android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: નરોડામાં નકલી પોલીસ ફરી સક્રિય, રિક્ષા ચાલકને ધમકી આપી રૂ.40,000 લૂંટયા
calendar_today January 7, 2026

Ahmedabad: નરોડામાં નકલી પોલીસ ફરી સક્રિય, રિક્ષા ચાલકને ધમકી આપી રૂ.40,000 લૂંટયા

શહેરમાં ખાખી વર્દીને બદનામ કરતી અને સામાન્ય નાગરિકોને કાયદાનો ડર બતાવી લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થઈ હોય તેવી ઘટના સામે આવી છે. નરોડા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી એક ગઠિયાએ રિક્ષા ચાલકને ખોટા કેસમાં ફ્સાવી દેવાની ધમકી આપી છ્સ્માંથી નાણાં પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.કુબેરનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ગણેશભાઈ મુતુસ્વામી મદ્રાસી સાથે આ છેતરપિંડી થઈ છે. ગત 28 ડિસે.ના રોજ બપોરે તેઓ પોતાની મોટરસાયકલ સાથે નરોડા બેઠક પાસે ઊભા હતા, તે સમયે એક શખ્સે આવીને પોતાની ઓળખ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી. એટલું જ નહીં નકલી આઈ-કાર્ડની બતાવી ધાક જમાવી આરોપીએ આઈ-કાર્ડની એક ઝલક બતાવી ગણેશભાઈને દબાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં દસ્તાવેજોના બહાને ડરાવ્યા હતા, જેમાં મોટરસાયકલના વીમો અને PUC જેવા કાગળો ન હોવાથી આરોપીએ ગણેશભાઈને દારૂના ખોટા કેસમાં ફ્સાવી 'આજીવન કેદ' કરાવવાની ધમકી આપી હતી. આરોપી ગણેશભાઈને રિક્ષામાં બેસાડી નરોડા સુતરના કારખાના પાસેના ATM પર લઈ ગયો હતો અને બળજબરીથી રૂ.40,000 કઢાવીને તે લઈ ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર ગણેશભાઈએ શરૂઆતમાં ડરના માર્યા પરિવારને કંઈ જણાવ્યું નહોતું, પરંતુ ત્યારબાદ છેતરપિંડી થયાનું જાણ થતા તેમણે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા છે. ફરિયાદ કરનારના વર્ણનના આધારે સ્કેચ અને બાતમીદારોની મદદ લેવામાં આવી રહી છે. આ ગેંગમાં અન્ય કેટલા સભ્યો સામેલ છે તેની પણ તપાસ ચાલી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: વસ્ત્ર્રાલ-રામોલ વિસ્તારમાં 31.24 કરોડના ખર્ચે નવી ટ્રંક લાઈન નખાશે
calendar_today January 7, 2026

Ahmedabad: વસ્ત્ર્રાલ-રામોલ વિસ્તારમાં 31.24 કરોડના ખર્ચે નવી ટ્રંક લાઈન નખાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં આવતા વસ્ત્રાલ અને રામોલ વિસ્તારના રહીશો માટે રાહતના સમાચાર છે.આ વિસ્તારમાં વર્ષોથી હેરાન કરતાં ડ્રેનેજ બેકિંગની સમસ્યાને દૂર કરવા માટે તંત્ર દ્વારા માઈક્રો ટનલીંગ પદ્ધતિથી 1600 મીમી ડાયાની નવી ડ્રેનેજ ટ્રંક મેઈન લાઈન નાંખવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે AMC દ્વારા અંદાજિત રૂ. 31,24,34,679 ના ખર્ચે આ કામગીરી પૂર્ણ કરશે. અત્યાર સુધી પાંજરાપોળ ચાર રસ્તાથી મઢુલી પાન પાર્લર સુધીની મુખ્ય ડ્રેનેજ લાઈન વસ્ત્ર્રાલના અંદરના રહેણાંક રોડ પરથી પસાર થતી હતી. આશરે 4.10 કિમી લાંબી આ લાઈનમાં લોડ વધવાને કારણે વારંવાર બેકિંગ થતું હતું, જેનાથી સ્થાનિક સોસાયટીઓના ગટરો ઉભરાતી હતી. નવા આયોજન મુજબ, હવે ઔડા દ્વારા નાંખેલી લાઈનને પાંજરાપોળ ચાર રસ્તાથી વસ્ત્ર્રાલ મેટ્રો જંકશન થઈ રામોલ ટોલ પ્લાઝા પાસે આવેલ મઢુલી પાન પાર્લર સુધી 2.50 કિમીની લંબાઈમાં સીધી કનેક્ટ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ કામગીરી ટ્રેન્ચલેસ પદ્ધતિથી થવાની હોવાથી રસ્તાઓ ખોદ્યા વગર જ જમીનની અંદર ટનલ બનાવી લાઈન નંખાશે, જેથી ટ્રાફ્કિની સમસ્યા નહિવત રહેશે. સુમીનગર અને આર.ટી.ઓ. રોડની આસપાસની સોસાયટીઓમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા કાયમી ધોરણે હલ થશે. જેના સાથે જ મુખ્ય લાઈન ડાયવર્ટ થવાથી નિકોલ વોર્ડમાં થતા ડ્રેનેજ બેકિંગમાં પણ મોટો ઘટાડો નોંધાશે. આ નવી લાઈનને દુન પમ્પિંગ સ્ટેશન સાથે જોડવામાં આવશે, જેનાથી પમ્પિંગ સ્ટેશનની ક્ષમતાનો પૂરો ઉપયોગ થઈ શકશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: મણિનગરમાં ગોરના કૂવા રોડ પર પાઈપમાં લીકેજ થતા હજારો લિટર પાણી વેડફાયું
calendar_today January 7, 2026

Ahmedabad: મણિનગરમાં ગોરના કૂવા રોડ પર પાઈપમાં લીકેજ થતા હજારો લિટર પાણી વેડફાયું

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોરના કુવા માર્ગ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી ફ્રી એકવાર સામે આવી છે.મણિનગરથી જશોદાનગર જતાં માર્ગ પર રાજચેમ્બર્સ કોમ્પ્લેક્સની બહાર મુખ્ય પાઈપલાઈનમાં સર્જાયેલા લીકેજને કારણે હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો છે અને આ પાણી કોમ્પ્લેક્સના ભોંયરામાં ભરાઈ જતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોડ પરથી પસાર થતી પીવાના પાણીની પાઈપલાઈનમા મોટું લીકેજ લાંબા સમયથી થયું છે. જેના કારણે ભોંયરામાં પાણી ભરાતા માલ-સામાનને નુકસાન અને રોગચાળાનો ભય પણ રહેલો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી આ લીકેજની સમસ્યા છે. ભોંયરામાં પાણી ભરાઈ જવાને કારણે ત્યાં રાખેલો કિંમતી સામાન પલળી રહ્યો છે. વધુમાં, સ્થિર ભરાયેલા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને કોમ્પ્લેક્સના પાયા નબળા પડવાની ભીતિ પણ સેવાઈ રહી છે. આ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. લાખો લિટર શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે અથવા કોમ્પ્લેક્સમાં ભરાઈ રહ્યું છે. સ્થાનિકોની માંગ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન તાત્કાલિક ધોરણે આ લીકેજનું સમારકામ કરે અને ભોંયરામાં ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં મદદ કરે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward