android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : વડોદરા પોલીસને મળી સફળતા, મકાન ભાડે રાખી ચોરી કરતી ગેંગ ઝડપાઇ
calendar_today January 6, 2026

Vadodara : વડોદરા પોલીસને મળી સફળતા, મકાન ભાડે રાખી ચોરી કરતી ગેંગ ઝડપાઇ

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાત અનેક બનાવોએ માથું ઉંચક્યુ હતું. ખાસ કરીને અટલાદરા, ગોત્રી અને અકોટા જેવા પોશ વિસ્તારોમાં બંધ મકાનોમાં ત્રાટકતી ગેંગ પોલીસ માટે પડકાર બની હતી. વડોદરા પોલીસે બાતમીના આધારે આ મામલે તપાસ તેજ કરી અને આખરે દાહોદની એક રીક્ષા ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ચોરી કરવાની અનોખી પદ્ધતિ અપનાવી આ ગેંગના સભ્યો વડોદરામાં જ મકાન ભાડે રાખીને રહેતા હતા જેથી કોઈને શંકા ન જાય. ગેંગનો મુખ્ય પ્લાન એ હતો કે તેઓ દિવસે રિક્ષા ચલાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા હતા. રિક્ષા ચલાવવાના બહાને તેઓ એવા મકાનોની રેકી કરતા જે બંધ હોય અથવા જ્યાં લોકોની અવરજવર ઓછી હોય. રાત પડતા જ આ રીક્ષાચાલકો 'તસ્કર' બની જતા અને બંધ મકાનોના તાળા તોડી હાથફેરો કરતા હતા. 16 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત પોલીસે આ ગેંગના ત્રણ મુખ્ય સાગરીતો જયંતિ મંદોર, રાજેશ નીનામા અને વિશાલ ડામોરની ધરપકડ કરી છે. તેમની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ટોળકીએ વડોદરાના વિવિધ વિસ્તારોમાં કરેલી કુલ ૬ જેટલી ચોરીના ભેદ ઉકેલાયા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસને મોટી માત્રામાં સોના અને ચાંદીના દાગીના મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, તેમની પાસેથી કુલ 16 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી આ ગેંગ પકડાતા વડોદરાના રજિસ્ટર્ડ અને ભાડે રહેતા લોકોની તપાસ બાબતે પણ ફરી ચર્ચા જાગી છે. હાલમાં પોલીસ આ ગેંગના અન્ય કોઈ સાગરીતો સંડોવાયેલા છે કે કેમ અને અગાઉના કોઈ ગુનામાં તેમનો હાથ હતો કે નહીં તે દિશામાં તપાસ ચલાવી રહી છે. આ પણ વાંચોઃ Ahmedabad વાસણામાં પ્રેમનો કરૂણ અંજામ, પ્રેમીના મોત બાદ યુવતીનો પણ આપઘાત

Read Full Story arrow_forward
Surendranagarમાં PGVCLનો વીજચોરો પર હથોડો, એક સપ્તાહમાં 565 કનેક્શન ઝડપાયા
calendar_today January 6, 2026

Surendranagarમાં PGVCLનો વીજચોરો પર હથોડો, એક સપ્તાહમાં 565 કનેક્શન ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરીનું દૂષણ ડામવા માટે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનમાં વીજ તંત્રએ કરોડો રૂપિયાની વીજચોરી ઝડપી પાડી છે. PGVCLની ટીમો દ્વારા મુખ્યત્વે સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝન હેઠળ આવતા વિવિધ ગામો અને શહેરી વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝનમાં તપાસઆ કામગીરી માટે વીજ તંત્રની અનેક ટુકડીઓએ રહેણાંક, વાણિજ્યિક અને ખેતીવાડી કનેક્શનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની વિગતો મુજબ; કુલ તપાસાયેલા જોડાણો: 3,291. ઘર વપરાશ (રહેણાંક): 3,212 જોડાણો. વાણિજ્યિક (કોમર્શિયલ): 56 જોડાણો. ખેતીવાડી: 23 જોડાણો. આ સઘન ચેકિંગ દરમિયાન કુલ 565 વીજ જોડાણોમાં ગેરરીતિ અને ડાયરેક્ટ વીજચોરી માલુમ પડી હતી.PGVCLની કડક ઝુંબેશથી વીજચોરોમાં ફફડાટ આ તમામ કનેક્શન ધારકોને તંત્ર દ્વારા કુલ રૂ.2.51 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. વીજ કંપનીની આ આક્રમક કાર્યવાહીને પગલે ગેરકાયદેસર રીતે વીજળીનો વપરાશ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે, જેથી લાઈન લોસ ઘટાડી શકાય અને પ્રમાણિક ગ્રાહકોને પૂરતો વીજ પુરવઠો મળી રહે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: ચેક રિટર્ન કેસમાં સજા પડ્યાના બીજા જ દિવસે સેન્ટ્રલ જેલમાં કેદીનું મોત
calendar_today January 6, 2026

Vadodara: ચેક રિટર્ન કેસમાં સજા પડ્યાના બીજા જ દિવસે સેન્ટ્રલ જેલમાં કેદીનું મોત

વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા 52 વર્ષીય પ્રિતેશ જાદવનું અચાનક તબિયત લથડતા મોત નીપજ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે મૃતક કેદીને ગતરોજ જ કોર્ટે સજા ફટકારી હતી અને જેલના સળિયા પાછળ મોકલ્યા હતા.વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદી મોત નીપજ્યુંમૃતક પ્રિતેશ જાદવ વિરુદ્ધ કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં વડોદરા કોર્ટે ગઈકાલે જ મહત્વનો ચુકાદો આપતા પ્રિતેશભાઈને દોઢ વર્ષની જેલની સજા અને રૂપિયા 1.50 લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્ટના આ આદેશ બાદ તેમને પાકા કામના કેદી તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યોજેલમાં ગયાના બીજા જ દિવસે, એટલે કે આજે અચાનક પ્રિતેશ જાદવની તબિયત લથડી હતી. જેલ સત્તાધીશો દ્વારા તાત્કાલિક તેમને એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની જાણીતી સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરો તેમની સારવાર શરૂ કરે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. ડોક્ટરોએ તેમને 'બ્રોટ ડેડ' (લાવતા પહેલા જ મૃત) જાહેર કર્યા હતા.પરિવારમાં શોક અને તપાસની કાર્યવાહીમાત્ર એક દિવસ પહેલા સજા સંભળાવ્યા બાદ અચાનક મોતના સમાચાર મળતા પ્રિતેશભાઈના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. જેલ પ્રશાસને હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મોત હાર્ટ એટેકથી થયું છે કે અન્ય કોઈ બીમારીના કારણે.આ પણ વાંચો:

Read Full Story arrow_forward