android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Daman: ખાનગી કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, 15થી વધુ ફાયર ફાઈટરોની મદદથી મેળવાયો કાબૂ
calendar_today January 5, 2026

Daman: ખાનગી કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, 15થી વધુ ફાયર ફાઈટરોની મદદથી મેળવાયો કાબૂ

સંઘપ્રદેશ દમણના ડાબેલ વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં લાગેલી ભીષણ આગને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પવનની તેજ ગતિના કારણે આગ એટલી વિકરાળ બની હતી કે તેણે બાજુમાં આવેલી અન્ય એક કંપનીને પણ લપેટમાં લીધી હતી. આખરે 'બ્રિગેડ કોલ' જાહેર કરી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.ભારે પવનને કારણે આગ બેકાબૂ બનીઘટનાની વિગત મુજબ, ડાબેલ ખાતે આવેલી એસ. પેકેજિંગ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પેકેજિંગ મટીરીયલ હોવાને કારણે અને તે સમયે ફૂંકાઈ રહેલા ભારે પવનને લીધે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા બે કિલોમીટર દૂરથી પણ આકાશમાં જોઈ શકાતા હતા.બ્રિગેડ કોલ જાહેર કરી આગ પર કાબૂઆગની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા 'બ્રિગેડ કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે માત્ર દમણ જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ દમણ, સેલવાસ, વાપી અને સરીગામના 15થી વધુ સરકારી ફાયર ફાઈટરો અને કેટલીક ખાનગી કંપનીઓના ફાયર એન્જિનો બોલાવવામાં આવી હતી.આગ પર પાણીનો મારો ચલાવવામાં મુશ્કેલી પડીફાયર વિભાગના જણાવ્યા અનુસાર, પવન સતત દિશા બદલી રહ્યો હતો અને તેની ગતિ તેજ હોવાથી પાણીનો મારો ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી. આગ બાજુમાં આવેલી બીજી કંપની સુધી પણ ફેલાઈ ગઈ હતી, જેના કારણે નુકસાનનો આંકડો વધવાની ભીતિ છે. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.આ પણ વાંચો:આઇશર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, ટેમ્પો ચોરી કરી અંકલેશ્વરમાં કટિંગ કરી વેચતા 5 શખ્સો ઝડપાયા

Read Full Story arrow_forward
Ahmedabad : ગુજરાત પોલો ક્લબ દ્વારા યોજાયેલી ત્રણ દિવસીય અમદાવાદ પોલો ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન
calendar_today January 5, 2026

Ahmedabad : ગુજરાત પોલો ક્લબ દ્વારા યોજાયેલી ત્રણ દિવસીય અમદાવાદ પોલો ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં પોલો રમતને પુનર્જીવિત કરવાના આશય સાથે આયોજિત 'અમદાવાદ પોલો ટુર્નામેન્ટ' રવિવારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ. શેલા સ્થિત ગુજરાત પોલો ક્લબ ખાતે 2 થી 4 જાન્યુઆરી દરમિયાન રમાયેલી આ ટુર્નામેન્ટે સાબિત કર્યું કે અમદાવાદ રાષ્ટ્રીય સ્તરના પોલો આયોજન માટે સજ્જ છે. અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત આ ઇવેન્ટમાં રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું અદ્ભુત સંયોજન જોવા મળ્યું હતું. મહિલા અને પુરુષોની ફાઇનલ મેચનો જોવા મળ્યો રોમાંચ ટુર્નામેન્ટના છેલ્લા દિવસે પ્રેક્ષકોને રોમાંચક સ્પર્ધાઓ જોવા મળી હતી. મહિલાઓની શ્રેણીમાં લાયન્સ ડેન લિજેન્ડ્સ અને એપોલો એવિએટર્સ વચ્ચે રસાકસી જામી હતી, જેમાં લાયન્સ ડેન લિજેન્ડ્સે 4-3 થી જીત મેળવી હતી. ડો. શિવાંગી જયસિંહે ત્રણ ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. અત્યંત રસાકસી ભરી રહી હતી પુરૂષોની ફાઇનલ પુરુષોની ફાઇનલ મેચ પુણે વોરિયર્સ અને મેફેર પોલો વચ્ચે અત્યંત રસાકસીભરી રહી હતી. નિર્ધારિત સમયના અંતે બંને ટીમો ૭-૭ થી બરાબરી પર હતી. અંતે, ગોલ્ડન ગોલના આધારે પુણે વોરિયર્સે 8-7 થી ટાઇટલ જીતી લીધું હતું. પુણે વોરિયર્સ તરફથી લાન્સ વોટસને સર્વાધિક સાત ગોલ કરીને મેદાન ગજવ્યું હતું. ટુર્નામેન્ટને અપેક્ષા કરતા વધુ સારો પ્રતિસાદ મળ્યો ગુજરાત પોલો ક્લબના પ્રમોટર અર્પણ ગુપ્તા અને સંજય પાલડિયાએ જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટને અપેક્ષા કરતા વધુ સારો પ્રતિસાદ મળ્યો છે. મહિલા ટીમોની સહભાગીદારી અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું માળખું ગુજરાતમાં પોલોના મજબૂત ભવિષ્યનો નિર્દેશ કરે છે. આ ઇવેન્ટ માત્ર રમત પૂરતી સીમિત ન રહીને, એક સાંસ્કૃતિક ઉત્સવ બની હતી. આ સફળ આયોજન સાથે જ ગુજરાતમાં 'ધી કિંગ ઓફ ગેમ્સ' તરીકે ઓળખાતી પોલો રમતનો નવો અધ્યાય શરૂ થયો છે. આ પણ વાંચોઃ Vadodara: વોર્ડ નંબર 2માં દૂષિત પાણીની સમસ્યાથી રહીશો ત્રસ્ત, ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી

Read Full Story arrow_forward
Surat News: 23 વર્ષ બાદ ઝડપાયો હત્યાનો વોન્ટેડ આરોપી
calendar_today January 5, 2026

Surat News: 23 વર્ષ બાદ ઝડપાયો હત્યાનો વોન્ટેડ આરોપી

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરતા છેલ્લા બે દાયકાથી વધુ સમયથી પોલીસને થાપ આપી રહેલા હત્યાના વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. વર્ષ 2003માં કાપોદ્રા વિસ્તારમાં થયેલી એક હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી કુંજ ઉર્ફે સંજય મહારાષ્ટ્રના થાણે ખાતેથી પોલીસના સકંજામાં આવ્યો છે.2003માં અદાવતમાં કરી હતી હત્યા ઘટનાની વિગત એવી છે કે, વર્ષ 2003માં સુરતના કાપોદ્રા વિસ્તારમાં જૂની અદાવતને રાખીને આરોપી કુંજ ઉર્ફે સંજય ઉર્ફે સંજુ બૈધનાથ ખેરવાર અને તેના સહ-આરોપીઓએ મળીને એક વ્યક્તિની ઘાતકી હત્યા કરી હતી. આ ઘટના બાદ પોલીસ અન્ય આરોપીઓ સુધી પહોંચી હતી, પરંતુ મુખ્ય આરોપી સંજય પોલીસ પકડથી બચવા માટે સુરત છોડીને નાસી ગયો હતો. થાણેમાં ઓળખ છુપાવીને રહેતો હતો આરોપી છેલ્લા 23 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં રહેતો હતો. તે સતત સ્થળ અને કામ બદલીને પોલીસની નજરમાંથી બચતો રહ્યો હતો. જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી થાણેમાં છુપાયેલો છે. જેના આધારે ટીમે મહારાષ્ટ્રમાં દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો. કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કર્યા બાદ હવે તેને આગળની તપાસ માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 23 વર્ષ જૂના આ વણઉકેલાયા કેસમાં આરોપીની ધરપકડ થતા પોલીસ બેડામાં પણ ચર્ચા જાગી છે. આ કામગીરી દર્શાવે છે કે,ગુનેગાર ગમે તેટલો સમય ભાગે, પરંતુ આખરે તે કાયદાની પકડમાં આવે જ છે. આ પણ વાંચો - Surat: સુરતમાં 17 વર્ષીય દીકરીને ફસાવનાર નરાધમ ઝડપાયો, લોકોમાં ભારે રોષ

Read Full Story arrow_forward