android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad વાસણામાં પ્રેમનો કરૂણ અંજામ, પ્રેમીના મોત બાદ યુવતીનો પણ આપઘાત
calendar_today January 6, 2026

Ahmedabad વાસણામાં પ્રેમનો કરૂણ અંજામ, પ્રેમીના મોત બાદ યુવતીનો પણ આપઘાત

અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી એક યુવતીને પ્રેમમાં નિષ્ફળતા મળતા આપઘાત કરવાની ઘટના સામે આવી છે. આ જ યુવતીના પ્રેમીનો મૃતદેહ બે દિવસ પહેલા જ કેનાલમાંથી મળી આવ્યો હતો.બંનેના પરિવારજનો લગ્ન માટે તૈયાર નહોતા. પ્રેમીના મોત બાદ આઘાતમાં સરતા પગલું ભર્યુ મળતી માહિતી પ્રમાણે જ્યારે આ યુવતીના પ્રેમીનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં કેનાલમાંથી મળી આવ્યો હતો. પ્રેમીના અચાનક મોતના આઘાતમાં સરી પડેલી યુવતીએ મોડી રાત્રે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બે દિવસના ટૂંકા ગાળામાં જ પ્રેમી અને ત્યારબાદ પ્રેમિકાના મોતે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. યુવકની હત્યા કે આત્મહત્યા તે હજુ અકબંધ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, યુવક અને યુવતી એકબીજાના પ્રેમમાં હતા અને લગ્ન કરવા માંગતા હતા. જોકે, તેમનો પરિવાર આ સંબંધ માટે તૈયાર નહોતો. પરિવારની નારાજગી જ આ કરુણ અંતનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ, યુવકનું મોત કેનાલમાં પડવાથી થયું હતું, પરંતુ તે હત્યા છે કે આત્મહત્યા તે અંગે હજુ રહસ્ય અકબંધ છે. તપાસનો ધમધમાટ શરૂ વાસણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ એ પાસા પર પણ તપાસ કરી રહી છે કે શું યુવકની હત્યા કરવામાં આવી હતી? અને શું તેના આઘાતમાં યુવતીએ આ પગલું ભર્યું કે પછી તેની પાછળ અન્ય કોઈ દબાણ હતું. હાલમાં બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને પરિવારજનોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Gujarat Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, કાલથી ઠંડીનો વધુ એક રાઉન્ડ થશે શરૂ

Read Full Story arrow_forward
Gandhinagar સિવિલ હોસ્પિટલ તંત્રની માનવતા મરી પરવારી, બાળકી મોતને ભેટી હોવા છતાં સારવાર ચાલુ રાખી હોવાનો પિતાનો આરોપ
calendar_today January 6, 2026

Gandhinagar સિવિલ હોસ્પિટલ તંત્રની માનવતા મરી પરવારી, બાળકી મોતને ભેટી હોવા છતાં સારવાર ચાલુ રાખી હોવાનો પિતાનો આરોપ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્ર સામે મૃત્યુ પામેલી બાળકીના પિતાએ સનસનીખેજ આરોપ લગાવ્યા છે. બાળકીના પિતાએ આરોપ લગાવ્યો છે કે, તેમની 7 વર્ષીય પુત્રી મૃત્યુ પામ્યા પછી પણ હોસ્પિટલમાં તેનો ઇલાજ ચાલુ રાખવામાં આવ્યો હતો.મારી છોકરી મરી ગઇ છે તો પણ છ વાગ્યા સુધી બોટલો ચઢાવી રાખવામાં આવી પિતાના જણાવ્યા પ્રમાણે, મારી છોકરી મરી ગઇ છે તો પણ છ વાગ્યા સુધી બોટલો ચઢાવી રાખવામાં આવી. તેમનામાં માનવતા દેખાતી નથી અને ઉપરવાળાથી આ લોકો ડરતા નથી. મારી પત્નીએ જોયું કે બાળકી મરી ગઈ છે, છતાં અમારાથી આ વાત છુપાવી રાખવામાં આવી. સ્થાનિકોમાં નારાજગી ફેલાવી છે આ ઘટનાએ સ્થાનિકોમાં નારાજગી ફેલાવી છે અને સિવિલ તંત્રની કામગીરી અંગે સવાલો ઉઠ્યા છે. જો કે હાલ આ બાબતે સિવિલ તંત્ર તરફથી કોઇ પ્રતિક્રિયા અપાઇ નથી. આ પણ વાંચો-----   Gujarat Latest News Live : રાજ્યની કોર્ટને RDXથી ઉડાવવાની ધમકી, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

Read Full Story arrow_forward
Ahmedabad News : નિકોલમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક, રાજવી એલિગન્સ ફ્લેટમાં હથિયારો સાથે ત્રાટક્યા તસ્કરો
calendar_today January 6, 2026

Ahmedabad News : નિકોલમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક, રાજવી એલિગન્સ ફ્લેટમાં હથિયારો સાથે ત્રાટક્યા તસ્કરો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલમાં ચડ્ડી બનિયાન ગેંગના આતંકના સમાચાર સામે આવ્યા છે. નિકોલના 'રાજવી એલિગન્સ' ફ્લેટમાં મોડી રાત્રે તસ્કરોની એક ગેંગ ચોરીના ઈરાદે ત્રાટકી હતી. આ ગેંગના સભ્યો હાથમાં લાકડી અને લોખંડની પાઈપ જેવા ઘાતક હથિયારો લઈને સોસાયટીના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા. આ ટોળકી ઘરના તાળા તોડવાની તૈયારીમાં જ હતી, ત્યારે ફ્લેટના કેટલાક રહીશો જાગી જતા અને અવાજ થતા તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. સદનસીબે જાગૃત નાગરિકોને કારણે મોટી ચોરીની ઘટના ટળી હતી.નિકોલ પોલીસ ઊંઘતી રહી? સમગ્ર ચોરીના પ્રયાસની આ ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તસ્કરો બિન્ધાસ રીતે હથિયારો લહેરાવતા ફ્લેટમાં લટાર મારી રહ્યા છે. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા નિકોલના અન્ય રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં રાત્રિ પેટ્રોલીંગના અભાવે આવી ગેંગ બેફામ બની છે. હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે નિકોલ પોલીસે આ ગેંગને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો : Vadodara News : ડભોઈમાં ખનીજ માફિયાઓનો બેફામ ખેલ, ઓરસંગ નદીમાં બોટ મૂકી લાખોની રેતી ચોરીનો પર્દાફાશ

Read Full Story arrow_forward