android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના પુરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ઓમકારનાદમાં ઉપસ્થિત રહ્યાં
calendar_today January 8, 2026

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના પુરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ઓમકારનાદમાં ઉપસ્થિત રહ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ સોમનાથ સ્વાભિમાન પર્વની ત્રિ-દિવસિય ઉજવણીની ગુરૂવારથી શરૂઆત થઈ છે. આજથી એક હજાર વર્ષ પહેલા 1026માં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતૂટ શ્રદ્ધા અને આસ્થા તથા સામૂહિક શક્તિના સંકલ્પથી આજે સોમનાથ મંદિર ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક રૂપે અડીખમ ઊભું છે. ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવ મંદીરથી શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા ભૂપેન્દ્ર પટેલ આ શૌર્યતા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનો ગૌરવ મહિમા સોમનાથ સ્વાભિમાન પર્વથી વડાપ્રધાનશ્રીના પ્રેરણા માર્ગદર્શનમાં થઈ રહ્યો છે. આ પર્વમાં ઓમકાર નાદની ઊર્જા સામૂહિક ઓમકાર નાદથી જોડવા મંદિરોમાં 72 કલાક ઓમકાર નાદના ગુંજારવથી ભક્તિમય વાતાવરણનું નિર્માણ થવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઓમકાર નાદમાં ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવ મંદીરથી શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. મુખ્યમંત્રીએ ઓમકાર નાદની શરૂઆત પૂર્વે ધોળેશ્વર મંદિરમાં ભક્તિ ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા તેમણે આ સામુહિક ઓમકાર નાદમાં સહભાગી થવાનો સૌને અનુરોધ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણી વિરાસત અને અસ્મિતાના ગૌરવને વધુ ઉજાગર કરવાની તક આપણને સૌને મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને મંદિરો - દેવાલયોમાં થતાં સામુહિક ઓમકાર નાદ અથવા તો પોતાના ઘરે પણ સમય મળે ત્યારે ઓમકાર મંત્ર સ્મરણ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ ઓમકાર નાદની શરૂઆત પૂર્વે ધોળેશ્વર મંદિરમાં ભક્તિ ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા.મુખ્યમંત્રીએ બહેનો દ્વારા થઈ રહેલા ભજન-કિર્તનનું પણ શ્રવણ કર્યું હતું ગાંધીનગરના મેયર મીરાંબહેન પટેલ, ધારાસભ્યો રીટાબેન પટેલ અને અલ્પેશભાઈ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ, શહેર પ્રમુખ આશિષભાઈ દવે, જિલ્લા કલેકટર મેહુલ દવે, પદાધિકારીઓ તેમજ શ્રદ્ધાળુ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ બહેનો દ્વારા થઈ રહેલા ભજન-કિર્તનનું પણ શ્રવણ કર્યું હતું. ધોળેશ્વર મહાદેવના મહંતશ્રીએ મુખ્યમંત્રીનું શાલ અર્પણ કરીને અભિવાદન કર્યું હતું. આ પણ વાંચો : Gir Somnath News : સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શંખનાદ સાથે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ થયો 

Read Full Story arrow_forward
Surat : ચકચારી બિટકોઇન કેસમાં પૂર્વ MLA નલિન કોટડિયાને જામીન, બિલ્ડરના અપહરણ અને ખંડણી કેસનો નોંધાયો હતો ગુનો
calendar_today January 8, 2026

Surat : ચકચારી બિટકોઇન કેસમાં પૂર્વ MLA નલિન કોટડિયાને જામીન, બિલ્ડરના અપહરણ અને ખંડણી કેસનો નોંધાયો હતો ગુનો

સૂરતના બિટકોઇન કેસમાં પૂર્વ MLA નલિન કોટડિયાના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. નલિન કોટડિયાને 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. બિલ્ડરનું અપહરણ કરી ખંડણી માંગવાનો ગુનો નોંધાયેલો હતો કેસમાં આરોપ છે કે નલિન કોટડિયા એક બિલ્ડરનું અપહરણ કરી ખંડણી માંગવાનો ગુનો નોંધાયેલો હતો. અમદાવાદ ACB કોર્ટે અગાઉ 14 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. 32 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ આ કેસમાં કુલ 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ લગાવાયો હતો.આ પણ વાંચો-----    Vadodara માં કાળમુખા ભારદારી વાહનોનો આતંક, 3 કલાકમાં બીજો અકસ્માત, એરપોર્ટ રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત

Read Full Story arrow_forward
Gir Somnath News : ગુજરાત પોલીસ અશ્વદળના તાલીમ બદ્ધ અશ્વસવારના 'હર હર મહાદેવ' ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
calendar_today January 8, 2026

Gir Somnath News : ગુજરાત પોલીસ અશ્વદળના તાલીમ બદ્ધ અશ્વસવારના 'હર હર મહાદેવ' ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

આ શોર્ય યાત્રામાં પારંપરિક વેશભૂષામાં ગુજરાત પોલીસ અશ્વદળના 108 ઘોડે સવારો ભાગ લેશે. શક્તિના પ્રતીક સમાન અશ્વ અને સોમનાથનું સ્વાભિમાન એક કેડીએ બલિદાન અને શૌર્યતાના ઇતિહાસને પુનર્જીવિત કરશે. આ શોર્ય યાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત પોલીસ અશ્વદળના 15 જિલ્લાના અશ્વ અને અસવાર સોમનાથ ખાતે આવી પહોંચ્યા છે. ઇતિહાસને આજની પેઢી સુધી જીવંત રીતે પહોંચાડવાનો પ્રયાસ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના નેતૃત્વમાં પાછલા ત્રણ દિવસથી સોમનાથ ખાતે આ અશ્વસવારો રિહર્સલ કરી રહ્યા છે. આજે સોમનાથ ખાતે યોજાયેલા રિહર્સલમાં અશ્વસાવરોના ' જય સોમનાથ - હર હર મહાદેવ' ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સોમનાથ મહાદેવ મંદિર ભારતના આત્મસન્માન, સહનશીલતા અને પુનર્નિર્માણની અનોખી ગાથા રજૂ કરે છે. વારંવાર આક્રમણો છતાં સોમનાથ ફરી ફરી બેઠું થયું—આજ સુધી અડીખમ ઊભેલુ આ તીર્થ રાષ્ટ્રના અડગ સ્વાભિમાનનું પ્રતિક બની ગયુ છે. “સોમનાથ સ્વાભિમાન પર્વ” આ જ ઇતિહાસને આજની પેઢી સુધી જીવંત રીતે પહોંચાડવાનો પ્રયાસ છે. સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમ ભારતના સાંસ્કૃતિક આત્મવિશ્વાસ, આધ્યાત્મિક વારસા અને રાષ્ટ્રીય ગૌરવનો ઐતિહાસિક ઉત્સવ બનશે—જે સોમનાથથી સમગ્ર દેશ સુધી સ્વાભિમાનનો સંદેશ પહોંચાડશે. આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના પુરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ઓમકારનાદમાં ઉપસ્થિત રહ્યાં

Read Full Story arrow_forward