android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar : પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા લગભગ 6 માસથી નળ વાટે દુષિત અને દુર્ગંધયુકત પાણીનું વિતરણ, લોકોને મુશ્કેલી
calendar_today January 8, 2026

Jamnagar : પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા લગભગ 6 માસથી નળ વાટે દુષિત અને દુર્ગંધયુકત પાણીનું વિતરણ, લોકોને મુશ્કેલી

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં નળ વાટે ગંદુ અને દુર્ગંધ યુક્ત પાણી વિતરણ થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તંત્ર દ્વારા પાણી બાબતે રજૂઆત કર્યા બાદ પણ કોઈ ધ્યાન આપતું ન હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે તંત્ર ઇન્દોરમાં થતી દુર્ઘટનાની રાહ જોઈને બેઠી છે કે શું એ સવાલ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા લગભગ 6 માસથી નળ વાટે દુષિત અને દુર્ગંધયુકત પાણીનું વિતરણ જામનગરના પોશ ગણાતા પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા લગભગ 6 માસથી નળ વાટે દુષિત અને દુર્ગંધયુકત પાણીનુ વિતરણ થતુ હોવાના આક્રોશ સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.જેના પગલે રોગચાળાનો પણ ખતરો તોળાઇ રહયો છે. જામનગર મહાનગરપાલિકાની કથિત ઘોર બેદરકારી કોઈ મોટી જાનહાનિ નોતરે તેવી ભીતિ શહેરના પટેલ કોલોની શેરી નં. 9, રોડ નં. 2 પર શ્રી ગણેશ ટેનામેન્ટસ અને તેની આજુબાજુના વિસ્તાર જેમાં અંદાજિત 2000 જેટલા લોકો વસવાટ કરે છે જ્યાં છેલ્લા કેટલાક સમયથી નળ વાટે દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ થતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની ઘટના હજુ તાજી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની કથિત ઘોર બેદરકારી કોઈ મોટી જાનહાનિ નોતરે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. પાણીનો રંગ કાળો હોવાથી તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયું છે  રહીશોના જણાવ્યા અનુસાર, પીવાના પાણીમાં કથિત ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે. પાણીનો રંગ કાળો અને અત્યંત દુર્ગંધ મારતું હોવાથી તેનો ઉપયોગ કરવો તો દૂર, તેને અડવું પણ મુશ્કેલ બની ગયું છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઇ હલ ન કરાયો હોવાનો આક્રોશ પણ તેમણે વ્યકત કર્યો હતો. નળ સંબંધિત વિસ્તારમાં લાઇનની મરામત બાદ પણ હજુ સુધી દુષિત જળની સમસ્યા મહદઅંશે યથાવત રહેવા પામી છે. જેના કારણે લોકો પીવામાં પાણીનો ઉપયોગ કરી શકતા નથી અને બહારથી વેચાતું પાણી લઈ પી રહ્યાં છે. વેરો વસૂલતું તંત્ર જો શુદ્ધ પીવાનું પાણી પણ પૂરું પાડી શકતું ન હોય, તો તે અત્યંત શરમજનક બાબત  પ્રજા પાસેથી વેરો વસૂલતું તંત્ર જો શુદ્ધ પીવાનું પાણી પણ પૂરું પાડી શકતું ન હોય, તો તે અત્યંત શરમજનક બાબત ગણાય. હાલ સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક પીવાના પાણીની લાઈન ચેક કરી નવી પાઇપ લાઈન ફિટ કરવામાં આવે જેથી આ સમસ્યાનો નિવેડો લાવી શકાય... આ પણ વાંચો-----   Surat: જેલમુક્તિ પછી ડ્રગ્સ માફિયાનો ફિલ્મી તમાશો, ફટાકડા ફોડી, કારના કાફલા સાથે ઊજવણી કરી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Read Full Story arrow_forward
Ahmedabad News : સાબરમતી જેલની સુરક્ષામાં ગાબડું, કુખ્યાત ગેંગસ્ટરની બેરેકમાંથી આઈફોન મળતા ખળભળાટ
calendar_today January 8, 2026

Ahmedabad News : સાબરમતી જેલની સુરક્ષામાં ગાબડું, કુખ્યાત ગેંગસ્ટરની બેરેકમાંથી આઈફોન મળતા ખળભળાટ

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ, જે રાજ્યની સૌથી સુરક્ષિત જેલ ગણાય છે, ત્યાં ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા થયા છે. જેલ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલા આકસ્મિક સર્ચ ઓપરેશન દરમિયાન હાઈ સિક્યોરિટી ઝોનમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીની બેરેકમાંથી આઈફોન સહિત કુલ બે મોબાઈલ ફોન અને બે સીમકાર્ડ મળી આવ્યા છે. વિશાલ ગોસ્વામી લૂંટ, ફાયરિંગ અને હત્યા જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. આટલા ખતરનાક કેદી પાસે જેલની અંદર હાઈટેક મોબાઈલ ફોન મળી આવતા જેલની કડક સુરક્ષા અને વોચ ટાવરોના સર્વેલન્સ સામે ગંભીર પ્રશ્નાર્થો ઉઠ્યા છે.ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી ફરી ચર્ચામાં તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ગેંગસ્ટરે જેલની દિવાલમાં બાકોરું પાડ્યું હતું અને તેમાં એક પ્લાસ્ટિકના ડબ્બામાં આ મોબાઈલ ફોન છુપાવી રાખ્યા હતા. જેલની દિવાલો ભેદીને કેદીઓ કેવી રીતે આવા પ્રતિબંધિત સાધનો અંદર લાવે છે તે બાબત ચિંતાનો વિષય બની છે. આ સમગ્ર મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મોબાઈલ ફોન કોણે જેલમાં પહોંચાડ્યા તેમજ વિશાલ ગોસ્વામી જેલની અંદરથી કોની સાથે સંપર્કમાં હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. જેલના કર્મચારીઓની મીલીભગત છે કે કેમ તે અંગે પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો : Bhavnagar News : નવનીત બાલધિયાને ન્યાય અપાવવા સુરત કોળી સમાજ મેદાને, 100 ગાડીઓનો કાફલો મહુવા રવાના

Read Full Story arrow_forward
Vadodara News : વડોદરામાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચને લઈ ઉત્સાહ, રોહિત શર્મા, કે.એલ. રાહુલ વડોદરા એરપોર્ટ પહોંચ્યા
calendar_today January 8, 2026

Vadodara News : વડોદરામાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચને લઈ ઉત્સાહ, રોહિત શર્મા, કે.એલ. રાહુલ વડોદરા એરપોર્ટ પહોંચ્યા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તા.૧૧મીના રોજ રવિવારે યોજાનારી વન ડે મેચ દરમિયાન અભેદ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવા માટે બુધવારે રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થા ટ્રાફિક અને પાર્કિંગ સહિતના મુદ્દે બીસીએના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મેચ જોવા માટે ૩૦,૦૦૦ પ્રેક્ષકો આવનાર હોવાથી તે પ્રમાણે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરાયું છે. પોલીસ અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી શહેર નજીક કોટંબી ખાતે બીસીએના ગ્રાઉન્ડ પર ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે તા.૧૧મીના રોજ વન ડે મેચ યોજાનાર છે. આ મેચમાં આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવનાર ક્રિકેટરોની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ના રહી જાય તે માટે રેન્જ આઇજી સંદિપસીંઘ અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સહિતના પોલીસ અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. ગ્રાઉન્ડ પર એન્ટ્રી ઍકિઝટ સહિતના રસ્તાઓની મુલાકાત લીધી હતી. ડ્રેસિંગ રૂમમાંથી ગ્રાઉન્ડ પર જવા-આવવાના રસ્તાની પણ મુલાકાત લીધી હતી. આ માર્ગ પરની સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ ચર્ચા કરી હતી પોલીસે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બીસીએના પ્રમુખ પ્રણવ અમીન સહિતના પદાધિકારીઓ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેલાડીઓ, પ્રેક્ષકોની સુરક્ષા વ્યવસ્થા માટે ચર્ચા થઇ હતી. આ ઉપરાંત મેચના દિવસે ટ્રાફિક નિયમન અને મેચ જોવા આવનાર માટે પાર્કિંગ વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર ગ્રાઉન્ડ પર પોલીસ શ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ઊભી કરનાર છે. આ માટે ૨૦૦૦ પોલીસ કર્મીઓ તહેનાત કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વડોદરા આવ્યો હતો કોટંબી ખાતે BCA સ્ટેડિયમમાં ભારત અને NZની ODI મેચ માટે આજે કિંગ કોહલીની હરણી એરપોર્ટ ખાતે ગ્રાન્ડ એન્ટ્રી થઈ હતી. એરપોર્ટ પર મોટી સંખ્યામાં એકગ થયેલા ફેન્સે પ્રિય ખેલાડીને ઘેરી લીધો હતો. જેથી સર્જાયેલી અરાજકતા વચ્ચે વિરાટને બહાર કાઢી કારમાં બેસાડતા સિક્યોરિટીના સ્ટાફને પરસેવો પડ્યો વડોદરામાં રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વન-ડે મેચ રમાવાની છે. આ મેચ માટે આજે સ્ટાર ખેલાડી અને ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વડોદરા આવ્યો હતો. વિરાટને પોલીસ એસ્કોટિંગમાં ગોત્રી વિસ્તારની હયાત હોટલ ખાતે થઈ જવાયો હતો હરણી એરપોર્ટ પર વિરાટની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સનો જમાવડો થયો હતો. એરપોર્ટથી બહાર નીકળેલા વિરાટને જોતા જ તેના ફ્રેન્સ બેકાબૂ થવા હતાં. કેટલાક ફેન્સે સેલ્ફી લેવા વિરાટ તરફ દોડી ગયા હતાં. એક તબક્કે ફ્રેન્સે કોહલીને ઘેરી લીધો હતો. દરમિયાન કોહલી.કોહલી...ની બૂમો વચ્ચે ધક્કામુક્કીને પગલે અરાજકતા સજાઈ હતી. જેના પગલે સુરક્ષા કર્મચારીઓનું પ્રેશર વધી ગયું હતું. સુરક્ષાના સ્ટાફે ભારે જેહમત બાદ વિરાટને કોર્ડન કરી કારમાં બેસાડયો હતો. ત્યારબાદ વિરાટને પોલીસ એસ્કોટિંગમાં ગોત્રી વિસ્તારની હયાત હોટલ ખાતે થઈ જવાયો હતો.બીજી તરફ, વિરાટની એન્ટ્રી બાદ એરપોર્ટ પર બીજા ખેલાડીઓ માટે ખાનગી સુરક્ષા વ્યવસ્થા વધારાઈ હતી દરમિયાન સાંજના સમયે ભારતના યુવા બેટ્સમેન શુભમન ગીલ તેમજ ન્યૂઝીલેન્ડના કેપ્ટન માઈકલ બેસવેલ, હેનરી નિકોલસ, ડેવોન કોનવે અને માઈકલ રાય સહિતના ખેલાડીઓ પણ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં હતાં. મોડી સાંજની ફ્લાઈટમાં કેપ્ટન કે.એલ.રાહુલ, રોહિત શર્મા અને હર્ષિત રાણા સાથે કોચ ગૌતમ ગંભીરનું પણ વડોદરામાં આગમન થયું હતું. ઉલ્લેખનિય છે કે, એરપોર્ટ પર ભીડને કારણે બીજા મુસાફરોને પાલાકી પડી હતી. આ પણ વાંચો : Rajkot News : રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત વધારવા કલેકટરની સરકારમાં દરખાસ્ત, 13 જાન્યુઆરીએ અશાંતધારાની મુદ્દત થાય છે પૂર્ણ

Read Full Story arrow_forward