android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan News: કાર પર ધારીયા અને લાકડીઓ વડે તૂટી પડ્યા અસામાજિક તત્વો!
calendar_today January 9, 2026

Patan News: કાર પર ધારીયા અને લાકડીઓ વડે તૂટી પડ્યા અસામાજિક તત્વો!

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં અસામાજિક તત્વો હવે બેફામ બન્યા હોય તેવું જણાઈ રહ્યું છે. અસામાજિક તત્વોને હવે પોલીસ કે કાયદાનો ડર ન રહ્યો હોય તેમ ગુનાની ઘટનાને અંજામ આપી રહ્યા છે. રાધનપુરના મઘાપુરા તરફ જવાના માર્ગ પર મોડી સાંજે અજાણ્યા અસામાજિક તત્વોએ એક કાર પર જીવલેણ હુમલો કરી ભયનો માહોલ પેદા કર્યો હતો. આ હુમલા બાદ હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે.જાહેરમાં કાર પર ધારીયા ઝીંક્યા ઘટનાની મળતી માહિતી અનુસાર, રાધનપુરના મઘાપુરા માર્ગ પરથી એક કાર પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ધસી આવેલા અસામાજિક તત્વોએ કારને રોકી તેના પર હુમલો કર્યો હતો. હુમલાખોરો પાસે ધારીયા અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો હતા. તેઓએ કાર પર આડેધડ ધારીયાના ઘા ઝીંક્યા હતા અને તોડફોડ કરી હતી. કારમાં સવાર વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હુમલો કરીને શખ્સો ફરાર, પોલીસ તપાસ તેજ આ ભયાનક હુમલા બાદ અસામાજિક તત્વો ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કારની હાલત અને ઘટનાસ્થળનું પંચનામું કરી હુમલાખોરોની ઓળખ મેળવવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે. રાધનપુર શહેરમાં જાહેરમાં થયેલા આ હુમલાને પગલે સ્થાનિક રહીશોમાં ભયની લાગણી પ્રસરી છે. પોલીસ આ મામલે કડક હાથે કામ લે તેવી માગ ઉઠી રહી છે. અંગત અદાવતમાં આ હુમલો થયો છે કે, અન્ય કોઈ કારણોસર, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.આ પણ વાંચો - Patan: વધુ એક વખત 111 ચાઈનીઝ દોરીની ફીરકીઓ ઝડપાઈ

Read Full Story arrow_forward
TMC Protest: EDના દરોડા વિરુદ્ધ અમિત શાહના કાર્યાલય બહાર TMCનો વિરોધ, 8 સાંસદોની અટકાયત
calendar_today January 9, 2026

TMC Protest: EDના દરોડા વિરુદ્ધ અમિત શાહના કાર્યાલય બહાર TMCનો વિરોધ, 8 સાંસદોની અટકાયત

દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના ઘરની બહાર ટીએમસી નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. ipac કાર્યાલય પર ઇડીના દરોડાના વિરોધમાં ટીએમસી કોંગ્રેસના સાંસદોએ ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલયની બહાર વિરોધ અને નારેબાજી કરી હતી. ટીએમસી સાંસદોની કરવામાં આવી અટકાયત જેમા ડેરેક ઓ બ્રાયન, શતાબ્દી રૉય, મહુઆ મોઇત્રા, બાપી હલદર, સાકેત ગોખલે, પ્રતિમા મંડલ, કીર્તિ આઝાદ અને ડૉ. શર્મિલા સરકાર ગૃહ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. દિલ્હી પોલીસે તે બધાની અટકાયત કરી છે.I-PAC ની ઓફિસ પર દરોડાનો વિરોધ જેમ જેમ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ વધી રહી છે. ગુરુવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોલકાતામાં રાજકીય સલાહકાર અને ચૂંટણી વ્યવસ્થાપન કંપની I-PAC ની ઓફિસ પર દરોડા પાડ્યા. મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘટનાસ્થળે પહોંચ્યા, અને મામલો વધુ ગરમાયો. બંગાળમાં ED વિરુદ્ધ બે અલગ અલગ FIR દાખલ કરવામાં આવી છે. મામલો પહોંચ્યો છે કોર્ટમાં આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો છે. ટીએમસીએ કોર્ટને ઇડીની કાર્યવાહીને ગેરકાયદેસર જાહેર કરવા અને તમામ ગુપ્ત પક્ષ દસ્તાવેજો તાત્કાલિક પરત કરવાનો નિર્દેશ આપવા જણાવ્યું છે. અગાઉના દિવસે, ઇડીએ એક અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે દરોડા બંગાળ કોલસા ખાણ કૌભાંડ સાથે જોડાયેલા છે અને મમતા બેનર્જી પર સત્તાવાર તપાસમાં "અવરોધ" કરવાનો આરોપ લગાવ્યો હતો. મમતા બેનર્જીએ આજે, શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ના દરોડા સામે વિરોધ કૂચની જાહેરાત કરી છે. તેમણે આ કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત અને ચૂંટણી પહેલા ટીએમસીને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

Read Full Story arrow_forward
Land For Job Scam: લાલુ યાદવને કોર્ટનો ઝટકો, લાલુ પરિવાર વિરુદ્ધ આરોપો કર્યા નક્કી
calendar_today January 9, 2026

Land For Job Scam: લાલુ યાદવને કોર્ટનો ઝટકો, લાલુ પરિવાર વિરુદ્ધ આરોપો કર્યા નક્કી

બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને લેન્ડ ફોર જોબ્સ કૌભાંડ કેસમાં દિલ્હીની એક અદાલત તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમની સામે આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ પરિવાર ગુનાહિત સાહસ તરીકે કાર્યરત હતો.

Read Full Story arrow_forward