android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, નલિયા અને રાજકોટમાં સૌથી વધારે ઠંડી નોંધાતા શહેરીજનો ઠુઠવાયા
calendar_today January 5, 2026

Weather News : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, નલિયા અને રાજકોટમાં સૌથી વધારે ઠંડી નોંધાતા શહેરીજનો ઠુઠવાયા

આગામી 120 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. આગામી 5 દિવસ પવન સાથે વરસાદની શક્યતા, બંગાળના ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ, તામીલનાડુમાં ભારે વરસાદની કરાઇ છે આગાહી. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આ પણ વાંચો : Gujarat Latest News Live : માઉન્ટ આબુમાં મેદાનો-વાહનો પર બરફનાં થર જામ્યા, ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીની શરૂઆત

Read Full Story arrow_forward
Kalol: ઇંટોના ભઠ્ઠાના માલિક સામે ગુનો દાખલ
calendar_today January 4, 2026

Kalol: ઇંટોના ભઠ્ઠાના માલિક સામે ગુનો દાખલ

કાલોલ પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન માહીતી મળેલ કે અલવા ગામની સીમમાં કિંગ બ્રિકસ નામના ઈંટોના ભઠ્ઠાના માલીક સકીલખાન ઈંદ્રીશખાન પઠાણે પોતાના ભઠ્ઠા પર કાચી રૂમો બનાવીને તેમાં કેટલાક પરપ્રાંતીય ઇસમો ભાડે રાખેલા હોય.તે બાબતે મકાન માલિકે સમય મર્યાદામાં પોલીસને જાણ નહીં કરતાં પોલીસે ઈંટોના ભઠ્ઠા ઉપર પહોંચીને રૂમોમાં રહેતા ત્રણ ઇસમો જે ત્રણેય ઉતરપ્રદેશના હોવાનું જણાવતાં તેમના રહેણાક બાબતે પુછપરછ કરતાં તેઓએ રાધેશ્યામ ઉર્ફે ભુરાભાઇ નથેરામ જાટવ (રહે. શુભાલય સોસાયટી, કાલોલ)ના મકાનમાં છેલ્લા છ માસથી રૂ. 2500ના માસીક ભાડેથી રહેતા હોવાનું જણાવેલ પરંતુ તેઓના ઈંટોના ભઠ્ઠાના માલીકે રૂમો ભાડે આપ્યા બાબતે સ્થાનીક પોલીસ સ્ટેશનમાં કોઇ નોંધણી નહીં કરાવેલ તેમજ તેઓનું આધારકાર્ડ કે કોઇ આઇડીપ્રુફ્ પણ લીધેલ નહી હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે મકાન માલીકે મકાન ભાડે આપીને ભાડુઆતોનું આઇ.ડી. પ્રુફ્ નહી મેળવી તેમજ સ્થાનીક પોલીસ સ્ટેશનમાં જાણ નહી કરવા અંગે પંચમહાલ જીલ્લા મેજીસ્ટ્રેટ ગોધરાના જાહેરનામાના ભંગ મુજબ ભઠ્ઠા માલિક સકીલખાન ઇદ્રીશખાન પઠાણ (રહે. પુરુષોત્તમનગર સોસાયટી, કાલોલ) સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: રામોલમાંથી દેશી તમંચા અને ચાર કારતૂસ સાથે બે શખ્સોની ધરપકડ
calendar_today January 4, 2026

Ahmedabad: રામોલમાંથી દેશી તમંચા અને ચાર કારતૂસ સાથે બે શખ્સોની ધરપકડ

રામોલના વસ્ત્ર્રાલ વિસ્તારમાંથી દેશી તમંચો અને ચાર જીવતા કારતુસ તથા ધારદાર છરી સાથે બે શખ્સોની ઝોન-5 એલસીબી સ્કવોડે ધરપકડ કરી છે.બંને આરોપીઓને આજથી થોડાક મહિના અગાઉ એક યુવક સાથે બોલાચાલી થઇ હતી જેની અદાવત રાખીને તેની પર હુમલો કરવા બંને આરોપીઓ એકટીવા લઈને નીકળ્યા હતા અને એલસીબી સ્કવોડના હાથે ઝડપાઈ ગયા હતા. આ અંગે રામોલ પોલીસે બંને શખ્સો સામે ગુનો નોધીને ધરપકડ કરી છે. રામોલ વિસ્તારમાં ઝોન-5 એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સુર્યમ ગ્રીન ફ્લેટની સામેથી બે શખ્સો એક્ટિવા પર હથિયાર લઇને નીકળે છે. તેના આધારે પોલીસે બંનેને રોકીને એક્ટિવાની તપાસ કરતા દેશી તમંચો અને ચાર જીવતા કારતૂસ અને છરી મળી આવ્યા હતા. જેથી પોલીસે છોટેસિંહ કુશ્વાહ અને આયુષ યાદવની ધરપકડ કરી છે. તેમજ પોલીસે તમંચા સાથે કુલ રૂ. 72 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતા છોટુસિંહને બે મહિના અગાઉ સામાન્ય બોલાચાલીમાં થયેલી માથાકૂટનો બદલો લેવા તેના વતન ઉત્તરપ્રદેશના ઇટાવા ગયો અને ત્યાંથી તમંચો લઈને આવ્યો હતો. આ અંગે ઝોન-5 એલસીબી સ્કવોડે બંને આરોપીની ધરપકડ કરીને આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward