android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :  ગાંધીનગર સિવિલની ઘોર બેદરકારી સામે આવી, બાળકીના મોત પછી પણ સારવાર ચાલુ રાખી હોવાનો પિતાનો આરોપ
calendar_today January 6, 2026

Gujarat Latest News Live : ગાંધીનગર સિવિલની ઘોર બેદરકારી સામે આવી, બાળકીના મોત પછી પણ સારવાર ચાલુ રાખી હોવાનો પિતાનો આરોપ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, કાલથી ઠંડીનો વધુ એક રાઉન્ડ થશે શરૂ
calendar_today January 6, 2026

Gujarat Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, કાલથી ઠંડીનો વધુ એક રાઉન્ડ થશે શરૂ

રાજ્યમાં આવતી કાલથી વધુ એક ઠંડીનો રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 6 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લઘુતમ તાપમાનમાં સતત વધ-ઘટ જોવા મળશે, જે મોસમી બીમારીઓનું જોખમ પણ વધારી શકે છે.રાજ્યના હવામાન વિભાગનું અનુમાન રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદમાં પારો ગગડીને 13 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. માત્ર તાપમાન જ નહીં, પરંતુ પવનની દિશા અને ગતિ પણ ઠંડીમાં વધારો કરશે. રાજ્યમાં આગામી દિવસોમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનોના સુસવાટાને કારણે લોકોએ કાતિલ ઠંડીનો અહેસાસ કરવો પડશે. પવનની ગતિ વધુ હોવાને કારણે વાસ્તવિક તાપમાન કરતા પણ વધુ ઠંડી અનુભવાશે. રાજ્યમાં 15થી 20 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે ઠંડીના આ રાઉન્ડને જોતા વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડશે. ખાસ કરીને ખેડૂતો અને ખુલ્લામાં રહેતા લોકો માટે આ અઠવાડિયું પડકારજનક બની શકે છે. હવામાન વિભાગે નાગરિકોને ઠંડીથી બચવા અને પવનના સુસવાટા સામે સાવચેતી રાખવા સલાહ આપી છે. મકરસંક્રાંતિ પહેલા જ ગુજરાતમાં લઘુતમ તાપમાન નીચું જતા ઠંડીનો ચમકારો વધશે, જે બરાબર શિયાળો બેઠો હોય તેવો અહેસાસ આપી રહ્યો છે. આ પણ વાંચોઃ Patan: સાંતલપુરના મામલતદારના આપઘાત મામલે 11 લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

Read Full Story arrow_forward
Vadodara News : ડભોઈમાં ખનીજ માફિયાઓનો બેફામ ખેલ, ઓરસંગ નદીમાં બોટ મૂકી લાખોની રેતી ચોરીનો પર્દાફાશ
calendar_today January 6, 2026

Vadodara News : ડભોઈમાં ખનીજ માફિયાઓનો બેફામ ખેલ, ઓરસંગ નદીમાં બોટ મૂકી લાખોની રેતી ચોરીનો પર્દાફાશ

વડોદરાના ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે ગેરકાયદે રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. લીઝધારક નિર્મલસિંહ જાદવ દ્વારા નદીના પટમાં ગેરકાયદેસર રીતે બોટ મૂકીને પાણીના ઉંડાણમાંથી રેતી કાઢવામાં આવી રહી હતી. સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરવા પહોંચી અને કેમેરામાં આ દ્રશ્યો કેદ થવા લાગ્યા, ત્યારે ફફડાટમાં આવેલા કામદારો અને લીઝધારકે ઉતાવળે પાણીમાંથી બોટ બહાર કાઢી લીધી હતી. સરકારી નિયમો મુજબ નદીમાં બોટ મૂકીને ખનન કરવું ગુનો હોવા છતાં, અહીં લાખો રૂપિયાની ખનીજ ચોરી ખુલ્લેઆમ ચાલી રહી છે.વહેતી નદીમાં બોટ વડે રેતી ખનન ઓરસંગ નદીના પટમાં જે રીતે યાંત્રિક સાધનોનો ઉપયોગ કરીને રેતી કાઢવામાં આવે છે તેનાથી નદીના કુદરતી પ્રવાહ અને પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. લીઝધારકો પોતાની મર્યાદા બહાર જઈને લાખો રૂપિયાની સરકારી સંપત્તિની ચોરી કરી રહ્યા છે, તેમ છતાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો ઉઠ્યા છે. સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયેલા આ પુરાવા બાદ હવે તંત્ર આ લીઝધારક સામે દંડનીય કાર્યવાહી કરશે કે પછી હંમેશની જેમ આંખ આડા કાન કરશે, તે જોવું રહ્યું. આ પણ વાંચો : Ahmedabad માં પાણીજન્ય રોગચાળાનો હાહાકાર, ડિસેમ્બરમાં ટાઈફોઈડના 180 અને ઝાડા-ઉલટીના 239 કેસ

Read Full Story arrow_forward