android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch:આખલાએ અડફેટમાં લેતા પાંચ ઇજાગ્રસ્ત, મહિલાની હાલત ગંભીર
calendar_today January 8, 2026

Bharuch:આખલાએ અડફેટમાં લેતા પાંચ ઇજાગ્રસ્ત, મહિલાની હાલત ગંભીર

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા લાંબા સમયથી લોકો રજૂઆત કરી રહ્યા છે દરમિયાન બુધવારે આ વિસ્તારમાં તોફાને ચઢેલા એક આખલાએ પાંચ લોકોને અડફેટે લઇને ઇજાગ્રસ્ત કર્યા હતા જે પૈકી એક મહિલાની હાલત ગંભીર છે.ઘટનાની વિગત મુજબ, ગડખોલ વિસ્તારમાં એક દક્ષિણ ભારતીય દંપતી રીક્ષા મારફ્તે ઐયપ્પા મંદિરે દર્શન કરવા અને ત્યાં ચાલી રહેલા ઉત્સવમાં ભાગ લેવા આવ્યું હતું. દંપતી હજુ રીક્ષામાંથી નીચે ઉતર્યું પણ ન હતું ત્યાં જ એક આખલાએ અચાનક તેમના પર હુમલો કર્યો હતો. આખલાએ પહેલા મહિલાને જોરદાર ટક્કર મારી જમીન પર પાડી દીધી અને ત્યારબાદ જમીન પર પડેલી મહિલા પર સતત હુમલા કરતો રહ્યો હતો. પત્નીને બચાવવા વચ્ચે પડેલા પતિ પર પણ આખલાએ હુમલો કરી તેમને ફ્ંગોળી દીધા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોએ આખલાને ભગાડવા માટે પાણી ફેંકયુ હતું, પરંતુ તે વધુ ઉગ્ર બન્યો હતો અને લોકોની પાછળ દોડી-દોડી હુમલા કરતો રહ્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. આ દરમિયાન કુલ 5 લોકોને અડફેટે લીધા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. ચાર ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને ICUમાં રાખવામાં આવ્યા છે.રખડતાં ઢોરને ડબ્બે પુરવા આદેશ ગડખોલ ગામે બુધવારે સાંજે અયપ્પા મંદિર પાસે એક રખડતા આખલા એ 5 રાહદારીઓ ને અડફેટે લીધા હતા જેને કારણે એક મહિલા ને ICU માં સારવાર માટે દાખલ કરવામાં આવી છે આ ઘટના પછી લોકો માં ભારે રોષ ફેલાયો છે. આ અંગે અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી હીરેન બારોટે તાત્કાલિક અસરથી હુકમ કર્યો હતો કે તાલુકાના દરેક ગામમાં આવા રખડતા ઢોરોને ડબ્બામાં પુરી તેના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada:SoU ખાતે તા.11મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
calendar_today January 8, 2026

Narmada:SoU ખાતે તા.11મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી તા. 11 જાન્યુઆરી, રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026નું આયોજન સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે થનાર છે. આ કાર્યક્રમનાં પૂર્વ તૈયારીના સુચારૂ આયોજનના ભાગરૂપે આજરોજ મદદનીશ કલેકટર તથા કાર્યક્રમના નોડલ અધિકારી પરસનજીત કૌર સહિત સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકત દરમિયાન પરસનજીત કૌરએ કાર્યક્રમનું આયોજન સફ્ળતાપૂર્વક થાય તે હેતુથી સંબંધિત અધિકારીઓને સોંપાયેલ કામગીરી અંગે સ્થળ પર જ વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય તેમજ દેશભરમાંથી આવનાર પતંગબાજો માટે જરૂરી વ્યવસ્થાઓ, સ્ટોલની ગોઠવણી, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા તથા આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે જરૂરી સલાહ-સૂચનો આપવામાં આવ્યા હતા.સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે યોજાનાર આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 21 દેશોના 45 તેમજ ગુજરાત સહિત ભારતના 34 મળીને કુલ 79 પતંગબાજો ભાગ લેશે. આ તમામ પતંગબાજો દ્વારા એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગોથી આકાશી સુંદર દૃશ્ય સર્જાશે, જે પ્રવાસીઓ અને નાગરિકો માટે વિશેષ આકર્ષણ બનશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sayla: ખનીજ માફિયા હજુ બેલગામ
calendar_today January 8, 2026

Sayla: ખનીજ માફિયા હજુ બેલગામ

સાયલાના અંતરિયાળ અને તાલુકાની સરહદે આવેલા કીંમતી કાર્બોસેલ ખનીજ નીકળતા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસ દરમ્યાન ચાર વખત તંત્રના દરોડાઓ છતાં ખનીજચોરી અટકવાનું નામ લેતી નથી અને બેફામ બનેલા ખનન માફીયાઓ ને જવાબદાર વિભાગોનો જરા પર ડર ના રહ્યો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે ત્યારે સાયલા મામલતદાર ની ટીમે ચોરવીરામા ઓચિંતો છાપો મારતા સરકારી સર્વે નંબર 845 વાળી જમીનના મોટા વિસ્તારમાં કોલસાના ધમધમતા કેટલાય કુવાઓ ઝડપાઇ જતા ચકચાર મચી જવા પામી છે.મામલતદાર દ્વારા બપોરના સમયે કરાયેલ દરોડા સમયે કોલસો ઉલેચવાનું કારસ્તાન ધમધમી રહ્યું હતું તેમજ તંત્રની ટીમ પહોંચ્યાંની જાણ થતા ગેરકાયદે ખનન કરતા તત્વોમાં નાસભાગ મચી જવા સાથે કૂવા માંથી કોલસો કાઢવા ઊભી કરાયેલ ચરખીઓ પાડી દઇ જંગલમાં ભાગી છૂટયા હતા.લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ દ્વારા ડિવિઝન ના મામલતદારો ને ગેરકાયદે કરાતી ખનીજચોરી ને અંકુશમાં લેવા માટે કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે ત્યારે સાયલા ઇન્ચાર્જ મામલતદાર વિરલ શુક્લા તથા તેમની ટીમે પૂર્વ બાતમીને લઈ ચોરવીરા ગામની સીમમાં દરોડો પાડતા મોટા પાયે ચાલતા કાર્બોસેલ ખનીજ ના ગેરકાયદે ખનન નો પર્દાફાશ થવા સાથે ખનીજચોરીનું મસમોટું કૌભાંડ ઉજાગર થવા પામ્યું હતું.તંત્ર દ્વારા દરોડા બાદ સ્થળ પર તપાસ શરૂ કરતા શરૂઆતમાં ચાર થી પાંચ કુવાઓ નજરે પડયા હતા અને બાદમાં અંદરના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા મોટા વિસ્તારમાં ગાળેલા 32 જેટલા કુવાઓ માંથી કોલસો ઉલેચવાનું મસમોટું કારસ્તાન જોવા મળતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.મામલતદાર કચેરી ની ટીમ દ્વારા ખોદકામ સ્થળે તપાસ કરતા 32 જેટલા કુવાઓ મળી આવ્યા હતા જેમાંથી પચ્ચીસ થી ત્રીસ કુવાઓ તો ચાલુ હાલતમાં હતા જેમાં લગાવેલ ચરખીઓ,બકેટ,પાણી કાઢવાની મોટરો સહિત આશરે 30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવા સાથે ખનીજ વિભાગ દ્વારા ઝડપાયેલ કોલસાના ખાડાઓ ની માપણી ની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કરોડોની ખનીજચોરી નું કૌભાંડ બહાર આવવાની સંભાવના છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward