android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar : શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો, પાલીતાણા મામલતદારની કાર્યવાહી, 6 હજાર કિલોથી વધુ ચોખા ભરેલી ટ્રક જપ્ત
calendar_today January 7, 2026

Bhavnagar : શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો, પાલીતાણા મામલતદારની કાર્યવાહી, 6 હજાર કિલોથી વધુ ચોખા ભરેલી ટ્રક જપ્ત

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે શંકાસ્પદ ચોખાનો મોટો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. પાલીતાણા મામલતદારે નિયમિત ચેકિંગ દરમિયાન 6 હજાર કિલોથી વધુ ચોખા ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી.મામલતદાર દ્વારા જથ્થો શંકાસ્પદ માનીને જપ્ત કરવામાં આવ્યો પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રકમાં ભરાયેલા ચોખાના જથ્થા અંગે યોગ્ય દસ્તાવેજો રજૂ ન થતા મામલતદાર દ્વારા જથ્થો શંકાસ્પદ માનીને જપ્ત કરવામાં આવ્યો હતો. ચોખાના સેમ્પલ લઈ તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સરકારી અનાજ છે કે અન્ય કોઈ સ્ત્રોતમાંથી આવ્યો છે તે અંગે તપાસ શરૂ આ ચોખાનો જથ્થો સરકારી અનાજ છે કે અન્ય કોઈ સ્ત્રોતમાંથી આવ્યો છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અનાજ કોણ લાવ્યું, ક્યાંથી લાવ્યું અને તેનો ઉપયોગ ક્યાં માટે થવાનો હતો તે બાબતે પણ તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. કાયદેસર કાર્યવાહી લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.આ પણ વાંચો----   Amreli:ખાતર પણ નકલી : અમરેલીમાં નકલી ખાતરની ફેક્ટરી પકડાઈ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, નલિયા અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ઠંડી નોંધાઈ
calendar_today January 7, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, નલિયા અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ઠંડી નોંધાઈ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત, 15 થી 20 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતા શહેરીજનો ઠુઠવાયા
calendar_today January 7, 2026

Weather News : ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત, 15 થી 20 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતા શહેરીજનો ઠુઠવાયા

સૌથી ઓછુ નલીયામાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં 13.4, ડીસામાં 11 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 11.2, વડોદરામાં 13.6 ડિગ્રી તાપમાન, ભુજમાં 11.4, કંડલામાં 10.7 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 14.5, રાજકોટમાં 11.4 ડિગ્રી, કેશોદમાં 12.1, સુરેન્દ્રનગરમાં 12.4 ડિગ્રી, મહુવામાં 14.7 ડિગ્રી, દિવમાં 16 ડીગ્રી તાપમાન, ભાવનગરમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. ખાસ કરીને રાત અને સવારના સમયે શીતલહેરનો પ્રભાવ વધુ તીવ્ર બનશે. પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી બરફબારીનો અસર મેદાની વિસ્તારોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠંડી પવન ફૂંકાઈ રહ્યા છે અને ઠંડીનો અહેસાસ વધુ વધી ગયો છે. અનેક રાજ્યો માટે શીતલહેર અને ધુમ્મસની ચેતવણી IMDએ અનેક રાજ્યો માટે શીતલહેર અને ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ‘કોલ્ડ ડે’ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું રહેશે. જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં સવારના સમયે ઘનથી અતિઘન ધુમ્મસ છવાવાની શક્યતા છે.આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, નલિયા અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ઠંડી નોંધાઈ

Read Full Story arrow_forward