android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: રખિયાલમાંથી નેચરોપેથીની ડિગ્રી મેળવીને એલોપેથીની દવાઓ આપતો ડોકટર ઝડપાયો
calendar_today January 4, 2026

Ahmedabad: રખિયાલમાંથી નેચરોપેથીની ડિગ્રી મેળવીને એલોપેથીની દવાઓ આપતો ડોકટર ઝડપાયો

રખિયાલમાં છેલ્લા ત્રણ વર્ષથી નેચરોપેથીની ડિગ્રી મેળવીને એલોપેથીની દવાઓ આપતો ઝોલા છાપ ડોક્ટરની રખિયાલ પોલીસે દવાઓના જથ્થા સાથે ધરપકડ કરી છે.જેમાં નેચરોપેથીના સર્ટિફીકેટના આધારે એલોપેથીની દવાઓ આપતો હોવાનુ સામે આવ્યું છે. આ અંગે પોલીસે બનાવટી ડોક્ટર સામે ગુનો નોધી તેની ધરપકડ કરીને એલોપેથીનો દવાઓનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ શરુ કરી છે. રખિયાલમાં આવેલી રંગવાળી ચાલીમાં રહેતા શ્રામિક પરિવારના લોકોનું નિદાન ડીગ્રી વિનાનો ડોક્ટર કરતો હોવાની અનેક રજુઆતો પોલીસને મળી હતી. જેના આધારે રખિયાલ પોલીસે દરોડા પાડયા હતા. ત્યારે એસ.એમ.શેખ સાર્વજનિક દવાખાનામાંથી શાહિદ શેખ મળી આવ્યો હતો. તેની પાસે ડોકટરની ડિગ્રીના સર્ટીફીકેટ માંગતા ન હતા. તેમજ આરોપીની પૂછપરછ કરતા શાહિદે વર્ષ 2023માં બાબા સાહેબ આંબેડકર યુનીવર્સીટીમાંથી મેળવેલ નેચરોપેથીની ડીગ્રી પોલીસને બતાવી હતી. સરકારી નિયમ અનુસાર નેચરોપેથીનો અભ્યાસ કર્યો હોય તેમણે સત્તવાર રીતે એલોપેથીની પ્રેક્ટીસ કરવી તે ગેરમાન્ય ગણાય છે. આથી રખિયાલ પોલીસે શાહિદ શેખની ધરપકડ કરી છે અને તેના કલીનીકમાંથી મળી આવેલી એલોપેથીની દવાઓ અને ઇન્જેક્શનનો કુલ રૂ. 29 હજારનો જથ્થો કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: કાંકરિયાની કૃષ્ણકુંજ સોસાયટી પાસે ગટર ઉભરાતા રહીશો બેહાલ
calendar_today January 4, 2026

Ahmedabad: કાંકરિયાની કૃષ્ણકુંજ સોસાયટી પાસે ગટર ઉભરાતા રહીશો બેહાલ

કાંકરિયા વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટીના મેન રોડ પર ગટર લાઈન બેસી જવાની ઘટના સામે આવી છે.ગટરની મુખ્ય લાઈન જમીનમાં દબાઈ જવાથી ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર ફરી વળ્યું હતું, જેના કારણે આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર અને મેન રોડ પર ગટરના પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક રહીશોનું ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ગટરનું પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો ગંદા પાણીમાં લપસી પડવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ગટર લાઈન બેસી જવાથી રસ્તા પર પાણી ભરાયા હોવાથી વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે, જેના કારણે ટ્રાફ્કિ જામના દૃશ્યો સર્જાયા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, જો આ ગંદા પાણીનો વહેલી તકે નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળો ફટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ગટર લાઈન બેસી જવાની જાણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગને કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. લાઈન અંદરથી બેસી ગઈ હોવાથી ખાલી પંપીંગ કરવાથી સમસ્યા ઉકેલાય તેમ નથી, તેના માટે તાત્કાલિક ધોરણે ખોદકામ કરી નવી લાઈન નાખવી જરૂરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: પૂર્વ અમદાવાદમાં ગંદકી ફેલાવતા એકમો સામે AMCનો સપાટો
calendar_today January 4, 2026

Ahmedabad: પૂર્વ અમદાવાદમાં ગંદકી ફેલાવતા એકમો સામે AMCનો સપાટો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( AMC) ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 04 જાન્યુઆરી, 2026 ના રોજ પૂર્વ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સફાઈ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.ખાસ કરીને પૂર્વ ઝોનમાં ગંદકી અને પ્લાસ્ટિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કડક કાર્યવાહી કરીને લાખોનો દંડ વસૂલવામાં આવ્યો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોએ પૂર્વ ઝોનમાં કુલ 194 એકમોની મુલાકાત લીધી હતી. આ કામગીરી દરમિયાન ગંદકી ફેલાવવા બદલ 50 અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ 18 મળી કુલ 68 નોટિસ ફ્ટકારવામાં આવી હતી. તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી કુલ 67,700 નો દંડ વસૂલવામાં આવ્યો હતો અને 3.3 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા *માય સિટી માય પ્રાઈડ* અભિયાન હેઠળ પૂર્વ પટ્ટામાં સઘન કામગીરી કરવામાં આવી છે. ગત 04 જાન્યુઆરી 2026ના રોજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પૂર્વ ઝોનમાં કુલ 194 એકમોની આકસ્મિક તપાસ કરી હતી. ઓઢવ, નિકોલ અને વસ્ત્ર્રાલમાં 10 એકમો સીલ પૂર્વ ઝોનમાં સફાઈ અને સેનીટેશનના નિયમોનો ભંગ કરનારા 10 એકમોને સીલ કરી દેવામાં આવ્યા હતા. ભાઈપુરા, ખોખરા અને વટવા જેવા વિસ્તારોમાં પણ કાર્યવાહી પૂર્વ અમદાવાદના ભાઈપુરા, ખોખરા અને વટવા જેવા વિસ્તારોમાં પણ સમાંતર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભાઈપુરા વોર્ડમાં ભગવતી રોડ પરની હોટલ અને ખોખરામાં શનિદેવ મંદિર સામેની શુઝની દુકાન સીલ કરવામાં આવી હતી. વટવા ગામડી રોડ પર ન્યૂ રાજેશ કિરાણા સ્ટોર અને રજવાડી ટી સ્ટોલ જેવા એકમો સામે પણ કાર્યવાહી થઈ હતી. *મારું શહેર, મારો ગર્વ* અભિયાન હેઠળ પૂર્વ વિસ્તારના મુખ્ય રસ્તાઓની સફાઈ માટે મોટી સંખ્યામાં સફાઈ કામદારો તૈનાત કરવામાં આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward