android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Visavadar: સિંહણને બેભાન કરવા જતાં વન વિભાગનો ટ્રેકર પોતે બેભાન, ટ્રેન્ક્યુલાઈઝર ગનનો ડોઝ કર્મચારીને વાગ્યો
calendar_today January 4, 2026

Visavadar: સિંહણને બેભાન કરવા જતાં વન વિભાગનો ટ્રેકર પોતે બેભાન, ટ્રેન્ક્યુલાઈઝર ગનનો ડોઝ કર્મચારીને વાગ્યો

જૂનાગઢના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં આજે એક અત્યંત કરુણ અને સાથે જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. સવારે એક માસૂમ બાળકને ફાડી ખાનાર સિંહણને પકડવા માટે ગયેલી વન વિભાગની ટીમ પૈકી એક કર્મચારીને ભૂલથી ટ્રેન્ક્યુલાઈઝર (બેભાન કરવાની દવા) નો ડોઝ વાગી જતાં તે પોતે જ ઘટનાસ્થળે બેભાન થઈ ગયો હતો.બાળક પર હુમલા બાદ રેસ્ક્યુ ઓપરેશનનાની મોણપરી ગામમાં આજે વહેલી સવારે એક સિંહણે માસૂમ બાળક પર હુમલો કરી તેને ફાડી ખાધું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ અને ભયનો માહોલ ફેલાયો હતો. વનવિભાગની ટીમ તાત્કાલિક હિંસક બનેલી આ સિંહણને પાંજરે પૂરવા અથવા બેભાન કરવા માટે કામે લાગી હતી.કેવી રીતે બની ઘટના?સિંહણનું લોકેશન મળતા જ વેટરનરી ડોક્ટર અને વનવિભાગની ટીમ ત્યાં પહોંચી હતી. ડોક્ટરે સિંહણને બેભાન કરવા માટે જ્યારે ટ્રેન્ક્યુલાઈઝર ગનમાંથી ઈન્જેક્શન છોડ્યું, ત્યારે અકસ્માતે તે સિંહણને વાગવાને બદલે ત્યાં હાજર વનવિભાગના ટ્રેકરને વાગી ગયું હતું. આ દવાની અસર એટલી તીવ્ર હતી કે ટ્રેકર ગણતરીની મિનિટોમાં જ ત્યાં બેભાન થઈ ઢળી પડ્યો હતો.તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયાપોતાનો જ સાથી કર્મચારી બેભાન થતા વનવિભાગની ટીમમાં દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત ટ્રેકરને તાત્કાલિક સારવાર માટે વિસાવદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. હાલ તેની હાલત કેવી છે તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.આ પણ વાંચો: શ્યામલ વિસ્તારના શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાખ

Read Full Story arrow_forward
Ahmedabad: રિક્ષાચાલકોની દાદાગીરી બાદ કાર્યવાહી, રેલવે સ્ટેશન પર RPF દ્વારા 6 રિક્ષાઓ જપ્ત કરાઈ
calendar_today January 4, 2026

Ahmedabad: રિક્ષાચાલકોની દાદાગીરી બાદ કાર્યવાહી, રેલવે સ્ટેશન પર RPF દ્વારા 6 રિક્ષાઓ જપ્ત કરાઈ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ગઈકાલે રિક્ષાચાલકો અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ રિક્ષા ચાલકોએ આરપીએફના જવાનને ઘેરી કોલર પકડીને બિભત્સ ગાળો બોલી હતી. આ દરમિયાન અન્ય જવાનો પણ આવી પહોંચ્યા હતાં. તેમણે રિક્ષા ચાલકોને માર માર્યો હતો. આ દરમિયાન એક રિક્ષા ચાલક ઢળી પડવાનો બનાવ પણ સામે આવ્યો છે. રિક્ષાચાલકોની દાદાગીરી બાદ કાર્યવાહી અમદાવાદ રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકોની દાદાગીરી બાદ આરપીએફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મુસાફરો સાથે દુર્વ્યવહાર અને વધારે ભાડુ વસૂલવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ આરપીએફએ 6 રિક્ષાઓ જપ્ત કરી છે. જ્યારે નિયમોનો ભંગ કરનાર રિક્ષા ચાલકો સામે રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં બે વીડિયો વાયરલ થયા હતાં.

Read Full Story arrow_forward
Dahod: લીમડીના સુથારવાસામાં પરિણીતા પર પતિ-સાસુનો ત્રાસ, તારા બાપના ઘરેથી શું લાવી છે' કહી પહેરેલા કપડાંમાં કાઢી મૂકી
calendar_today January 4, 2026

Dahod: લીમડીના સુથારવાસામાં પરિણીતા પર પતિ-સાસુનો ત્રાસ, તારા બાપના ઘરેથી શું લાવી છે' કહી પહેરેલા કપડાંમાં કાઢી મૂકી

દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના સુથારવાસા ગામે સામાજિક મૂલ્યોને શરમાવે તેવી ઘટના બની છે. એક 23 વર્ષીય પરિણીતાને તેના જ પતિ અને સાસુ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી, મારપીટ કરી ઘરની બહાર કાઢી મૂકવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.લગ્નના થોડા સમય બાદ જ ત્રાસ શરૂ થયોઝાલોદ તાલુકાના વાઘેલા ગામની યુવતીના લગ્ન સુથારવાસા ગામના યુવક સાથે સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના દિવસોમાં બધું બરાબર ચાલ્યા બાદ, પતિ અને સાસુએ અસલી રૂપ ધારણ કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પરિણીતાને નાની-નાની બાબતોમાં મહેણાં-ટોણાં મારવાનું શરૂ કરવામાં આવ્યું હતું.દહેજ અને અપમાનજનક શબ્દોનો મારોપરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેને વારંવાર નીચે મુજબના શબ્દો કહી માનસિક રીતે તોડી પાડવામાં આવતી હતી. તું અમને ગમતી નથી, તારા બાપના ઘરેથી કન્યાદાનમાં કંઈ લાવી નથી. તને કોઈ કામ કે જમવાનું બનાવતા આવડતું નથી. આવા અપમાનજનક શબ્દો બોલી તેને બેફામ ગાળો આપવામાં આવતી હતી. જ્યારે પરિણીતા પ્રતિકાર કરતી ત્યારે પતિ અને સાસુ ભેગા મળી તેને ગડદાપાટુનો માર મારતા હતા.જાનથી મારી નાખવાની ધમકી અને દેશવટોત્રાસની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી, તેને પહેરેલા કપડાંમાં જ ઘરમાંથી હાંકી કાઢવામાં આવી. જીવ બચાવીને પરિણીતા પોતાના પિયર વાઘેલા ગામે પહોંચી હતી અને પરિવારને આપવીતી જણાવી હતી. અંતે, પતિ અને સાસુના અમાનુષી અત્યાચાર સામે નમવાને બદલે પરિણીતાએ હિંમત દાખવી લીમડી પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.આ પણ વાંચો: સિંહણને બેભાન કરવા જતાં વન વિભાગનો ટ્રેકર પોતે બેભાન, ટ્રેન્ક્યુલાઈઝર ગનનો ડોઝ કર્મચારીને વાગ્યો

Read Full Story arrow_forward