android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: આરોગ્ય વિભાગનો સપાટો, લસકાણાનું ડુપ્લીકેટ કપાસિયા તેલ ટેસ્ટિંગમાં ફેઈલ
calendar_today January 9, 2026

Surat News: આરોગ્ય વિભાગનો સપાટો, લસકાણાનું ડુપ્લીકેટ કપાસિયા તેલ ટેસ્ટિંગમાં ફેઈલ

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા ન્યૂ મહાદેવ ઓઈલ ટ્રેડર્સ પર થોડા દિવસો અગાઉ પાડવામાં આવેલા દરોડા દરમિયાન લેવાયેલા કપાસિયા તેલના નમૂના રિપોર્ટમાં ફેલ સાબિત થયા છે. આ રિપોર્ટ બાદ સાબિત થયું છે કે અહીં ડુપ્લીકેટ કપાસિયા તેલ બનાવીને તેનું ધૂમ વેચાણ કરવામાં આવતું હતું.તેલના નમૂના ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું ફુડ સેફ્ટી ઓફિસર બી.આર.બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર ગત 27મીએ મળેતી ગુપ્ત માહિતીને આધારે લસકાણા સ્થિત આ ઓઇલ ટ્રેડર્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા કપાસિયા તેલના નમૂના લઈ તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. હાલમાં આવેલા લેબોરેટરી રિપોર્ટમાં આ તેલના નમૂના ખાવાલાયક ન હોવાનું અને ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ સાબિત થયા હોવાનું બહાર આવ્યું છે. જપ્ત કરાયેલા જથ્થાનો નાશ કરાશે આરોગ્ય વિભાગે દરોડા દરમિયાન સ્થળ પરથી આશરે 188કિલો જેટલો કપાસિયા તેલનો જથ્થો જપ્ત કર્યો હતો. લેબ રિપોર્ટ નેગેટિવ આવતા હવે આ તમામ 188 કિલો તેલનો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કડક કાયદાકીય કાર્યવાહી આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, જે રીતે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડીને નકલી તેલ વેચવામાં આવતું હતું, તે બદલ ન્યૂ મહાદેવ ઓઈલ ટ્રેડર્સ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચોઃ Gandhinagar: આજથી રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિરનો પ્રારંભ, વર્ષ 2014 બાદ ભારતના માઇનિંગ સેક્ટરમાં પરિવર્તન આવ્યુંઃ CM

Read Full Story arrow_forward
Banaskantha News : ધાનેરામાં ઓરીનો ભરડો, 9 પોઝિટિવ કેસ નોંધાતા ગાંધીનગરથી આરોગ્ય કમિશનર દોડી આવ્યા
calendar_today January 9, 2026

Banaskantha News : ધાનેરામાં ઓરીનો ભરડો, 9 પોઝિટિવ કેસ નોંધાતા ગાંધીનગરથી આરોગ્ય કમિશનર દોડી આવ્યા

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ઓરીના કેસોમાં અચાનક ઉછાળો આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ડિસેમ્બર માસ દરમિયાન લેવાયેલા સેમ્પલ્સમાં ઓરીના 34 શંકાસ્પદ કેસો પૈકી 9 કેસ પોઝિટિવ જાહેર થતા સ્થિતિ ગંભીર બની છે. આ ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગરથી આરોગ્ય કમિશનર પોતે ધાનેરા દોડી આવ્યા છે. તેમણે જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે તાકીદની બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી અને રોગચાળાને કાબૂમાં લેવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.ગામેગામ રસીકરણના આદેશ ઓરીના ફેલાવાને અટકાવવા માટે હવે યુદ્ધના ધોરણે ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણની કામગીરી તેજ કરવામાં આવી છે. જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યાં આરોગ્યની ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. બાળકોમાં ઓરીનું સંક્રમણ ન વધે તે માટે વાલીઓને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય કમિશનરે સ્પષ્ટ સૂચના આપી છે કે એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહેવું જોઈએ, જેથી આ બીમારીને પ્રસરતી અટકાવી શકાય. આ પણ વાંચો : JEE Main New Schedule : પેપર-1 અને પેપર-2 માટે નવી તારીખો જાહેર, આ રીતે ડાઉનલોડ કરો સિટી સ્લિપ

Read Full Story arrow_forward
Surendranagar news: લાખોની ચાઈનીઝ દોરી સાથે ઈસમ ઝડપાયો
calendar_today January 9, 2026

Surendranagar news: લાખોની ચાઈનીઝ દોરી સાથે ઈસમ ઝડપાયો

ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ ઘાતક અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર વેપલો કરતા શખ્સો સક્રિય થયા છે. ત્યારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે દસાડા તાલુકાના માનાવાડા ગામે રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે વાડીની ઓરડીમાં છુપાવેલો ચાઈનીઝ દોરીનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે. પોલીસ દ્વારા આ મામલે કુલ 384 નંગ પ્રતિબંધિત રીલ સાથે એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.વાડીની ઓરડીમાં ચાલતું હતું નેટવર્ક ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, દસાડાના માનાવાડા ગામમાં વાડી વિસ્તારમાં આવેલી એક ઓરડીમાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા માનાવાડાના સંજય સેનાજી ઠાકોર નામના શખ્સને ઝડપી લીધો છે. પોલીસે ઓરડીમાં તપાસ કરી હતી. જે દરમિયાન ઓરડીમાંથી રૂપિયા 1.53 લાખની કિંમતની 384 નંગ ચાઈનીઝ દોરીની રીલ મળી આવી હતી. પૂછપરછમાં બીજા વેપારીનું નામ ખુલ્યું પોલીસે જ્યારે ઝડપાયેલા શખ્સની કડક પૂછપરછ કરી, ત્યારે આ દોરીનો જથ્થો તેણે મયુરકુમાર નાનુભાઈ નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે આ બંને શખ્સો સામે દસાડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પ્રતિબંધ હોવા છતાં આટલી મોટી માત્રામાં ચાઈનીઝ દોરી ક્યાંથી આવી અને કોને સપ્લાય કરવાની હતી, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જીવલેણ દોરીથી બચવા અપીલ ચાઈનીઝ દોરી પક્ષીઓ અને માનવીઓ માટે જીવલેણ સાબિત થતી હોવાથી તેના પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે કારણે પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે જો કોઈ આવી દોરીનું વેચાણ કરતા જણાય તો તેની જાણ પોલીસને કરવાની અપીલ પણ કરી છે. સુરેન્દ્રનગર પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર વેપાર કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Surendranagar News: લીંબડીમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, 'મુન્નાભાઈ'ની ધરપકડ

Read Full Story arrow_forward