Barejadi Murder Case: બારેજડી હત્યા કેસમાં નવો વળાંક
અમદાવાદ શહેરના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા બારેજડી વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો મામલો હવે ગરમાયો છે. અમદાવાદ પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી લીધી છે, પરંતુ મૃતકના પરિવારજનોએ પોલીસ તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવતા સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે.શું છે પરિવારના આક્ષેપો? મૃતક યુવકના પરિવારજનોનો આરોપ છે કે, જે ફાર્મ હાઉસ પર આ ઘટના બની હતી, ત્યાં માત્ર એક વ્યક્તિ નહીં પણ અન્ય લોકોની પણ હાજરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, બનાવ સમયે ફાર્મ હાઉસમાં એક મહિલા પણ હાજર હતી, તેમ છતાં પોલીસ ફરિયાદમાં તેનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ફાર્મ હાઉસના માલિકની ગેરહાજરી અંગે પણ પરિવારે શંકા વ્યક્ત કરી છે. માલિકની ભૂમિકા શંકાસ્પદ હોવા છતાં પોલીસ કેમ મૌન છે? તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આ સાથે પરિજનનું કહેવું છે કે, ઘટના સ્થળે હાજર અન્ય લોકો સામે પગલાં લેવાને બદલે પોલીસે માત્ર એક જ આરોપીને પકડીને સંતોષ માની લીધો છે. પોલીસની કામગીરી શંકાના દાયરામાં પરિવારજનોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પોલીસ આ હત્યા કેસમાં અનેક પાસાઓ છુપાવી રહી છે. ઘટના પાછળના સાચા કારણો અને તમામ સંડોવાયેલા શખ્સોને પકડવાને બદલે તપાસમાં ઢીલ મૂકવામાં આવી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિવેકાનંદનગર પોલીસે હાલમાં તો એક આરોપીની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે, પરંતુ પરિવારના આ ગંભીર આક્ષેપો બાદ હવે પોલીસ ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું તપાસ કરે છે તે જોવાનું રહ્યું. આ પણ વાંચો - Ahmedabad News: કોમર્શિયલ વાહનોની પરમિટ રિન્યુઅલ મુદ્દે વિવાદ વકર્યો
Read Full Story arrow_forward