android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: મોડી રાત્રે ફટાકડાની દુકાનમાં લાગી આગ
calendar_today January 5, 2026

Ahmedabad News: મોડી રાત્રે ફટાકડાની દુકાનમાં લાગી આગ

અમદાવાદ શહેરમાં આગ લાગવાની ઘટના સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાની ઘટના મોડી રાત્રે 3 કલાકે બની હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.દુકાનમાં રહેલો લાખોનો સામાન બળીને ખાખ અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની દુકાનમાં અગમ્ય કારણોસર આગી હતી. જે કારણે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ દુર્ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે, આગ લાગવાને કારણે દુકાનમાં રહેલો લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ પણ વાંચો - Ahmedabad News: કોમર્શિયલ વાહનોની પરમિટ રિન્યુઅલ મુદ્દે વિવાદ વકર્યો

Read Full Story arrow_forward
Surat News : સુરતના ડુમસના દરિયાકાંઠે મધરાત્રે SOG ત્રાટકી, દરિયા વચ્ચે રેડ કરી ડીઝલ ચોરી ઝડપી પાડી
calendar_today January 5, 2026

Surat News : સુરતના ડુમસના દરિયાકાંઠે મધરાત્રે SOG ત્રાટકી, દરિયા વચ્ચે રેડ કરી ડીઝલ ચોરી ઝડપી પાડી

દરોડા દરમિયાન એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. દરિયામાં ભરતીનો સમય હોવાથી અને પોલીસની પકડમાંથી બચવા માટે આરોપીઓએ ડીઝલ ભરેલા કેટલાંક બેરલો દરિયામાં વહાવી દીધા હતા. ભરતીના મોજામાં આ કિંમતી ડીઝલના બેરલો દૂર સુધી તણાઈ ગયા હતા. રાત્રિના સમયે જ પોલીસે સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોની મદદ લઈ દરિયામાંથી આ બેરલો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. SOGએ ઘટના સ્થળેથી મોટી માત્રામાં ડીઝલનો જથ્થો, ખાલી બેરલો અને અન્ય સાધનો જપ્ત કર્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે કેટલાક યુવકોને રાઉન્ડઅપ પણ કર્યા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. જોકે, આ બાબતે પોલીસ અત્યારે 'મગનું નામ મરી' પાડવા તૈયાર નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સુરતના ડુમસના દરિયાકાંઠે લાંબા સમયથી ધમધમતા ડીઝલ ચોરીના એક મોટા રેકેટનો શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે પર્દાફાશ કર્યો છે. મલ્ટિનેશનલ કંપનીઓના જહાજો અને બોટમાંથી લાખો રૂપિયાનું ડીઝલ ચોરી કરી તેને બજારમાં સસ્તા ભાવે વેચવાનું સુવ્યવસ્થિત નેટવર્ક ઝડપાતા દરિયાકાંઠાના સ્મગલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.SOGએ શનિવારે રાત્રે પાડેલા દરોડા દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી રેકેટમાં કાંઠા વિસ્તારના નામચીન તેજસ સહિતની ટોળકીની સંડોવણી બહાર આવી હતી. મળતી વિગતો અનુસાર SOGને ચોક્કસ બાતમી મળી હતી કે ડુમસના દરિયાકિનારે રાત્રિના અંધકારનો લાભલઈ મલ્ટિનેશનલ કંપનીઓના જહાજોમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ઉતારવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસની ટીમ શનિવારે રાત્રે જેવી ડુમસના અલિયા બેટ પહોંચી કે તરત જ ત્યાં હાજર તત્ત્વોમાં હડકંપ મચી ગયો હતો. અંધારાનો લાભ લઈ કેટલાક શખ્સો ભાગી છૂટ્યા હતા. પોલીસ પ્રાથમિક તપાસમાં આ આખું નેટવર્ક સ્થાનિક કાંઠા વિસ્તારના તેજસ દ્વારા ઓપરેટ કરવામાં આવતું હતું. આ પણ વાંચો : Porbandar News : ગ્રામજનોની રજૂઆતને લઈ ધારાસભ્ય કાંધલ જાડેજાએ અધિકારીઓને કહ્યું, ટાંટિયા ભાંગી નાખીશ, કામ તો કરવું જ પડશે

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : માઉન્ટ આબુમાં મેદાનો-વાહનો પર બરફનાં થર જામ્યા, ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીની શરૂઆત
calendar_today January 5, 2026

Gujarat Latest News Live : માઉન્ટ આબુમાં મેદાનો-વાહનો પર બરફનાં થર જામ્યા, ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીની શરૂઆત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward