android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
અડગ શ્રદ્ધાનું શિખર સોમનાથ સરદાર પટેલનો સંકલ્પ અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં નવતર વિકાસ
calendar_today January 8, 2026

અડગ શ્રદ્ધાનું શિખર સોમનાથ સરદાર પટેલનો સંકલ્પ અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં નવતર વિકાસ

ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના કેન્દ્રસમાન સોમનાથ મંદિરનો ઇતિહાસ અડગ શ્રદ્ધા અને અવિરત પુનર્નિર્માણની અપ્રતિમ કહાની છે. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું આ પવિત્ર ધામ સદીઓથી ભારતીય અસ્મિતાનું રક્ષક રહ્યું છે.

Read Full Story arrow_forward
Surat News : નવી સિવિલ હોસ્પિટલ રોડ પર કૂતરાનો આતંક, દરરોજ નોંધાય છે 130 થી વધુ કેસ...!
calendar_today January 8, 2026

Surat News : નવી સિવિલ હોસ્પિટલ રોડ પર કૂતરાનો આતંક, દરરોજ નોંધાય છે 130 થી વધુ કેસ...!

સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના આંકડા ચોંકાવનારા છે, જ્યાં દરરોજ સરેરાશ 130 જેટલા કૂતરા કરડવાના કેસ નોંધાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે હોસ્પિટલના એન્ટી-રેબીઝ સેન્ટરમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળે છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રખડતા શ્વાનો હવે હિંસક બની રહ્યા છે, જેના કારણે રસ્તા પરથી પસાર થવું પણ જોખમી બન્યું છે.સુરતીઓ ત્રાહિમામ સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ હુમલાઓનો શિકાર મોટાભાગે નિર્દોષ નાના બાળકો બની રહ્યા છે. રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં રમતા બાળકો પર કૂતરાઓ ત્રાટકતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જોકે, રખડતા કૂતરાઓના પ્રશ્ને સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અખત્યાર કર્યું છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી નસબંધી કે રસીકરણની કામગીરી જમીની સ્તરે નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેવું જણાય છે. તંત્રની ઢીલી નીતિને કારણે સામાન્ય જનતા અને ખાસ કરીને બાળકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આ પણ વાંચો : Nasvadi ના ચામેઠા PHC ની બેદરકારી, હોસ્પિટલના રસોડામાં ધમધમે છે લેબોરેટરી, દર્દીઓ રામભરોસે

Read Full Story arrow_forward
Rajkot News: દાણાપીઠ વિસ્તારમાં 3 દુકાનોના તાળા તૂટ્યા
calendar_today January 8, 2026

Rajkot News: દાણાપીઠ વિસ્તારમાં 3 દુકાનોના તાળા તૂટ્યા

રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટ શહેરના મુખ્ય વેપારી મથક ગણાતા દાણાપીઠ વિસ્તારમાં તસ્કરોએ ખાતર પાડી પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાડ્યા છે. રાત્રીના સમયે તસ્કરોએ એકસાથે ત્રણ દુકાનોના તાળા તોડી રોકડ રકમ અને માલસામાનની ચોરી કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.તેલના ડબ્બા અને ખજૂરની પણ ચોરી ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટના 'એ' ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા દાણાપીઠ વિસ્તારમાં તસ્કરોએ મોડી રાત્રે હાથફેરો કર્યો હતો. જેમાં નિમેષ ટ્રેડર્સ અને જલારામ ટ્રેડર્સ સહિતની ત્રણ દુકાનોને નિશાન બનાવવામાં આવી હતી. તસ્કરો માત્ર રોકડ જ નહીં, પરંતુ દુકાનમાંથી સીંગતેલના ડબ્બા, ખજૂર અને અન્ય સામાન પણ ઉઠાવી ગયા છે. પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો રાજકોટ શહેરના ભરચક ગણાતા અને મુખ્ય વેપારી વિસ્તારમાં ચોરીની ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. વેપારીઓનો આક્ષેપ છે કે, રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ હોય તેવું જણાય છે. જો મુખ્ય બજારોમાં જ દુકાનો સુરક્ષિત ન હોય, તો અન્ય વિસ્તારોની હાલત શું હશે? તે ચિંતાનો વિષય છે. એક રાતમાં ત્રણ-ત્રણ દુકાનના તાળા તૂટવાની ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 'એ' ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતા જ વેપારીઓ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. 'એ' ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને આસપાસના CCTV ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે. આ તસ્કરો કોણ હતા અને ચોરી કરવા માટે કયા વાહનનો ઉપયોગ કર્યો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. વેપારી સંગઠનોએ પણ આ મામલે કડક કાર્યવાહી અને રાત્રિ સુરક્ષા વધારવાની માગ કરી છે. આ પણ વાંચો - Rajkot News : રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત વધારવા કલેકટરની સરકારમાં દરખાસ્ત, 13 જાન્યુઆરીએ અશાંતધારાની મુદ્દત થાય છે પૂર્ણ

Read Full Story arrow_forward