android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: સુરત અને ગણદેવીમાં પોલીસ અને મરિન કમાન્ડોએ કોસ્ટલ પેટ્રોલિંગ કર્યું
calendar_today January 5, 2026

Gujarat News: સુરત અને ગણદેવીમાં પોલીસ અને મરિન કમાન્ડોએ કોસ્ટલ પેટ્રોલિંગ કર્યું

ગુજરાતમાં દરિયાઈ સુરક્ષાને લઈને તપાસ એજન્સીઓ સતર્ક બની ગઈ છે. નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષાની તકેદારીના ભાગ રૂપે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા જિલ્લાના ગણદેવી તાલુકામાં કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું. પોલીસે કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતાં. બીજી તરફ સુરતમાં પણ ઓલપાડના ડભારીમાં કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આંતકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યકિતઓની હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ બોટ, ડ્રોન, ડ્રગ્સ પેકેટ્સ, બેગ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ તેમજ મરીન કમાન્ડો ટીમ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અન્વયે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાઇ વિસ્તાર ફિશ લેન્ડીંગ સેન્ટર ભાટ વિસ્તાર ફ્રુટ પેટ્રોલીંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શંકાસ્પદ બોટ, વાહન અને લોકોનુ પણ ચેકિંગ આ સઘન કોસ્ટલ પેટ્રોલીંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વ્યકિત, વાહનો, બોટો, અવાવરૂ જગ્યાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત સુરતના ઓલપાડના ડભારીમાં પણ કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દરિયામા મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. મરીન કમાન્ડોની જુદી જુદી ટીમનું સઘન પેટ્રોલિંગ યોજાયુ હતું. શંકાસ્પદ બોટ, વાહન અને લોકોનુ પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.આ પણ વાંચોઃ Gir Somnath: તાલાલાના લોટસ રિસોર્ટમાં દારૂની મહેફિલ પર LCBનો દરોડો, 21.76 લાખના મુદ્દામાલ સાથે રાજકોટના 5 શખ્સો ઝડપાયા

Read Full Story arrow_forward
Dwarka News: શિવરાજપુર બિચ પર 11 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
calendar_today January 5, 2026

Dwarka News: શિવરાજપુર બિચ પર 11 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન વિભાગ, તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારું મહત્વપૂર્ણ આયોજન છે.આ પ્રસંગે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવશે, જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે વિશાળ આકાશમાં ઉડતા વિશિષ્ટ પતંગો મહોત્સવને એક અલગ જ રંગ અને રોમાંચ આપશે.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગ પ્રદર્શન, વિવિધ આકારના વિશાળ અને કલાત્મક પતંગોની પ્રદર્શની, લોક સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્યટનને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગુજરાતની “ઉત્સવભરી પરંપરા”ને ઉજાગર કરતો મહોત્સવ છે, જે રાજ્યની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવે છે.શિવરાજપુર બીચ જેવી વિશ્વપ્રસિદ્ધ પર્યટન જગ્યાએ યોજાતો આ મહોત્સવ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ સાબિત થશે.આ ભવ્ય મહોત્સવમાં સહભાગી થવા માટે સ્થાનિક નાગરિકો, પ્રવાસીઓ, પતંગપ્રેમીઓ તથા મીડિયા પ્રતિનિધિઓને જિલ્લા વહીવટી તંત્ર, દેવભૂમિ દ્વારકા દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. આ પણ વાંચો: Bhavnagar: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મારામારીના 8 આરોપીઓનું કુંભારવાડામાં સરઘસ કાઢતી પોલીસ

Read Full Story arrow_forward
Junagadh News: ભવનાથના રસ્તે સિંહનો આબાદ બચાવ, ચાલુ ટ્રાફિકમાં રસ્તો ઓળંગતા ગાડી સાથે અથડાતા સહેજમાં રહી ગયો
calendar_today January 5, 2026

Junagadh News: ભવનાથના રસ્તે સિંહનો આબાદ બચાવ, ચાલુ ટ્રાફિકમાં રસ્તો ઓળંગતા ગાડી સાથે અથડાતા સહેજમાં રહી ગયો

જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ વિસ્તારમાં અવારનવાર વનરાજ લટાર મારતા જોવા મળે છે. ત્યારે ગત રાત્રે ભવનાથ જતા મુખ્ય માર્ગ પર સિંહનો એક આબાદ બચાવ થયો હોવાની ઘટના સામે આવી છે. ચાલુ ટ્રાફિક વચ્ચે બે સિંહો રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક સિંહ ગાડી સાથે અથડાતા સ્હેજમાં રહી ગયો હતો. ગઈકાલે મોડી રાત્રે ભવનાથ તરફ જતા રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ હતી.ગાડી સાથે અકસ્માત થતા સ્હેજમાં રહી ગયો સિંહઆ દરમિયાન અચાનક બે સિંહો ટ્રાફિકની વચ્ચે દોડતા નજરે પડ્યા હતા. સિંહોને રસ્તા પર જોઈને વાહનચાલકો થંભી ગયા હતા, પરંતુ એક પૂરપાટ ઝડપે આવતી ગાડીની સામે જ એક સિંહે છલાંગ લગાવી હતી. સિંહ અને ગાડી વચ્ચેનું અંતર એટલું ઓછું હતું કે અકસ્માત લગભગ નક્કી જ હતો, પરંતુ સિંહે ચપળતા બતાવી ત્વરિત ગતિ કરતા તેનો આબાદ બચાવ થયો હતો. આ દ્રશ્યો ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા.રસ્તો ક્રોસ કરતી વખતે ગાડી સાથે અથડાતા રહી ગયો સિંહ બે સિંહોને રસ્તા પર બિન્દાસ્ત રીતે દોડતા જોઈ પ્રવાસીઓ અને સ્થાનિકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. વન વિભાગ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે કે ગિરનાર તળેટી અને ભવનાથ વિસ્તારમાં વાહનચાલકોએ ગતિ મર્યાદા જાળવવી જોઈએ, કારણ કે આ સિંહોની અવરજવર વાળો કોરિડોર છે. આ ઘટના ફરી એકવાર વન્યજીવોની સુરક્ષા અને વાહનચાલકોની બેદરકારી સામે સવાલ ઉભા કરે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward