Amreliના મોટા આંકડીયા ગામે ડુપ્લીકેટ ખાતરની ફેક્ટરી પર SOGના દરોડા
અમરેલી જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપિંડી આચરતા ડુપ્લીકેટ ખાતરના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે તાલુકાના મોટા આંકડીયા ગામે ઓપરેશન હાથ ધરીને બનાવટી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. મોટા આંકડીયાથી પીપળલગ રોડ પર આવેલી 'નિરીમા એગ્રી પ્રોડક્સ' નામની ફેક્ટરીમાં હલકી ગુણવત્તાનું બનાવટી ખાતર બનાવવામાં આવતું હતું.મોટા આંકડીયા ગામે ડુપ્લીકેટ ખાતરની ફેક્ટરી ઝડપાઈSOGની ટીમે જ્યારે આ ફેક્ટરી પર દરોડા પાડ્યા ત્યારે ત્યાંથી મોટા પાયે હલકી ગુણવત્તાનું મિશ્રણ અને બનાવટી ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ ₹16,74,900ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને ફેક્ટરી સીઝ કરી દીધી છે. આ સમગ્ર કૌભાંડમાં તપાસ દરમિયાન લાલાવદરના વતની અને હાલ સુરત રહેતા ભરતભાઈ ચીમનભાઈ ધાનાણીનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું છે. બનાવટી ખાતર કૌભાંડમાં ભરત ધાનાણીનું નામ ખુલ્યુંખેડૂતોને અસલીના નામે હલકી ગુણવત્તાનું ખાતર પધરાવી આર્થિક નુકસાન પહોંચાડવાના આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સીઝન સમયે જ ખાતરની ડુપ્લીકેટ ફેક્ટરી ઝડપાતા ખેડૂતોમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં આ ફેક્ટરીમાંથી કેટલો જથ્થો બજારમાં વેચાયો છે અને આમાં અન્ય કેટલા લોકો સામેલ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward