android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: પડધરીમાં તરખાટ મચાવતી દાહોદની ‘ચડ્ડી બનિયાન ગેંગ’નો થયો પર્દાફાશ
calendar_today January 5, 2026

Rajkot News: પડધરીમાં તરખાટ મચાવતી દાહોદની ‘ચડ્ડી બનિયાન ગેંગ’નો થયો પર્દાફાશ

રાજકોટ LCBએ એક ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ કરીને પડધરી પંથકમાં કારખાનાઓને નિશાન બનાવતી કુખ્યાત ચડ્ડી બનિયાન ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. આ ગેંગની ધરપકડથી ચોરીના ત્રણ જેટલા અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં આ ગેંગની ચોરી કરવાની પદ્ધતિ ખૂબ જ વિચિત્ર અને આયોજનબદ્ધ હોવાનું સામે આવ્યું છે. મૂળ દાહોદની આ ગેંગના સભ્યો દિવસ દરમિયાન પડધરી કોર્ટમાં પોતાના જૂના કેસોના કામે હાજરી આપવા આવતા હતા.દિવસે કોર્ટના કામે આવતા અને રાત્રે ચોરી કરતા હતા દિવસ દરમિયાન તેઓ રેકી કરીને જે-તે વિસ્તારના કારખાનાઓ નક્કી કરતા અને રાત્રિના સમયે ચડ્ડી બનિયાન ગેંગના વેશમાં ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ જતા હતા. પડધરી તાલુકાના કારખાનાઓમાં સતત વધતી ચોરીની ઘટનાઓને પગલે રૂરલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ અને સીસીટીવી ફૂટેજની તપાસ તેજ કરી હતી. જેમાં બાતમીના આધારે આ ગેંગના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 6 આરોપી હજુ ફરાર, 3 ગુનાનો ભેદ ઉકેલાયોજોકે આ ગેંગના અન્ય 6 શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ આદરી છે. આ ગેંગ ઝડપાતા પડધરી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં કારખાનેદારોએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કયા વિસ્તારોમાં આ પ્રકારની ચોરી કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navsari: વસુધારા ડેરીની ચૂંટણીમાં મોટો આંચકો, ભાજપના મેન્ડેટનો સરેઆમ અનાદર, બળવાખોર ઉમેદવારોનો ભવ્ય વિજય
calendar_today January 5, 2026

Navsari: વસુધારા ડેરીની ચૂંટણીમાં મોટો આંચકો, ભાજપના મેન્ડેટનો સરેઆમ અનાદર, બળવાખોર ઉમેદવારોનો ભવ્ય વિજય

દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત અને પશુપાલકોની જીવાદોરી સમાન વસુધારા ડેરી (ચીખલી, આલીપોર) માં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર મેન્ડેટને અવગણીને બળવો કરનાર ઉમેદવારોએ જંગી બહુમતી સાથે વિજય મેળવતા સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.વસુધારા ડેરીની ચૂંટણીના પરિણામોચીખલીના આલીપોર ખાતે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપના શિસ્તના લીરેલીરા ઉડ્યા હતા. ભાજપના સત્તાવાર ઉમેદવાર કિશોર પટેલની સામે બળવો કરી ઉમેદવારી નોંધાવનાર રાજેશ ભીખાભાઈ પટેલ (દુવાડા) નો વિજય થયો છે. રાજેશ પટેલને કુલ 14 મતોમાંથી 10 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવારને માત્ર 4 મતોથી સંતોષ માનવો પડ્યો હતો.આ પદ પર પણ ભાજપે કલ્પનાબેન ભીંસરાને મેન્ડેટ આપ્યો હતો, પરંતુ તેમની સામે સીતાબેન જાદવ મેદાનમાં ઉતર્યા હતા. સીતાબેને 9 મત મેળવી વિજયી બન્યા હતા અને ભાજપ પ્રેરિત ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો હતો.મેન્ડેટનો અનાદર અને આંતરિક જૂથબંધીવસુધારા ડેરીના ઈતિહાસમાં આ ચૂંટણી યાદગાર બની રહેશે કારણ કે ડિરેક્ટરોએ પક્ષના આદેશ (મેન્ડેટ) વિરુદ્ધ જઈને મતદાન કર્યું છે. આ પરિણામો સ્પષ્ટ કરે છે કે ડેરીના વહીવટમાં આંતરિક જૂથબંધી ચરમસીમાએ છે. ભાજપના સત્તાવાર ઉમેદવારોની કારમી હાર થતા પક્ષના મોવડી મંડળમાં પણ ચિંતાની લહેર પ્રસરી છે.સમર્થકોમાં ભારે ઉત્સાહવિજય બાદ રાજેશ પટેલ અને સીતાબેન જાદવના સમર્થકોમાં ભારે ખુશી જોવા મળી હતી. સમર્થકોએ ફટાકડા ફોડી અને અબીલ-ગુલાલની ઉડાઉડ કરી વિજયને વધાવ્યો હતો. નવી વરાયેલી પાંખે પશુપાલકોના હિતમાં અને ડેરીના વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ પણ વાંચો: ખાનગી કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, 15થી વધુ ફાયર ફાઈટરોની મદદથી મેળવાયો કાબૂ

Read Full Story arrow_forward
Daman News: રોંગ સાઈડમાં આવી રહેલા સ્કોર્પિયોના ચાલકે અકસ્માત સર્જ્યો, બે કાર સામ સામે અથડાતા એકનું મોત
calendar_today January 5, 2026

Daman News: રોંગ સાઈડમાં આવી રહેલા સ્કોર્પિયોના ચાલકે અકસ્માત સર્જ્યો, બે કાર સામ સામે અથડાતા એકનું મોત

સંઘ પ્રદેશ દમણમાં અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ખારીવાડ વિસ્તારમાં બે કાર સામ સામે ટકરાતા એક કાર ચાલકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારમાં રોંગ સાઈડ આવતીકાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં વાપીના મહિલા એડવોકેટના પુત્રનું મોત નિપજ્યું છે. વાપીના મહિલા એડવોકેટના એકના એક પુત્રનું કરૂણ મોત સંઘ પ્રદેશ દમણના ખારીવાડ વિસ્તારમાં બે કાર સામ સામે અથડાઈ હતી. દમણથી રોંગ સાઈડમાં પુર ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર વાપી તરફથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં વાપી તરફથી આવતી કારનો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વાપીના મહિલા એડવોકેટના એકના એક પુત્રનું કરૂણ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મૃતક મુંબઈની કોલેજમાં અભ્યાસ કરતો હતો. આ પણ વાંચોઃ Rajkot: ચાંદીમાં એક તરફથી તેજીને કારણે રોકાણકારોના બે હજાર કરોડ ડૂબ્યા, 60 હજાર કારીગરો બેકાર થયાનો દાવો

Read Full Story arrow_forward