android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ધ્રાંગધ્રામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા
calendar_today January 8, 2026

Surendranagar: ધ્રાંગધ્રામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા

ધ્રાંગધ્રા સીટી પોલીસની ટીમ ઉત્તરાયણના તહેવારના અનુસંધાને ચાઈનીઝ દોરી અંગે ચેકીંગ કરી રહી હતી. જેમાં નવયુગ સીનેમા પાસેથી ગાંધીબાગ પાસે રહેતો 30 વર્ષીય મોહસીન હોથીભાઈ સંધી ચાઈનીઝ દોરીના 5 ફીરકા કિંમત રૂપીયા 1500 સાથે ઝડપાયો હતો.આ શખ્સ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ એચસી ડી.એન.પરમાર ચલાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસના ધનરાજસિંહ, વિજયસિંહ સહિતનાઓએ મીલ રોડ પર મસ્જીદ પાસેથી ખાટકીવાડમાં રહેતા 22 વર્ષીય હુસેન ઉર્ફે ગુગો હનીફભાઈ મોવરને રૂપીયા 800ની કિંમતની 4 ચાઈનીઝ દોરીની ફીરકી સાથે પકડી પાડયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sanand: મોરૈયા જીઆઇડીસીમાં પેપર વેસ્ટની કંપનીમાં આગ ભભૂકતા દોડધામ
calendar_today January 8, 2026

Sanand: મોરૈયા જીઆઇડીસીમાં પેપર વેસ્ટની કંપનીમાં આગ ભભૂકતા દોડધામ

સાણંદ પાસેનાં મોરૈયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પેપર વેસ્ટની કંપનીમાં તા.8મીને ગુરુવારે વહેલી સવારે લગભગ 6 વાગ્યાનાં સુમારે અચાનક જ કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને તેની પાસે આવેલી પેકેજીગ બોક્ષની કંપનીને પણ ઝપટમાં લઈ લીધી હતી. ફાયરને જાણ કરાતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે આવીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે બંને કંપનીની મોટાભાગની માલ-મત્તા બળાને ખાખ થઈ ગઈ હતી.બનાવની વધુમાં વિગત એવી છે કે મોરૈયા જીઆઈડીસી વિસ્તારમાં સોપાન કેશરમાં આવેલી શ્રી હરિ પેપર જે પેપર વેસ્ટની કંપની છે. જેમાં સવારે લગભગ 6 વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર આગ ભભુકી હતી અને જોતજોતામા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં માલિક કાળુભાઈ મનુભાઈ પટેલ(રહે. મોરૈયા)ને ઘટનાની જાણ થતાં તુરંત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. તેથી તુરંત જ લાશ્કરોએ ફાયરફાઈટર સાથે ધસી આવીને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ કંપનીમા પેપરના રોલ હોવાથી ઝડપથી આગ પ્રસરી ગઈ હતી અને તેની બાજુમાં આવેલી પિંગેક્સ કંપની કે જે પંકજીંગ બોક્ષની કંપની છે તેને પણ ઝપટમાં લઈલીધી હતી અને તેનું પણ રો મટીરીયલ્સ પેપર હોવાથી ત્યાં પણ ઝડપથી આગ પ્રસરી હતી અને આખી કંપનીમાં આગ પ્રસરી જવા પામી હતી ફાયરબ્રિગેડ 1 સાણંદ, 1 બાવળા તેમજ અમદાવાદ મ્યુન્સીપલ કોર્પોરેશનનાં 4 મળીને કુલ 6 ફાયર ફાઈટર દ્વારા સતત પણીનો મારો ચલાવવામાં આવવા છતાં પણ સાંજ સુધી આગ કાબુમાં આવી ન હતી. મોરૈયા વિસ્તારની આસપાસનાં વોટર સપ્લાયર્સે પણ પાણીના ટેન્કર દ્વારા ફાયરફાઈટરને પાણી પુરુ પાડયું હતું. કોઈ વ્યક્તિને કર્મચારીને કોઈ ઈજા કે નુકશાન થવા પામ્યું નથી પરંતુ બંન્ને કંપનીની માલ-મત્તા બળીને ખાખ થતા મોટું નકશાન થવાની ભીતિ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: તાલુકામાં 700થી વધુ લોકોને મતદાર યાદીની ખરાઈ અંતર્ગત નોટિસ મોકલાઈ
calendar_today January 8, 2026

Mandal: તાલુકામાં 700થી વધુ લોકોને મતદાર યાદીની ખરાઈ અંતર્ગત નોટિસ મોકલાઈ

રાજ્યમાં મતદારયાદી સુધારણા (સર)ની કામગીરી પુર્ણ થયાં બાદ હવે ચુંટણી પંચે ફોર્મ સ્વીકૃતિ અને ચકાસણી પછી વર્ષ 2002ની મતદારયાદી સાથે પોતાના કોઈ સંબંધીનું નામ નથી, ગણતરીના ફોર્મમાં નીચેના બંને કોષ્ટકો ખાલી છોડી દીધેલાં છે એવા કિસ્સાઓમાં મતદારની ખરાઈ કરવા અંતર્ગત માંડલ તાલુકામાં 700થી વધુ મતદાતાઓને અપીલની નોટીસ મોકલવામાં આવી છે અને હાલ તાલુકા પંચાયતમાં ટીડીઓ અને મામલતદાર કચેરીમાં મામલતદાર દ્વારા આ સર બાબતને લઈ અપીલોની સુનાવણી હાથ ધરાઈ છે. અગાઉ સરની કામગીરી વખતે દરેક મતદારોને પોતાનું ગણતરી ફોર્મ આપ્યું હતું જેમાં ઉપરના કોષ્ટકમાં પોતાની વિગત અને નીચેના કોષ્ટકમાં 2002ની મતદારયાદીમાં પોતાના માતા-પિતા કે અન્ય સંબંધીઓના નામની વિગત તેમનો ચુંટણીકાર્ડ અને મતવિભાગ સહિતની વિગતો ભરવાની હતી પરંતુ 2002ની મતદારયાદીમાં કોઈ સંબંધીના નામો નહોતાં અને કાંતો અન્ય કોઈ કારણોસર જે ઉમેદવારે નીચેના બંને કોષ્ટકો નથી જ ભર્યા એવા લોકોને હવે ચુંટણીપંચે બીલએઓ મારફતથી ઘરેઘરે નોટીસ મોકલી છે અને ખુટતી વિગતો સક્ષમ અધિકારીઓ સામે પુર્ણ કરી પોતાનું નામ મતદારયાદીમાં સુનિશ્ચિત કરી લેવું. માંડલ તાલુકામાં મળતી માહિતી અનુસાર 700થી વધુ લોકોને આ પ્રકારની અપીલ નોટીસ મોકલાઈ છે જેને લઈ છેલ્લાં ત્રણેક દિવસથી બંને સરકારી કચેરીઓમાં અપીલની સુનાવણીની કાગમીરી હાથ ધરવામાં આવી છે સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી આ કામગીરી થતી હોવાની સરકારી કચેરીઓમાં મતદારોની કતારો જોવા મળી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward