android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra:ઉમેદવારો માટે પંચમહાલ પોલીસ દ્વારા શારીરિક તાલીમ વર્ગો યોજાયા
calendar_today January 8, 2026

Godhra:ઉમેદવારો માટે પંચમહાલ પોલીસ દ્વારા શારીરિક તાલીમ વર્ગો યોજાયા

પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પોલીસ ભરતીમાં યુવાનોને સફ્ળતા અપાવવા માટે એક વિશેષ પહેલ કરાઈ છે. ગોધરા સ્થિત પોલીસ હેડક્વાર્ટર્સના પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પોલીસ દળ વર્ગ-3 (PSI અને લોકરક્ષક)ની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે શારીરિક તાલીમ વર્ગો યોજાયા છે.પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ આ તાલીમ સત્ર શરૂ કરાયું છે. જેમાં જિલ્લાભરમાંથી અંદાજે 300 જેટલા મહિલા અને પુરુષ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. આ તાલીમ તા.28મી ડિસેમ્બરથી શરૂ થઈ છે અને તેમાં પોલીસ હેડક્વાર્ટર્સના નિષ્ણાત ADI દ્વારા માર્ગદર્શન અપાઈ રહ્યું છે. જે અંગે રિઝર્વ પો.ઇ. એસ.એમ. નિસરતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉમેદવારોની શારીરિક કાર્યક્ષમતા અને તંદુરસ્તી વધારવા માટે રોજ બે સેશનમાં તાલીમ અપાય છે. સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન દોડ, સ્ટ્રેચિંગ અને ફીઝિકલ ફ્ટિનેસની વિવિધ કસરતો કરાવાય છે. અનુભવી ઇન્સ્ટ્રક્ટર્સ દ્વારા ઉમેદવારોને માત્ર કસરત જ નહીં, પરંતુ શિસ્તબદ્ધ રીતે ગ્રાઉન્ડ પર કેવી રીતે પ્રદર્શન કરવું તેનું પણ સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod:જિલ્લા પોલીસે વર્ષ 2025માં હત્યાના 6 અનડિટેક્ટ ગુના ઉકેલ્યાં
calendar_today January 8, 2026

Dahod:જિલ્લા પોલીસે વર્ષ 2025માં હત્યાના 6 અનડિટેક્ટ ગુના ઉકેલ્યાં

પંચમહાલ રેન્જ આઈ.જી આર.વી. અસારીના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના નિરીક્ષણમાં દાહોદ જિલ્લા પોલીસે વર્ષ-2025 દરમિયાન વિવિધ ગુના ઉકેલવામાં સફ્ળતા મેળવી છે. જેના પરિણામે જિલ્લામાં વર્ષોથી અનડિટેક્ટ ગુનાઓ પણ ઉકેલાયા છે.વર્ષ 2025માં દાહોદ જિલ્લામાં બનેલા હત્યાના 6 અનડિટેક્ટ ગુનાઓ ઉકેલી કુલ 16 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અનડિટેક્ટ ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી જેવા ગુનાઓ સહિત કુલ 109 ગુનાઓ શોધી કાઢી રૂા.62,84,367નો મુદ્દામાલ રિકવર કરી કુલ 226 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી આમલી ખજુરીયા, વડવા, માતવા તથા બીલીયા ચડ્ડી-બનિયાન ગેંગના સાગરીતોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. આર્મ્સ એક્ટ હેઠળ 15 ગુનાઓ શોધી પિસ્ટલ (માઉઝર), રિવોલ્વર તથા દેશી બનાવટના કટ્ટા સહિત કુલ 15 હથિયારો સાથે 22 આરોપીઓને ઝડપી પાડયા છે. વોન્ટેડ પૈકી 20 વર્ષ ઉપરના 3, 15 વર્ષ ઉપરના 2 તથા 10 વર્ષ ઉપરના 9 મળી કુલ 262 આરોપીઓ ઝડપાયા છે. જિલ્લામાં કુલ 23 PCR વાન GPS સિસ્ટમથી સજ્જ છે, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડ, મોબાઇલ, વાહનો તથા રોકડ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ રિક્વર કરી મુળ માલિકોને પરત કરાયો છે. તાલીમ વર્ગોમાં 200 તાલીમાર્થીને ફીઝિકલ ટ્રેનિંગ તથા ઇન્ડોર તાલીમ આપવામાં આવી રહી છે. રેન્જ વડાના સુપરવિઝન હેઠળ સંવાદથી સહકાર એક અતુટ વિશ્વાસ કાર્યક્રમ હેઠળ રાત્રી સભાઓ કરી લોકોની મુશ્કેલીઓ જાણી તેમને કાયદાકીય સૂચનો પણ અપાયા છે. નશાના કારોબાર પર કાયદાનો કોરડો વીંઝાયો દારુના 21 હજારથી વધારે ગુનાઓ નોંધી રૂા.25.67 કરોડથી વધુનો દારૂ તેમજ 16 કરોડ થી વધુની કિમતના વાહનો જપ્ત કરી 6 હજારથી વધારે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી છે. રૂા.11.73 કરોડથી વધુ કિમતના દારૂના જથ્થાનો નાશ કરાયો છે. NDPS એક્ટ મુજબ કુલ 32 ગુનાઓમાં જપ્ત કરાયેલ રૂા.2.24 કરોડથી વધુની કિમતનો ગાંજો, અફીણના પોષડોડા જેવા નશીલા પદાર્થોનો નાશ કરાયો. દારૂની હેરાફેરી કરનાર 21 ઇસમોને પાસામાં અને 23 અસામાજિક તત્વોને તડીપાર કરાયા છે. તીસરી આંખ નેત્રમનો કમાલ નેત્રમ સેન્ટર દ્વારા ગંભીર તથા અકસ્માત સંબંધિત વણશોધાયેલા કુલ 48 ગુનાઓ CCTV કેમેરાથી ઉકેલાયા. ટ્રાફ્કિ નિયમ ભંગ બદલ કુલ રૂા.1,32,158ના ઇ-ચલણ ઇસ્યુ કરતા નેત્રમ ટીમને રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે. SHE Team દ્વારા મહીલા સુરક્ષા માટે સશક્તિકરણ માટે અલગ-અલગ ઔદ્યોગિક સંસ્થા તેમજ ગામોમા મુલાકાત લઇ મહિલાઓને જાગૃત કરાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod:સંજેલીના ગામોમાં રૂા.6.72 કરોડના ખર્ચે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
calendar_today January 8, 2026

Dahod:સંજેલીના ગામોમાં રૂા.6.72 કરોડના ખર્ચે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

સંજેલી તાલુકાની ખેડા વર્ગ હિરોલા, ભામણ, પ્રતાપપુરા, થાળા અને સરોરી ગામોની પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી, સીસી રોડ તેમજ સ્લેબ ડ્રેઈન સહિત રૂા.6.72 કરોડના વિવિધ કામોનું રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર અને પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારા દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું.આ પ્રસંગે રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસ માટે એક નવી દિશા આપી છે. આજે રાજ્યભરમાં શિક્ષણને વધુ પ્રાધાન્ય આપીને ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી શિક્ષણ માટે નંદઘર થી લઈને અધ્યતન શાળાઓ બનાવાઈ રહી છે, તેની સાથે બાળકોને ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સાથે જ્ઞાનરૂપી પુસ્તકોનો ભંડાર વિદ્યાર્થીઓની સામે રાખવા માટે શાળાઓમાં ગ્રંથાલય બનાવવાનું કામ સરકાર દ્વારા કરાઈ રહ્યું છે. આ પ્રસંગે અગ્રણી શંકરભાઈ આમલીયાર, તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward