android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ભાટ ગામના કેફેમાં નજીવી બાબતે ઝઘડો થતાં 4 શખ્સોએ યુવકનો હાથ તોડી નાખ્યો
calendar_today January 7, 2026

Ahmedabad: ભાટ ગામના કેફેમાં નજીવી બાબતે ઝઘડો થતાં 4 શખ્સોએ યુવકનો હાથ તોડી નાખ્યો

શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભાટ ગામના એક કેફેમાં મોડી રાત્રે લોહિયાળ જંગ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. નજીવી બાબતે ચાર શખ્સોએ એક યુવક પર લાકડીઓ વડે હુમલો કરતા તેનો જમણો હાથ ભાંગી ગયો છે.સરદારનગરમાં રહેતા ગૌરવ રાજુભાઈ શર્મા ગત 6 જાન્યુઆરીની મોડી રાત્રે તેમના મિત્રો વરુણ ભાટિયા અને રાહુલ હિરવાણી સાથે ભાટ ગામમાં આવેલા કેફેમાં ગયા હતા. રાત્રિના અંદાજે 2:30 વાગ્યાના સુમારે કેફેમાં હાજર કેટલાક શખ્સો થિયેટર રૂમમાં અત્યંત મોટા અવાજે ગીતો વગાડી રહ્યા હતા. ગૌરવભાઈએ ત્યાં હાજર સાગર ભરવાડ નામના શખ્સને અવાજ ધીમો કરવા વિનંતી કરતા સાગર ભરવાડ અને સાહિલ ચૌધરી ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. તકરાર વધતા આ બંને શખ્સોએ અન્ય બે અજાણ્યા શખ્સોને બોલાવી લીધા હતા. તેઓએ પોતાની બાઈક અને એક્ટિવામાં રાખેલી લાકડીઓ કાઢી ગૌરવ અને તેના મિત્રોને માર માર્યો હતો. હુમલા દરમિયાન સાગર ભરવાડે ગૌરવના જમણા હાથ પર લાકડીના ફટકા ઝીંકી દીધા હતા, જેના કારણે તેને ફેક્ચર થયું હતું. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકની ફરિયાદને આધારે એરપોર્ટ પોલીસે સાગર ભરવાડ, સાહિલ ચૌધરી અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: નરોડામાં મિત્રની કાર ફરવા લઈ જવાના બહાને ગીરવે મૂકી રૂપિયા વાપરી નાખ્યા
calendar_today January 7, 2026

Ahmedabad: નરોડામાં મિત્રની કાર ફરવા લઈ જવાના બહાને ગીરવે મૂકી રૂપિયા વાપરી નાખ્યા

નરોડા વિસ્તારમાં વર્ષો જૂની મિત્રતા પર વિશ્વાસ રાખી પોતાની કાર આપનાર યુવક સાથે તેના જ મિત્રોએ છેતરપિંડી આચરી છે. ફરવા જવાના બહાને કાર લઈ ગયેલા બે શખ્સોએ કાર પરત કરવાને બદલે અન્ય વ્યક્તિને ત્યાં ગીરવે મૂકી દેતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.નરોડાના હંસપુરા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય ભાવિકભાઈ પટેલે નરોડા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ભાવિક છેલ્લા 15 વર્ષથી કુમારસિંહ ઉર્ફે મિતુ વનરાજસિંહ ઝાલાને ઓળખતા હતા. આ જૂની મિત્રતાનો ગેરફાયદો ઉઠાવીને ગત 11 માર્ચ 2025ના રોજ કુમારસિંહ અને તેના મિત્ર અંકિત બારોટે ભાવિકભાઈનો સંપર્ક કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, તેમને બહારગામ ફરવા જવું છે, તેથી એક અઠવાડિયા માટે ભાવિકભાઈની સ્વિફ્ટ કારની જરૂર છે. મિત્રતાના નાતે ભાવિકભાઈએ હંસપુરા BRTS સ્ટેન્ડ પાસે જઈને પોતાની કાર સોંપી હતી. જોકે, એક અઠવાડિયું વીત્યા બાદ જ્યારે ભાવિકભાઈએ કાર પરત માંગી, ત્યારે આરોપીઓએ ગલ્લાંતલ્લાં શરૂ કર્યા હતા. આરોપીઓએ એવું બહાનું કાઢયું હતું કે, કારનો દરવાજો ક્યાંક અથડાયો છે અને હાલ ગાડી રિપેરિંગમાં છે. આ પછી ઘણો સમય વીતવા છતાં કાર પરત ન મળતા ભાવિકભાઈએ પોતાની રીતે તપાસ આદરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, કુમારસિંહ અને અંકિત બારોટે આ કાર ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતા રવિભાઈ રબારી નામના શખ્સને ત્યાં ગીરવે મૂકી દીધી હતી. ભાવિક પટેલે આ મામલે નરોડા પોલીસ મથકમાં બંને મિત્રો વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીઓની શોધખોળ અને કાર પરત મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: AMCની વ્યાજ માફી યોજનાનો પ્રારંભ 7 દિવસમાં 10.66 કરોડની વસૂલાત
calendar_today January 7, 2026

Ahmedabad: AMCની વ્યાજ માફી યોજનાનો પ્રારંભ 7 દિવસમાં 10.66 કરોડની વસૂલાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે જાહેર કરવામાં આવેલી 'વ્યાજ માફી યોજના'ને અમદાવાદીઓએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે.1 જાન્યુઆરી 2026થી શરૂ થયેલી આ યોજનાના માત્ર પ્રથમ સાત દિવસમાં જ પૂર્વમાં આવેલા ચાર ઝોનમાં 14,976 કરદાતાઓએ કુલ રૂ. 10.66 કરોડનો વેરો જમા કરાવીને વ્યાજ માફીનો લાભ લીધો છે. કોર્પોરેશનના ડેટા મુજબ, પૂર્વ ઝોનમાં સૌથી વધુ 4,803 કરદાતાઓએ વેરો ભર્યો છે. જ્યારે નાણાકીય દૃષ્ટિએ મધ્ય ઝોન રૂ. 3.60 કરોડની વસૂલાત સાથે મોખરે રહ્યો છે. ઉત્તર અને દક્ષિણ ઝોનમાં પણ નોંધપાત્ર વસૂલાત જોવા મળી છે. મધ્ય ઝોનમાં 2380 કરદાતાઓએ રૂ.3.60 કરોડ, ઉત્તર ઝોનમાં 3243 કરદાતાઓએ રૂ.1.76 કરોડ, દક્ષિણ ઝોનમાં 4550 કરદાતાઓએ રૂ.2.40 કરોડ, પૂર્વ ઝોનમાં 4803 કરદાતાઓએ રૂ.2.90 કરોડ, આમ કુલ 4 ઝોનમાં 14976 કરદાતાઓએરૂ.10.66 કરોડનો મિલકત વેરો ભર્યો છે. આ યોજનામાં જૂની ફેર્મ્યુલા/ચાલી-ઝૂંપડા સાથે રહેણાંક અને કોમર્શિયલ બંનેમાં 100% વ્યાજ માફી (31 માર્ચ સુધી). નવી ફેર્મ્યુલા (રહેણાંક)માં જાન્યુઆરીમાં 85%, ફેબ્રુઆરીમાં 80% અને માર્ચમાં 75% માફી મળશે. તો નવી ફેર્મ્યુલા (બિન-રહેણાંક)માં જાન્યુઆરીમાં 65%, ફેબ્રુઆરીમાં 60% અને માર્ચમાં 50% માફી રહેશે. આ યોજના માત્ર બાકી વેરા પર લાગુ છે, વર્ષ 2025-26ના ચાલુ વેરા પર આ રિબેટનો લાભ મળશે નહીં. AMCના આ આક્રમક અભિગમથી કોર્પોરેશનની તિજોરી છલકાઈ રહી છે અને વર્ષોથી બાકી ટેક્સના ડુંગર નીચે દબાયેલા મધ્યમ વર્ગના પરિવારોને મોટી આર્થિક રાહત મળી રહી છે. જેમ જેમ દિવસો જશે તેમ વ્યાજ માફીની ટકાવારી ઘટતી હોવાથી આગામી દિવસોમાં ટેક્સ બારીઓ પરભારે ધસારો જોવા મળી શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward