android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad:પતંગ અને દોરીના ભાવોમાં સરેરાશ 25 ટકા સુધીનો વધારો : બજારોમાં સ્ટોલ લાગવાના શરૂ
calendar_today January 6, 2026

Ahmedabad:પતંગ અને દોરીના ભાવોમાં સરેરાશ 25 ટકા સુધીનો વધારો : બજારોમાં સ્ટોલ લાગવાના શરૂ

મકરસંક્રાંતીના પર્વ વચ્ચે હવે ગણતરીના 7-8 દિવસ રહ્યા છે છતાં બંન્ને જિલ્લામાં હજુ વેપારીઓને ગ્રાહકોનો ઈંતજાર છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વિવિધ કારણોસર પતંગ અને દોરીના ભાવોમાં સરેરાશ 25થી 30 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જેથી પતંગરસીયાઓમાં ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. જોકે ઉત્તરાયણના બે- ત્રણ દિવસ હશે ત્યાં ખરીદીનો માહોલ જોવા મળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.આ વર્ષે ઉત્તરાયણના તહેવારમાં રો-મટીરીયલ મોંઘુ થતાં ભાવો વધ્યા છે. ગત વર્ષે છ તારની 5 હજાર વાર ફીરકી રૂ.880 આસપાસ મળતી હતી. આ વર્ષે તેના ભાવ વધીને રૂ.1100 સુધી પહોંચી ગયા છે. આમ દોરીના ભાવ 25 ટકા સુધી વધ્યા છે. લોકોના ગળા કાપી નાખતી જીવલેણ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધના પગલે માંઝાની ડિમાન્ડ વધતાં ભાવોમાં વધારો થયાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તેવી જ રીતે પતંગના ભાવો પણ વધ્યા છે. 1 કોડી કલર ચીલ (પતંગ) રૂ.100-રૂ.120માં ગત વર્ષે મળતા હતા. આ વર્ષે પણ તેના ભાવ રૂ.120 સુધી સ્થિર રહ્યા છે. જ્યારે દોરી રંગવાનો ખર્ચ પણ વધી ગયો છે. 5 હજાર વાર દોરી રંગવાના ભાવ ગત વર્ષે રૂ.100થી રૂ. 120 આસપાસ હતા તેના રૂ.150- રૂ.170 થઈ ગયા છે. આ વર્ષે પતંગ-દોરીનો ખર્ચ પતંગરસિયાઓના ખિસ્સાને ભારે પડે તેમ જણાય છે. પતંગ બજારમાં ખાસ માહોલ જોવા હજુ સુધી મળ્યો નથી. ઉત્તરાયણે ઘીની જલેબી રૂ. 600, ઉંધિયું રૂ.300 સુધી વેચાશે ઉત્તરાયણનું પર્વ ફાફડા-જલેબી, ઉંધિયાનો સ્વાદ માણ્યા વગર જાણે કે અધુરું રહે છે. ત્યારે બન્ને જિલ્લાના ફરસાણના વેપારીઓએ દર વર્ષના ઉપાડને ધ્યાનમાં રાખીને ઓર્ડરો લેવાના શરૂ કર્યા છે. ઉત્તરાયણ પર્વે ઉંધિયાના ભાવ કિલોના સરેરાશ રૂ.300 સુધી રહેવાની વેપારીઓની ધારણા છે. જલેબીના ભાવ તેલના રૂ.250-300, ઘીની જલેબી રૂ.600 સુધી રહેશે. ઉત્તરાયણમાં તલસુખડી, ચીક્કીની ડિમાન્ડ રહે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar:કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ
calendar_today January 6, 2026

Gandhinagar:કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ

ગાંધીનગર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઇલ મળતા દોડધામ મચી ગઇ હતી. સાવચેતીના પગલારૂપે પોલીસ દ્વારા સમગ્ર કચેરીને ખાલી કરવાની સુચના આપવામાં આવી હતી. અરજદારોને પણ પ્રવેશ અપાયો ન હતો.પોલીસની ટીમો દ્વારા સમગ્ર કચેરીના ખુણેખુણો ખુંદી નાખવામાં આવ્યો હતો. જોકે, કોઇ સંદિગ્ધ ચીજવસ્તુ મળી નહીં હોવાનું જાણવા મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પૂર્વે કલેક્ટર કચેરીમાં અગમચેતીના ભાગરૂપે આ પ્રકારે મોકડ્રીલ યોજવામાં આવી હતી. જોકે તંત્રને તેને મોકડ્રીલ નહીં પરંતુ માત્ર કામગીરી કર્યાનું જણાવ્યું હતું. પરંતુ આજે ખરેખર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ આવતાં અફરાતફરી મચી હતી. ધમકીભર્યો મેઇલ માત્ર ડરાવવા માટે કરવામાં આવ્યો હોવાનું જણાયુ હતું. ક્યાં ઇ -મેઇલ આઇડી પરથી મેઇલ આવ્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halvad: ગ્રામ્યમાં 47 છાત્રોના માથેથી ઘાત ટળી
calendar_today January 6, 2026

Halvad: ગ્રામ્યમાં 47 છાત્રોના માથેથી ઘાત ટળી

મોરબીના આમરણ ગામે આવેલ સ્વામી વિવેકાનંદ સ્કૂલના છાત્રોને શૈક્ષણીક પ્રવાસે રણમાં લઈ જવાયા હતા. પ્રવાસ પુર્ણ કરી આમરણ પરત ફરતી વખતે હળવદ તાલુકાના રણમલપુર-ઘણાદ વચ્ચે બસનું ટાયર અચાનક ફાટતા બસ રસ્તાની નીચે ઉતરી વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 47 વિદ્યાર્થીઓ સહિતનાઓનો આબાદ બચાવ થયો હતો. પરંતુ આ ઘટના શાળાએ પ્રવાસે મોકલતા બાળકોના વાલીઓ માટે લાલબત્તી સમાન છે.સમગ્ર રાજયની શાળાઓમાં હાલ શૈક્ષણીક પ્રવાસની મૌસમ ચાલી રહી છે. ત્યારે મોરબીના આમરણ ગામની સ્વામી વિવેકાનંદ સ્કૂલના ધો. 9 અને 11ના છાત્રોના કચ્છના નાના રણમાં પ્રવાસનું આયોજન કરાયુ હતુ. જેમાં પ્રવાસ પુર્ણ કરી બાળકોને લઈને જતી શાળાની બસ મંગળવારે સવારે પરત ફરી રહી હતી. 36ની ક્ષમતાવાળી આ બસમાં 47 છાત્રો, 4 શિક્ષકો અને ડ્રાઈવર સહિત 52 લોકો સવાર હતા. ત્યારે હળવદ તાલુકાના રણમલપુર-ઘણાદ વચ્ચે અચાનક બસનું ટાયર ફાટતા બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને બસ રસ્તાની નીચે ઉતરી વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. બસનો અકસ્માત થતા બસમાં સવાર વિદ્યાર્થીઓએ દેકારો કરી મુકયો હતો. જોકે, આ બનાવમાં વીજ પોલના સપોર્ટથી બસ પલટી ખાતા રહી ગઈ હતી જેને લીધે કોઈને ઈજા ન થતા મોટી ઘાત ટળી હતી. જયારે વીજ પોલ સાથે જીવંત તાર જોડાયા હતા જો તાર તુટયો હોત તો પણ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. મળતી માહીતી મુજબ શાળાની બસની હાલ સાવ જર્જરીત હતી. બાદ છાત્રોને બસમાંથી હેમખેમ બહાર કઢાયા હતા. અને હળવદની એક ખાનગી સ્કુલની બસમાં છાત્રોને હળવદ લઈ જવાયા હતા. અને ત્યાંથી આમરણ સ્કુલથી બીજી બસ બોલાવી છાત્રોને આમરણ લઈ જવાયા હતા. હળવદ પંથકમાં સ્કુલ બસના અકસ્માતની ઘટના કોઈ નવીન નથી. આ અગાઉ પણ હળવદની 2 શાળાઓની બસ એક બીજા સાથે ટકરાવવાનો બનાવ બન્યો હતો. ત્યારે મોરબી જિલ્લામાં રાજકીય આકાઓની રહેમનજર હેઠળ નિયમોની ઐસી તૈસી કરીને કામ કરતા ખાનગી શાળા સંચાલકોની મનમાની વિશે ગણગણાટ જોવા મળે છે. અને આવી જર્જરીત બસોમાં પોતાના બાળકોને પ્રવાસે મોકલતા પહેલા વાલીઓનો ગહન વિચાર જરૂરી બન્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward