android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: ટાઈફોઈડના કેસોને લઈ માનવ અધિકાર પંચે રાજ્યના મુખ્ય સચિવને નોટીસ આપી
calendar_today January 8, 2026

Gandhinagar: ટાઈફોઈડના કેસોને લઈ માનવ અધિકાર પંચે રાજ્યના મુખ્ય સચિવને નોટીસ આપી

ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઈફોઈડના કેસ વધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આજે નવા 14 કેસ સામે આવ્યા છે અને 18 દર્દીઓને રજા આપવામાં આવી છે. શહેરમાં ટાઈફોઈડના કૂલ કેસનો આંકડો 167 પર પહોંચ્યો છે. ટાઈફોઈડના કેસો વધતાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને રાજ્યના મુખ્ય સચિવને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. બે સપ્તાહમાં વિસ્તૃત રિપોર્ટ માંગ્યો ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઈફોઈડના કેસો વધતાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને રાજ્યના મુખ્ય સચિવને નોટીસ ફટકારી છે. મુખ્ય સચિવ પાસે બે સપ્તાહમાં વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો છે. માનવ અધિકાર પંચે ટાઈફોઈડના કેસોમાં લેવાયેલા પગલાની વિગતો પણ માગી છે. આ ઉપરાંત દર્દીઓના સ્વાસ્થ્યની સ્થિતિ અંગેનો પણ રિપોર્ટ માંગવામા આવ્યો છે. મુખ્યમંત્રીએ પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી આ પહેલા રાજ્યના મુખ્યમંત્રીએ પણ અધિકારીઓ સાથે બેઠક કરીને ટાઈફોઈડના કેસો અંગે ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રીએ જરૂરી તમામ પગલા લેવાનો આદેશ કર્યો હતો. જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નરે મુખ્યમંત્રીને કામગીરીની વિગતો પણ આપી હતી. જેમાં 10 ડોક્ટરોની ટીમ અને 100થી વધુ નર્સિંગ સ્ટાફ ટાઈફોઈડના દર્દીઓની સારસંભાળમાં લાગેલો છે એમ જણાવાયું હતું. આ પણ વાંચોઃ Gujarat Breaking News: રાજપીપળામાં મંદિરના મહારાજના રૂમમાંથી 40થી વધુ વાઘના ચામડા અને નખ મળ્ચા

Read Full Story arrow_forward
Delhi Cold : દિલ્હીમાં કડકડતી ઠંડીથી લોકો ઠુંઠવાયા, તાપમાનમાં નોંધાયો મોટો ઘટાડો
calendar_today January 8, 2026

Delhi Cold : દિલ્હીમાં કડકડતી ઠંડીથી લોકો ઠુંઠવાયા, તાપમાનમાં નોંધાયો મોટો ઘટાડો

દિલ્હીમાં ઠંડીનો કહેર સતત વધી રહ્યો છે. રાજધાનીમાં હાલના દિવસોમાં કડકડતી ઠંડી પડી રહી છે અને તેની અસર પણ લોકો પર પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ધુમ્મસના કારણે વિઝિબિલિટી પર પણ અસર જોવા મળી રહી છે. 8 જાન્યુઆરીએ સવારે રાજધાનીના તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે.ઓછામાં ઓછું તાપમાન 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું સફરદજંગ બેઝ સ્ટેશન પર ઓછામાં ઓછું તાપમાન 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે બુધવારના 8.6 ડિગ્રી તાપમાનથી લગભગ 3 ડિગ્રી ઓછું છે. 5 ડિસેમ્બર 2025 બાદ આ સૌથી ઓછું તાપમાન છે. આ પહેલા ગયા વર્ષે ડિસેમ્બર 2025માં દિલ્હીમાં 3 વખત તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું. દિલ્હીમાં 1 ડિસેમ્બરે ઓછામાં ઓછું તાપમાન 5.7 ડિગ્રી, 4 ડિસેમ્બરે 5.6 ડિગ્રી અને 5 ડિસેમ્બરે પણ 5.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું પણ 2026માં અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ 8 જાન્યુઆરી સાબિત થયો છે. ઠંડીથી ક્યારે મળશે રાહત? દિલ્હી એરપોર્ટ સ્થિત પાલમ વેધશાળામાં આજે ઓછામાં ઓછું તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ સિવાય જાફરપુર, અયાનગર અને રિજ વિસ્તારમાં ઓછામાં ઓછું તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું છે. આગામી દિવસોમાં પણ આ ઠંડીથી રાહત મળવાની સંભાવના નથી. સવારે અને રાતના સમયે ઠંડીની અસર વધારે અનુભવાશે. ત્યારે ઠંડા વાતાવરણને કારણે લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. 9 જાન્યુઆરીએ કેવું રહેશે તાપમાન? IMD મુજબ દિલ્હી-એનસીઆરમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઓછામાં ઓછું તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. 9 જાન્યુઆરીએ દિલ્હીમાં આકાશ સાફ રહેવાની સંભાવના છે, જો કે સવારના સમયે ઘણા વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળી શકે છે. ત્યારબાદના દિવસોમાં પણ તાપમાન 5-7 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ પણ વાંચો: India-Myanmar બોર્ડર પરથી 15 કરોડનું હેરોઈન કરાયું જપ્ત, 2 લોકોની કરાઈ ધરપકડ

Read Full Story arrow_forward
CMA Foundation Result : અમદાવાદ ચેપ્ટર 80.34 ટકા સાથે વેસ્ટર્ન રિજનમાં અવ્વલ, પ્રથમ મોદી સિટી ટોપર
calendar_today January 8, 2026

CMA Foundation Result : અમદાવાદ ચેપ્ટર 80.34 ટકા સાથે વેસ્ટર્ન રિજનમાં અવ્વલ, પ્રથમ મોદી સિટી ટોપર

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2025માં લેવાયેલી CMA ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે વેસ્ટર્ન રિજિયનનું કુલ પરિણામ 55.97 ટકા નોંધાયું છે, જેની સરખામણીએ અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 80.34  ટકા સાથે ચડિયાતું રહ્યું છે. જોકે, ડિસેમ્બર 2024ના 61.93 ટકા પરિણામની સરખામણીએ આ વખતે અમદાવાદ ચેપ્ટરમાં 10.22 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 585 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યારે અગાઉ જૂન 2025ની પરીક્ષામાં માત્ર 184 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો રસ સતત વધી રહ્યો છે.CMA ડિસેમ્બર 2025 રિઝલ્ટ અમદાવાદ ચેપ્ટરમાં તેજસ્વી તારલાઓની વાત કરીએ તો, પ્રથમ મોદીએ 400માંથી 332 માર્ક્સ મેળવી અમદાવાદમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. બીજા ક્રમે મન શાહ 330 માર્ક્સ સાથે અને ત્રીજા ક્રમે તીર્થ જૈન 326 માર્ક્સ સાથે સફળ રહ્યા છે. આ ઉપરાંત, ચોથા ક્રમે શ્રેયાનશ રાજપૂત અને ઋત્વિક પીઠવાએ 322 માર્ક્સ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. પરિણામમાં ટકાવારીનો સાધારણ ઘટાડો હોવા છતાં, અમદાવાદના વિદ્યાર્થીઓએ વ્યક્તિગત રીતે શાનદાર પ્રદર્શન કરીને પ્રોફેશનલ કોર્સમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ પણ વાંચો : Amreli News : લીલીયામાં કાળમુખો ખાડો, બાઇક ખાબકતા એકનું મોત, બે મહિલાઓ ગંભીર ઇજાગ્રસ્ત

Read Full Story arrow_forward