android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sayla: ગ્રામ્યમાં ખનીજના ગેરકાયદે ખનનનો પર્દાફાશ
calendar_today January 4, 2026

Sayla: ગ્રામ્યમાં ખનીજના ગેરકાયદે ખનનનો પર્દાફાશ

સાયલા તાલુકાના ખનીજ પ્રભાવિત વિસ્તારોમાં બેફામ બનેલા ખનીજ ચોરો દ્વારા થતા બ્લેક્ટ્રેપ ખનીજ ના ગેરકાયદે ખોદકામ ની ઉઠેલી ફરિયાદો ને લઈ સ્થાનિક પોલીસ ની ટીમ દ્વારા મદારગઢ ગામની સીમમાં ઓચિંતો છાપો મારતાં કાળા પથ્થર ના મબલક ખોદકામ નો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે. સૂત્રો પાસેથી વધુમાં મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા મદારગઢ ની સીમમાં ચાલતી બે પથ્થરની ગેરકાયદે ખાણ પર થી 14 ડમ્પર, ત્રણ એક્ષવેટર મશીનો સહિત ત્રણ કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાતા ખનીજ ચોરો માં ફ્ફ્ડાટ નો માહોલ છવાઇ જવા પામ્યો હતો.પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહી દરમ્યાન ખનીજ માફીયાઓ માં નાસભાગ મચી જવા પામી હતી તેમજ કેટલાક ડમ્પરોના ડ્રાઇવરો ઝડપાયા હોવાની પણ વિગતો મળી રહી છે.સાયલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.ચુડાસમા તથા ટીમે કરેલ દરોડા બાદ ખનીજ વિભાગને જાણ કરાઇ હતી.મધરાત સુધી ચાલેલી કામગીરી દરમ્યાન મોડી રાત્રે વાહનો સહિતનો મુદ્દામાલ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ ની દેખરેખ હેઠળ સીઝ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઇ છે ત્યારે આ સ્થળે કેટલા સમય થી ગેરકાયદે ખોદકામ ચાલતું હતું..?, કોના દ્વારા કરાતું હતું..? સહિતના અનેક સવાલો વચ્ચે સ્થાનિક પોલીસ ના દરોડા થી જવાબદાર ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. આગામી સમયમાં ખનીજ વિભાગ દ્વારા આ બાબતે કેવા પ્રકારની દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સહુની મીટ મંડાયેલી છે ત્યારે પોલીસના ગેરકાયદે ખનન, વાહનો પરના ઓચિંતા સપાટાથી તંત્રના ડર વગર બેફામ ખનીજનો ગેરકાયદેસર વેપલો કરતા તત્વોએ પોતપોતાની માયા સંકેલી ભૂગર્ભમાં ઉતરી ગયાના વાવડ મળી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dholka: અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં ગેરકાયદે રીતે ખનીજ વહન કરનારા પર તવાઈ
calendar_today January 4, 2026

Dholka: અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં ગેરકાયદે રીતે ખનીજ વહન કરનારા પર તવાઈ

અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાથી પસાર થતી સાબરમતી નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન અને પરિવહન સામે ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે તા. 3જીએ ખાણ ખનીજ વિભાગ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં સરોડા, મહીજડા, નવાપુરા તેમજ પાલડી કાંકજ વિસ્તારમાં તપાસ દરમિયાન ગેરકાયદે રીતે ખનીજ પરિવહન કરતા 3 ડમ્પર કરી નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ઉપરાંત સનાથલ, બોપલ, શીલજ તથા વૈષ્ણોદેવી વિસ્તારમાં કરાયેલી તપાસ દરમિયાન વધુ 5 ડમ્પર સીઝ કરવામાં આવ્યા હતા. જ્યારે વહેલી સવારના દસક્રોઇ તાલુકાના ખોડિયાર ગામ વિસ્તારમાં ગેરકાયદે સાદી રેતીના સંગ્રહ અને નિકાસમાં ઉપયોગ થતી મશીનરી સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કુલ 2 લોડર વાહનો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ રીતે ખાણ ખનીજ વિભાગે એક જ દિવસમાં કુલ 13 વાહનો તથા મશીનરી સીઝ કરી નિયમોનુસાર કાર્યવાહી કરી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. સાડા ચાર કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: લો..બોલો...સરકારી જમીન પર ગેરકાયદે કુવો બનાવી દઈને પાણી ઉલેચવાનો ખેલ ઉજાગર
calendar_today January 4, 2026

Surendranagar: લો..બોલો...સરકારી જમીન પર ગેરકાયદે કુવો બનાવી દઈને પાણી ઉલેચવાનો ખેલ ઉજાગર

ચોટીલા નાયબ કલેકટરની ટીમે મૂળી તાલુકાના રાણીપાટ ગામની સીમમાં રેડ કરી હતી. જેમાં સરકારી જમીનમાં બનાવેલ ગેરકાયદે કુવામાંથી પાણી ઉલેચવાનું ધ્યાને આવતા ટીસી ધરાવતા ખાનગી જમીનના માલીક ઉપરાંત તલાટી અને સરપંચ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મૂળી પંથકમાં ગેરકાયદે રીતે ખનીજ કાઢવા ખોદાયેલા કુવાઓ બુરી નાંખવામાં આવ્યા છે. ત્યારે શુક્રવારે સાંજે નાયબ કલેકટર એચ.ટી.મકવાણા સહિતની ટીમે રાણીપાટ ગામની સીમમાં તપાસ કરી હતી. જેમાં સરકારી સર્વે નંબર વાળી જમીનમાં ગેરકાયદે કોલસાના કુવામાંથી પાણી ઉલેચવાની કામગીરી ચાલુ હતુ. અને કુવામાં લગાવેલ વાયરીંગનું ટીસી નજીકના ખાનગી માલીકીના સર્વે નંબરમાં આવેલુ હતુ. જયારે અન્ય 12 સ્થળે કુવાઓ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. તપાસ કરતા ખાનગી માલિકીની જમીનના ધારક વિરમ રવજીભાઈ સારદીયા દ્વારા નજીકની સરકારી જમીનમાં કુવામાંથી પાણી કઢાતુ હોવાનું સામે આવતા રાણીપાટના વીરમ સારદીયા, રાણીપાટ ગામના સરપંચ અને તલાટી સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ તંત્ર દ્વારા થાનના ખાખરાવાળી ગામની સીમમાં લોડર મશીનથી કુવાઓનું બુરાણ શરૂ કરાયુ હતુ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward