android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News : નવનીત બાલધિયાને ન્યાય અપાવવા સુરત કોળી સમાજ મેદાને, 100 ગાડીઓનો કાફલો મહુવા રવાના
calendar_today January 8, 2026

Bhavnagar News : નવનીત બાલધિયાને ન્યાય અપાવવા સુરત કોળી સમાજ મેદાને, 100 ગાડીઓનો કાફલો મહુવા રવાના

બગદાણાના સેવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના મામલે હવે સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. નવનીતને ન્યાય અપાવવા માટે સુરત કોળી સમાજ મેદાને પડ્યો છે અને આજે વહેલી સવારે સુરતથી 100 થી વધુ ગાડીઓના વિશાળ કાફલા સાથે સમાજના અગ્રણીઓ અને યુવાનો મહુવા જવા રવાના થયા હતા. આ કાફલો મહુવા હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાની મુલાકાત લેશે અને તેમની તબિયત વિશે પૂછપરછ કરશે. સમાજની સ્પષ્ટ માંગ છે કે આ કેસમાં કોઈ પણ પક્ષપાત વગર તપાસ કરવામાં આવે અને દોષિતોને કડક સજા થાય.બગદાણા સેવક પર હુમલો આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા તપાસ માટે SIT (Special Investigation Team) ની રચના કરવામાં આવી છે. જોકે, આંદોલનકારીઓની મુખ્ય માંગ એ છે કે આ હિંસક હુમલામાં સંડોવાયેલા મુખ્ય આરોપીનું નામ તાત્કાલિક ધોરણે FIRમાં ઉમેરવામાં આવે. આ મામલે આધ્યાત્મિક ગુરુ ઋષિ ભારતી બાપુએ પણ મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે, "આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી પણ સમગ્ર સમાજની અસ્મિતાનો સવાલ છે. જ્યાં સુધી પીડિતને પૂરો ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત શાંત નહીં થાય." હાલમાં મહુવા અને બગદાણા પંથકમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. આ પણ વાંચો : Surat News : નવી સિવિલ હોસ્પિટલ રોડ પર કૂતરાનો આતંક, દરરોજ નોંધાય છે 130 થી વધુ કેસ...!

Read Full Story arrow_forward
Surat: જેલમુક્તિ પછી ડ્રગ્સ માફિયાનો ફિલ્મી તમાશો, ફટાકડા ફોડી, કારના કાફલા સાથે ઊજવણી કરી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
calendar_today January 8, 2026

Surat: જેલમુક્તિ પછી ડ્રગ્સ માફિયાનો ફિલ્મી તમાશો, ફટાકડા ફોડી, કારના કાફલા સાથે ઊજવણી કરી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સુરત શહેરના ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ 5 મહિનાની જેલમાંથી મુક્ત થતા જ તેણે જાહેરમાં તમાશો કર્યો હતો. તેણે અને તેના સાગરીતોએ ફટાકડા ફોડ્યા હતા અને કારના કાફલાની સાથે ઉજવણી કરી હતી જેનો વીડિયો પાછો તેણે સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો છે.વીડિયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરવામાં આવ્યો ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. વિડિયોમાં તેણે કેપ્શન મૂક્યું છે કે ડોન એટલે ડોન.... શિવા ઝાલા 5 મહિનાની જેલવાસ પછી છુટ્યો હતો જેલમાંથી છૂટતાં જ તેણે જાહેરમાં તાયફો કર્યો હતો. હાઈટેક ડ્રગ્સ વેપારમાં પકડાયો હતો પોલીસે અગાઉ ખુલાસો કર્યો હતો કે શિવા ઝાલા તેના ઘરમાંથી CCTV અને વોકી-ટોકી જેવા હાઈટેક ઉપકરણો દ્વારા ડ્રગ્સનો વેપાર ચલાવતો હતો. જેલમુક્તિ પછીનો તેણે કરેલા ફિલ્મી સ્ટાઇલના તમાશા વિશે પોલીસે તપાસ શરુ કરી છે. આ પણ વાંચો----- Kheda: કઠલાલમાં ગળું કપાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા સનસનાટી, હત્યારાઓની શોધખોળ શરુ

Read Full Story arrow_forward
Dahod News: લીમખેડામાં ચાઈનીઝ દોરીથી ઘવાયો યુવક
calendar_today January 8, 2026

Dahod News: લીમખેડામાં ચાઈનીઝ દોરીથી ઘવાયો યુવક

ઉત્તરાયણ પર્વ પૂર્વે જ જીવલેણ ચાઈનીઝ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ચાઈનીઝ દોરીના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. મોટર સાયકલ પર જઈ રહેલા એક યુવકના ગળા અને હોઠના ભાગે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી આવી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.કાકરીડુંગરીથી લીમખેડા આવતા સમયે બની ઘટના ઘટનાની મળતી માહિતી અનુસાર, કાકરીડુંગરી ગામના બે યુવકો મોટર સાયકલ લઈને લીમખેડા તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હવામાં લટકતી ચાઈનીઝ દોરી બાઈક સવાર રાજેશ ડાંગી નામના યુવકને વાગી હતી. દોરી એટલી ધારદાર હતી કે, યુવકના હોઠના ભાગે ઊંડો ઘા પડી ગયો હતો અને તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયો હતો. હોસ્પિટલમાં 15 ટાંકા લેવા પડ્યા ઈજાગ્રસ્ત રાજેશને તાત્કાલિક સારવાર માટે લીમખેડાની યુનિટી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર જણાતા ડોક્ટરોએ ઓપરેશન હાથ ધર્યું હતું. યુવકને હોઠના અંદર અને બહારના ભાગે થઈને કુલ 15 જેટલા ટાંકા લેવા પડ્યા છે. સદનસીબે દોરી ગળાના મુખ્ય ભાગે ન વાગતા મોટી જાનહાનિ ટળી હતી. ચાઈનીઝ દોરી વેચનારા સામે કડક પગલાંની માગ સરકાર દ્વારા પ્રતિબંધ હોવા છતાં બજારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ ધમધમી રહ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માગ કરી રહ્યા છે કે, પોલીસ અને તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જીવલેણ ચાઈનીઝ દોરી વેચતા વેપારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ વ્યક્તિનો જીવ જોખમમાં ના મુકાય. આ પણ વાંચો - Dahod: દારૂની રેડ કરવા ગયેલા પોલીસ જવાન પર બુટલેગરે કુહાડીથી જીવલેણ હુમલો કર્યો

Read Full Story arrow_forward