android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : વધતા રોગચાળા વચ્ચે મહત્વના સમાચાર, અમદાવાદમાં રૂ.300 કરોડના ખર્ચે જૂની પાણી-ડ્રેનેજ લાઈન બદલાશે
calendar_today January 9, 2026

Ahmedabad News : વધતા રોગચાળા વચ્ચે મહત્વના સમાચાર, અમદાવાદમાં રૂ.300 કરોડના ખર્ચે જૂની પાણી-ડ્રેનેજ લાઈન બદલાશે

અમદાવાદમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટી,કમળો, ટાઈફોઈડ અને કોલેરાના કેસ વધી રહ્યા છે. ઇંદોરની જેમ જળકાંડ સર્જાવાની દહેશત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત મિટીંગના દોર શરૂ થઈ ગયા છે. રોગચાળા માટે ૨૯ હોટસ્પોટ એરીયા જાહેર કરાયા છે. ગોમતીપુર, બહેરામપુરા અને દાણીલીમડા સહિતના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં કોર્પોરેશનની પાણી કે ડ્રેનેજની લાઈન પસાર થાય છે તે વિસ્તારમાં લાઈન બદલવા મકાનો તોડવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. કેટલા મકાન તોડવા પડશે એ અંગે સર્વે શરૂ કરવામા આવ્યો છે.નવી પાઈપ લાઈન નંખાશે એટલે જૂના મકાનો તૂટી શકે છેસ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના કહેવા મુજબ,પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા અંદાજે રૂપિયા ૩૦૦ કરોડનો ખર્ચ થશે. ગોમતીપુર, બહેરામપુરા, દાણીલીમડા સહિતના વિસ્તારમાં કોર્પોરેશનની લાઈન ઉપર બની ગયેલા વર્ષો જૂના મકાનો તોડવાની ફરજ પડશે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીના કારણે ટાઈફોઈડ સહિતના રોગના કેસ સ વધ્યા છે.જેને કારણે કોર્પોરેશનના હેલ્થ અને ઈજનેર વિભાગ સહિતનો સ્ટાફ દોડતો થઈ ગયો છે. આગામી સમયમાં કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવી રહી છે. આ પહેલા શહેરમાં રોગચાળાની પરિસ્થિતિ વકરે નહીં એ માટે મ્યુનિસિપલ હોદ્દેદારો પણ કામે લાગી ગયા છે. વર્ષો જૂના મકાન તોડવા રહીશો સંમતિ આપશે કે કેમ તે મોટો સવાલ? પૂર્વ અને દક્ષિણ અમદાવાદના વિસ્તારમાં ચાલીઓમાં રહેતા લોકો મોટાભાગે ગરીબ અને શ્રમિક વર્ગના છે. ૩૦ કે ૪૦ વર્ષથી જે ચાલીઓમાં લોકો રહે છે. એવા લોકોના મકાન નીચેથી પસાર થતી કોર્પોરેશનની પાણી અને ડ્રેનેજની લાઈન વર્ષો પછી બદલવા તેમના મકાન તોડવા તેઓ સંમતિ આપશે કે કેમ? ઉપરાંત માની લો કે તેઓ સંમતિ આપે તો પણ તેમના મકાન તોડવામા આવે તે સામે કોર્પોરેશન તરફથી તેમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આર્થિક વળતર અપાશે કે પછી આવાસની ફાળવણી કરાશે આ મુદ્દા ઉપર પણ હજુ સુધી કોર્પોરેશનના સત્તાધીશો કે તંત્ર તરફથી કોઈ નકકર નિર્ણય લેવામાં આવ્યો નથી. સ્ટેન્ડિંગ કમિટી પહેલા મેયરની એન્ટી ચેમ્બરમાં હોદ્દેદારોએ બેઠક કરી કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમા સામાન્ય રીતે મ્યુનિસિપલ કમિશનર હાજર જ રહેતા હોય છે. આમ છતાં ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા મેયરની એન્ટી ચેમ્બરમાં મેયર સહિતના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર સાથે એક મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં શહેરમા રોગચાળાને લઈ ઉદભવેલી સ્થિતિ અને તેને કેવી રીતે નિયંત્રણમા લેવી એ મુદ્દા ઉપર ચર્ચા કરાઈ હતી.બુધવારે કમિશનરે વીકલી રીવ્યુ બેઠકમાં રોગચાળાને લઈ અધિકારીઓ ઉપર ગાજ વરસાવી હતી. તેને શાંત કરવા પ્રયાસ કરાયો હતો. આ પણ વાંચો : Mehsana News : મહેસાણામાં 300થી વધુ સોસાયટીના સ્થાનિકોએ ડ્રેનેજ લાઈનનો કર્યો વિરોધ, થાળી-વેલણ સાથે તંત્રને જગાડવા મહિલાઓ રોડ પર ઉતરી

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે 2 કરોડની ફી વાલીઓને કરવી પડશે પરત, FRCએ નક્કી કરેલી ફી કરતા લેતા હતા વધુ ફી
calendar_today January 9, 2026

Ahmedabad News : અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે 2 કરોડની ફી વાલીઓને કરવી પડશે પરત, FRCએ નક્કી કરેલી ફી કરતા લેતા હતા વધુ ફી

શહેરના નારણપુરામાં આવેલી સેંટ ઝેવિયર્સ સ્કૂલની FRCએ નક્કી કરેલી ફીનો ઓર્ડર રિવિઝન કમિટી દ્વારા યોગ્ય ઠેરવવામાં આવ્યો છે. રિવિઝન કમિટીના નિર્ણય બાદ હવે સેંટ ઝેવિયર્સ સ્કૂલે વર્ષ-૨૦૨૪-૨૫ના ધોરણ.૧ થી ૮નાં અંદાજે ૧,૫૯૦ જેટલા વિદ્યાર્થીઓને રૂ.૨.૦૮ કરોડ જેટલી ફી પરત કરવી પડશે. રિવિઝન કમિટીના હુકમના આધારે અમદાવાદ ઝોનની FRCએ ૧૫ દિવસમાં વિદ્યાર્થીઓને વધારાની ફી પરત ચૂકવવાનો આદેશ કર્યો છે. ફી કમિટી દ્વારા સ્કૂલની પ્રોવિઝનલ ફીમાં કાપ મૂક્યો હતો સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ દ્વારા ધોરણ-૧થી ૮ની ફી માટે અમદાવાદ એવવી કમિટી સમક્ષ દરખાસ્ત કરી હતી, જેમાં સ્કૂલ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે કમિટી સમક્ષ રૂ. ૩૯,૩૬૦ની ફી માટે દરખાસ્ત કરી હતી. દરખાસ્તના અનુસંધાને અમદાવાદ ઝોનની ફી કમિટી દ્વારા સ્કૂલના તમામ ખર્ચ સહિતની વિગતોની ચકાસણી કરી હતી. જેમાં સ્કૂલના ખર્ચની સરખામણીમાં ફી વધુ હોવાનું જણાતા ફી કમિટી દ્વારા સ્કૂલની પ્રોવિઝનલ ફીમાં કાપ મૂક્યો હતો. સ્કૂલ દ્વારા દરખાસ્ત મુજબની જ ફી વસૂલવાનું શરૂ કરી દીધું હતું કમિટીએ સ્કૂલની પ્રોવિઝનલ ફી રૂ. ૨૨,૫૦૦ નક્કી કરી હતી અને ત્યારબાદના તબક્કાવાર વર્ષ પ્રમાણેની ફી રૂ. ૨૩,૫૦૦ અને રૂ. ૨૫,૦૦૦ નક્કી કરાઈ હતી. એ પછી ફાઇનલ ઓર્ડરમાં કમિટીએ વર્ષ-૨૦૨૪-૨૫ માટે ફાઇનલ ફી રૂ.૨૬,૨૫૦, શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ.૨૭,૫૦૦ અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૨૯,૨૫૦ નક્કી કરી હતી. સ્કૂલ દ્વારા દરખાસ્ત મુજબની જ ફી વસૂલવાનું શરૂ કરી દીધું હતું. આ પણ વાંચો : Ahmedabad News : વધતા રોગચાળા વચ્ચે મહત્વના સમાચાર, અમદાવાદમાં રૂ.300 કરોડના ખર્ચે જૂની પાણી-ડ્રેનેજ લાઈન બદલાશે

Read Full Story arrow_forward
Vadodara News : વડોદરામાં 13 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, નરાધમોએ 4 કલાક સુધી સગીરાને ગોંધી રાખી
calendar_today January 9, 2026

Vadodara News : વડોદરામાં 13 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, નરાધમોએ 4 કલાક સુધી સગીરાને ગોંધી રાખી

બે નરાધમોએ સગીરાને મકાનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ છે અને ચાર કલાક સુધી સગીરાને ગોંધી રાખી દુષ્કર્મ કર્યું, નવાયાર્ડ વિસ્તારમાં બની ઘટના અને સગીરા સવારે ઘરેથી નિકળી ચાર કલાક ગુમ રહી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને આરોપીઓને ઝડપ્યા છે, આરોપીઓને કડક સજાની પીડિતાના પરિવારની માગ છે. વડોદરામાં 13 વર્ષની કિશોરી સાથે સામુહિક દુષ્કર્મ વડોદરામાં ફરી સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે જેમાં પીડિતાનાં સ્વજનોનો SSG હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે, બે નરાધમોએ એક મકાનમાં લઈ જઈને સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ અને ચાર કલાક સુધી સગીરાને ગોંધી રાખી હોવાની વાત સામે આવી છે, પોલીસે ગણતરીના કલાકોમાં 2 નરાધમોને ઝડપી પાડયા છે. જયારે નરાધમોએ સગીરાને મુકત કરી ત્યારબાદ સગીરાની પૂછપરછ તેના માતા-પિતાએ કરી હતી અને તેમાં સામે આવ્યું કે સગીરા સાથે દુષ્કર્મ થયું હતુ. સગીરાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડાઈ તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે, આરોપીઓને લઈ પોલીસ રિ-કન્ટ્રકશન પણ કરી શકે છે, તો સગીરાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડી છે, સગીરાના પિતાનું કહેવું છે કે, જે મારી દીકરી સાથે થયું તેવું બીજી દીકરી સાથે ના થવું જોઈએ અને આરોપીને ફાંસીની સજા આવે તેવી માગ પણ પરિજનોએ ઉચ્ચારી છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે 2 કરોડની ફી વાલીઓને કરવી પડશે પરત, FRCએ નક્કી કરેલી ફી કરતા લેતા હતા વધુ ફી

Read Full Story arrow_forward