Rajkot: સૌરાષ્ટ્ર-કચ્છ વાઈબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું
રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી 11મીએ વડાપ્રધાનના હસ્તે વાઈબ્રન્ટ સમિટ અને ટ્રેડ શોનું ઉદ્ઘાટન થનાર હોય જિલ્લા વહીવટી તંત્ર-પોલીસ અને SPGની ટીમ દ્વારા આજે મારવાડી યુનિવર્સિટીની સ્થળ વિઝિટ કરી અંતિમઓપ આપવામાં આવ્યો હતો. વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના 3000થી વધુ મહાનુભવો આવનાર હોય રહેવા-જમવાની હોટલ-ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.વડાપ્રાધન તા.11ના બપોરના 1:30 વાગ્યાની આસપાસ સીધા મારવાડી યુનિવર્સિટીમાં હેલીકોપ્ટરમાં આવી પહોચશે. જ્યાં તેઓ સૌ પ્રથમ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરી પ્રદર્શન નીહાળશે અને તે પછી વાઈબ્રન્ટ સમિટનું ઓપનીંગ કરશે. દેશના વિકાસમાં ઉદ્યોગોની હિસ્સેદારીની સમજણ આપવા માટે રાજકોટ જિલ્લાની તમામ યુનિવર્સિટી-કોલેજના 4000 વિદ્યાર્થીઓ, જિલ્લાની 3000 સખીમંડળની મહિલાઓ, 6000 ખેડુતો, યાર્ડના હોદ્દેદારો-દુઘ મંડળીઓના 4000 લોકો, નગરપાલિકાના 3000 સભ્યો હાજર રહેશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward