android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi News: પ્રેમિકા પરત ન આવતા યુવકે જીવન ટૂંકાવ્યું, વીડિયો કોલમાં કરી લાઈવ આત્મહત્યા
calendar_today January 4, 2026

Morbi News: પ્રેમિકા પરત ન આવતા યુવકે જીવન ટૂંકાવ્યું, વીડિયો કોલમાં કરી લાઈવ આત્મહત્યા

મોરબીના લાયન્સનગર વિસ્તારમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં પડેલા એક યુવકે તેની પ્રેમિકા ઘરે ગયા બાદ પરત ન ફરતા આત્યંતિક પગલું ભરી લીધું છે. 29 વર્ષીય યુવકે પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.સોશિયલ મીડિયાથી શરૂ થઈ હતી પ્રેમ કહાની ઘટનાની મળતી માહિતી અનુસાર, મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા હિતેશ ધમ્મર નામના યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતી સાથે પરિચય થયો હતો. આ પરિચય ધીરે ધીરે પ્રેમમાં પરિણમ્યો હતો. પ્રેમ એટલો ગાઢ બન્યો હતો કે, છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રેમી યુગલ લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેતું હતું. પ્રેમિકા પરત ન આવતા ભર્યું આત્યંતિક પગલું થોડા દિવસો પહેલા હિતેશની પ્રેમિકા પોતાના ઘરે ગઈ હતી. જોકે, ત્યારબાદ તે કોઈ કારણોસર પરત ફરી ન હતી. હિતેશે તેને પરત લાવવા કે મળવા માટે પ્રયત્નો કર્યા હોવાનું મનાય છે, પરંતુ પ્રેમિકા પરત ન આવતા હિતેશ માનસિક રીતે ભાંગી પડ્યો હતો. વિરહની આ પીડા સહન ન થતા અંતે હિતેશે લાયન્સનગર સ્થિત પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસ શરૂ આ ઘટનાની જાણ થતા જ મોરબી સિટી બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ અને પ્રેમિકાના વિરહમાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે, પરંતુ પોલીસ અન્ય પાસાઓ પર પણ તપાસ કરી રહી છે. આ પણ વાંચો - Morbi News : ઝઘડાની અદાવતમાં બાળકનો ભોગ લેવાયો, ટંકારામાં નરાધમ પાડોશીએ માનવતાની હદ વટાવી

Read Full Story arrow_forward
Vadodara: નર્મદા વસાહતના અસરગ્રસ્તોની ધીરજ ખૂટી, પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ધારાસભ્યને ઉગ્ર રજૂઆત
calendar_today January 4, 2026

Vadodara: નર્મદા વસાહતના અસરગ્રસ્તોની ધીરજ ખૂટી, પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ધારાસભ્યને ઉગ્ર રજૂઆત

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં વર્ષોથી વસવાટ કરતા નર્મદા નિગમના અસરગ્રસ્તો માટે વિકાસના કામો માત્ર કાગળ પર જ હોય તેવો ઘાટ સર્જાયો છે. રોડ, રસ્તા, લાઈટ અને પાણી જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત રહેલા રાજનગર અને ખેરવાડી વસાહતના સેંકડો લોકોએ આજે એકઠા થઈ સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રૂબરૂ બોલાવી પોતાની વેદના ઠાલવી હતી.વિકાસના નામે 'બાઈ બાઈ ચાયણી' જેવો ઘાટનર્મદા યોજના માટે જમીન આપનારા અસરગ્રસ્તોને આશા હતી કે નવી વસાહતોમાં તેમને તમામ સુવિધાઓ મળશે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. રાજનગર નર્મદા વસાહત ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર કે નર્મદા નિગમ દ્વારા અહીં કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. ખાસ કરીને ચોમાસામાં અવરજવર કરવી મુશ્કેલ બને છે.મહિલાઓને પાણી માટે વલખાં મારવા પડે છે. સ્વચ્છતા અભિયાનના દાવાઓ વચ્ચે અહીં શૌચાલયોની હાલત અત્યંત દયનીય છે.પોતાના સરપંચ હોવા છતાં વસાહત સુવિધા વિહોણીચર્ચાનો વિષય એ રહ્યો હતો કે ખેરવાડી ગ્રામ પંચાયતના સરપંચ પોતે નર્મદા વસાહતના રીંગલા ભાઈ છે, તેમ છતાં ખેરવાડી વસાહત વિકાસના કામોથી વંચિત છે. સ્થાનિકોએ ધારાસભ્ય સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો કે જો સત્તામાં પોતાના પ્રતિનિધિ હોય છતાં કામ ન થતા હોય, તો સામાન્ય જનતાએ ક્યાં જવું?પરંપરાગત સ્વાગત અને રજૂઆતવસાહતમાં પધારેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ગ્રામજનોએ આદિવાસી પરંપરા મુજબ નૃત્યના તાલે સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ લોકોએ તેમને વસાહતના ખૂણે-ખૂણે ફેરવીને ખરાબ રસ્તા અને ગંદકીની પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. લોકોએ માંગ કરી છે કે જો ટૂંક સમયમાં રોડ, પાણી અને શૌચાલયના કામો શરૂ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.ધારાસભ્યનું આશ્વાસનલોકોની રજૂઆત સાંભળ્યા બાદ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નર્મદા નિગમના અધિકારીઓ અને સરકારમાં આ બાબતે ત્વરિત રજૂઆત કરી પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી.આ પણ વાંચો: નેશનલ STEM ક્વિઝ 4.0, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ રચશે ઇતિહાસ, 2 કરોડની સ્કોલરશિપ જીતવાની સુવર્ણ તક

Read Full Story arrow_forward
Porbandar News: રાજપરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો
calendar_today January 4, 2026

Porbandar News: રાજપરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

પોરબંદર જિલ્લામાં લોકોના જીવ સાથે રમત રમનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી. જેના આધારે રાજપર (નવાગામ) વિસ્તારમાં રેડ કરીને એક બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો આ શખ્સ આસપાસના અનેક ગામડાઓમાં દવાઓ આપતો હોવાનું સામે આવ્યું છે.પોરબંદર SOGને મળી સફળતા પોરબંદર SOGની ટીમને બાતમી મળી હતી કે, રાજપર ગામના બસ સ્ટેન્ડ પાસે એક વ્યક્તિ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો છે. પોલીસે રેડ કરી મૂળ કેશોદના લીમડા ચોક વિસ્તારમાં રહેતા મોસીન હુસેન જેઠવા નામના શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સ પાસે કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તે ડોક્ટર બનીને લોકોની સારવાર કરતો હતો. રૂપિયા 35,820નો મુદ્દામાલ જપ્ત કાર્યવાહી દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી અલગ-અલગ પ્રકારની એલોપેથિક દવાઓ, કેપ્સ્યુલ, ઈન્જેક્શન અને અન્ય મેડિકલ સાધનો મળી આવ્યા હતા. પોલીસે અંદાજે રૂપિયા 35,820નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી પાસે ડોક્ટર હોવા અંગેના કોઈ પણ પુરાવા કે લાયસન્સ મળ્યા ન હતા. અનેક ગામડાઓમાં ફેલાવેલું હતું નેટવર્ક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ બોગસ ડોક્ટર માત્ર રાજપર જ નહીં, પરંતુ આસપાસના ભડ, મિત્રાળા, દેરોદર અને એરડા જેવા ગામોમાં પણ જઈને પ્રેક્ટિસ કરતો હતો. ગ્રામ્ય વિસ્તારના ભોળા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Porbandar: નેશનલ સમુદ્રી તરણ સ્પર્ધામાં અમદાવાદના વૃદ્ધાને હાર્ટ એટેક

Read Full Story arrow_forward