેન સોનીના પોતાના જ વોર્ડમાં છેલ્લા 10 દિવસથી પાણીની વિકટ સમસ્યા સર્જાતા રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. આજવા રોડ પર આવેલા દત્તનગરના રહીશોએ આજે રોડ પર ઉતરી, માટલા ફોડી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.10 દિવસથી ટીપું પાણી નથી - રહીશો વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા દત્તનગર વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી પાણીની સમસ્યાને લઈને નાગરિકો હેરાન-પરેશાન છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર, પહેલા કચરાવાળું અને ગંદુ પાણી આવતું હતું, પરંતુ હવે તો એ પણ આવતું બંધ થઈ ગયું છે. પીવાના પાણી માટે મહિલાઓને દૂર-દૂર સુધી વલખા મારવા પડી રહ્યા છે. નગરસેવકોના ઉદ્ધત જવાબ: "ફોન નહીં કરવાનો" રહીશોનો સૌથી મોટો આક્ષેપ એ છે કે, જ્યારે તેઓ પોતાની સમસ્યા લઈને સ્થાનિક નગરસેવકોને ફોન કરે છે, ત્યારે તેમને સંતોષકારક જવાબ આપવાને બદલે "અમને ફોન નહીં કરવાનો" તેવું કહીને ઉતારી પાડવામાં આવે છે. ખુદ મેયરના જ વોર્ડમાં જો નગરસેવકો આવો વ્યવહાર કરતા હોય, તો સામાન્ય જનતા ક્યાં જાય તેવા વેધક સવાલો ઉઠી રહ્યા છે. ટેન્કરના ભરોસે જિંદગી: પાણી માટે મહિલાઓ વચ્ચે ઝઘડા વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ આ વિસ્તારમાં માત્ર બે ટેન્કર મોકલવામાં આવે છે. આખા વિસ્તાર વચ્ચે માત્ર બે ટેન્કર હોવાથી પાણી ભરવા માટે મહિલાઓ વચ્ચે ભારે ઝઘડા અને ખેંચતાણના દ્રશ્યો સર્જાય છે. વિરોધ કરી રહેલી મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે, "પાણી નહીં તો વોટ નહીં". આ સાથે "મેયર પિન્કી સોની હાય હાય"ના નારા પણ મહિલાઓએ લગાવ્યા હતા. મેયરના જ વોર્ડમાં જો નાગરિકોને પાણી માટે વલખા મારવા પડતા હોય, તો બાકીના શહેરની પરિસ્થિતિ કેટલી ગંભીર હશે તે વિચારીને વડોદરાવાસીઓમાં ચર્ચા જાગી છે. આ પણ વાંચો - Vadodara News : લો બોલો, ફૂડ વિભાગની ટીમ પાણીપુરીનું ચેકિંગ કરવા ગઈ તો લવ્લી સ્વીટમાંથી 13,200 કિલો અખાદ્ય મીઠાઈનો જથ્થો મળી આવ્યો

Read Full Story arrow_forward
Makar Sankranti 2026 : દાદા અને પિતા બાદ દીકરીઓના હાથમાં પતંગની ડોર, સુરતના એક જ પરિવારની ત્રીજી પેઢીની 8 બહેનો ચલાવે છે પતંગનો વ્યવસાય
calendar_today January 9, 2026

Makar Sankranti 2026 : દાદા અને પિતા બાદ દીકરીઓના હાથમાં પતંગની ડોર, સુરતના એક જ પરિવારની ત્રીજી પેઢીની 8 બહેનો ચલાવે છે પતંગનો વ્યવસાય

૩૫ વર્ષથી પતંગ વ્યવસાય સાથે જોડાયેલા રમજુબેન પતંગવાલા તેમના દાદા અને પિતા બાદ હવે અન્ય ૭ બહેનો સાથે મળીને પતંગ વ્યવસાયની ડોર સંભાળી રહી છે. આ એક જ પરિવારની ૮ બહેનોની ત્રીજી પેઢી ૭૫ વર્ષ જુનો પતંગ વ્યવસાય આગળ ધપાવી રહી છે. આ વિષે વધુ જણાવતાં રમજુબેન કહે છે કે, અમે બધી બહેનો સાથે મળીને વારસાગત વ્યવસાયમાં આગળ વધ્યા છીએ. સુરતી રંગીન કાગળ અને સુપર વ્હાઇટ કાગળમાંથી બને છે નાનપણથી જ ઘરમાં પિતાને આ કામ કરતા જોયા હતા એટલે પતંગનાં વ્યવસાય સાથે અમારી લાગણીઓ જોડાયેલી છે. અમે થોડા મહિના પતંગ બનાવવાની મજૂરી કામ કર્યા બાદ જુન-જુલાઈથી અમારા પોતાના પતંગ બનાવવાનું શરુ કરી દઈએ છીએ. અને શરૂઆતમાં રોજના ૬-૮ કલાક અને ઉત્તરાયણ નજીક આવતા રોજનાં ૧૦-૧૨ કલાક કામ કરીએ છીએ. તેઓ કહે છે કે, સાવ સામાન્ય દેખાતા પતંગ પાછળ ઘણાં લોકોની કુશળતા અને સખત મહેનત હોય છે. આ પતંગો ખાસ કોલકાતાથી આવતા સુરતી રંગીન કાગળ અને સુપર વ્હાઇટ કાગળમાંથી બને છે. સૌ પ્રથમ કાગળની શીટ ગોઠવી તેને નિયત ફર્મામાં કટિંગ કરવામાં આવે છે પતંગ બનાવવાની પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું કે, સૌ પ્રથમ કાગળની શીટ ગોઠવી તેને નિયત ફર્મામાં કટિંગ કરવામાં આવે છે. ત્યાર બાદ પતંગની સાઇડની કિનાર માટે તેને ભરૂચ મોકલવામાં આવે છે. ત્યાંથી આવ્યા બાદ પતંગની વચ્ચેની લાકડી જેને થડો કહેવામાં આવે છે તે ચઢાવવામાં આવે છે. પછી પતંગની કમાન અને ત્યારબાદ પતંગને બેલેન્સ કરતો ત્રિકોણ પટ્ટો લગાડવામાં આવે છે. આ દરેક કામ અલગ અલગ લોકો પોતાની કુશળતાથી કરે છે. એક પતંગ બનાવવા અંદાજિત ૨૦ મિનીટ અને ૮-૧૦ લોકો જોઈએ છે. અમે બહેનોએ આ વર્ષે અંદાજિત ૬૦ થી ૭૦ હજાર પતંગ બનાવી છે, જેમાં મુખ્યત્વે ૨૭ અને ૩૭ સે.મીના સાડી સત્તાવીસ ચીલ, ચોત્રીસ પોણીયા, સાડત્રીસ અડદિયા, રોકેટ અને પ્રિન્ટવાળી સહિતની પતંગની અન્ય વેરાઈટી વધુ લોકપ્રિય છે. આ પણ વાંચો : Ahmedabad News : ઉત્તરાયણના મુખ્ય તહેવારના દિવસોમાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓમાં તીવ્ર વધારો થવાનું અનુમાન

Read Full Story arrow_forward