android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sandesh Digital Explainer : દેશમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ? જાણો ગુજરાતની સ્થિતિ
calendar_today September 1, 2026

Sandesh Digital Explainer : દેશમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ? જાણો ગુજરાતની સ્થિતિ

વરસાદની ઋતુ હજુ પૂરી પણ નથી થઈ અને આગામી બે મહિનાના અનુમાનોએ ચિંતા વધારી દીધી છે. ECMWF મોડેલ મુજબ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ઓછો રહી શકે છે. આ બે મહિનામાં દેશના મોટાભાગના ભાગોમાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની સંભાવના છે. જોકે જમ્મુ-કશ્મીર, દક્ષિણ તામિલનાડુ, કેરળ અને ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદ સામાન્ય રહી શકે છે. જો આગળ પણ આ જ અનુમાન યથાવત રહે તો ચોમાસાના આખરી તબક્કામાં દેશના અનેક ભાગોમાં વરસાદ ઘટી શકે છે. વર્ષ 2026નું ચોમાસુ પહેલેથી જ નબળું ચાલી રહ્યું છે. ખેતરોની ભેજ ક્ષમતા ઘટી શકે છેIMDએ જૂનથી સપ્ટેમ્બરના ચોમાસાની સીઝન દરમિયાન દેશભરમાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાનું અનુમાન લગાવ્યું હતું. IMDના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન વરસાદ સામાન્યના લગભગ 90 ટકા જેટલો રહી શકે છે. સપ્ટેમ્બર એ ચોમાસાનો છેલ્લો મહિનો હોય છે અને આ મહિનામાં થતો વરસાદ ખેતી તેમજ પાણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો સપ્ટેમ્બરમાં વરસાદ ઓછો રહે તો ખેતરોની ભેજ ક્ષમતા ઘટી શકે છે અને જળાશયોમાં પણ પાણી ઓછું ભરાઈ શકે છે.ઓછા વરસાદની અસર એવા વિસ્તારો પર વધુ પડી શકે છે જ્યાં ખેતી માટે મોટે ભાગે વરસાદ પર નિર્ભર રહેવું પડે છે. આગામી મહિનાઓમાં પાણીની ઉપલબ્ધતા પર પણ તેની અસર જોવા મળી શકે છે.ઓછા વરસાદનું અનુમાન ચિંતા વધારી શકે છેECMWF મોડેલ મુજબ જમ્મુ-કશ્મીર, દક્ષિણ તામિલનાડુ, કેરળ અને ઉત્તર પૂર્વ ભારતમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વરસાદ સામાન્ય રહી શકે છે. ઉત્તર પૂર્વ ભારતને લઈને IMDનું અનુમાન પણ બાકીના ઘણા ભાગોની સરખામણીમાં વધુ સારું રહ્યું છે. IMD એ ચોમાસાની સીઝન દરમિયાન આ ક્ષેત્રમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. દેશના બાકીના ભાગોમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન ઓછા વરસાદનું અનુમાન ચિંતા વધારી શકે છે. ખાસ કરીને જો સપ્ટેમ્બરમાં વરસાદ નબળો રહે તો ચોમાસાની વિદાય પહેલા પાણીની અછતની સ્થિતિ સર્જાઈ શકે છે. ઓછા વરસાદની અસર ખેતીની સાથે-સાથે નદીઓ, તળાવો અને જળાશયોમાં રહેલા પાણી પર પણ પડી શકે છે. અહીં એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ECMWFનું અનુમાન એ લાંબા ગાળાના મોડેલનું અનુમાન છે અને તેને પાક્કી હવામાન આગાહી ન ગણી શકાય. હવામાનની સ્થિતિ આગળ બદલાઈ શકે છે અને નવા મોડેલ અપડેટ્સ સાથે વરસાદનું અનુમાન પણ બદલાઈ શકે છે.વરસાદની વિદાય માટે સપ્ટેમ્બર મહિનો આખરી ગણાય છેભારત દેશમાં છેલ્લા 25 વર્ષોમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વરસાદની પેટર્ન બદલાતી આવી હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના કારણે દેશમાં વરસાદની પેટર્ન બદલાતી રહી છે. ભારતીય હવામાન વિભાગના ડેટા પ્રમાણે દેશમાં ચોમાસાના વિદાયની આખી સિઝન અનિશ્ચિત બની રહી છે. સામાન્ય રીતે જોઈએ તો દેશમાં વરસાદની વિદાય માટે સપ્ટેમ્બર મહિનો આખરી ગણાય છે. પરંતુ તેમાં 25 વર્ષમાં આ ટ્રેન્ડમાં બદલાવ આવ્યો છે. સામાન્ય રીતે ચોમાસું પહેલી સપ્ટેમ્બરથી જ દેશમા ઉત્તર પશ્ચિમ વિસ્તારમાંથી વિદાય લેતુ હોય છે. પરંતું છેલ્લા એક દાયકાથી તે ધીમું પડી રહ્યું છે. ચોમાસાનો સત્તાવાર સમયગાળો બદલવો જોઈએહવામાન નિષ્ણાંતો એવું માને છે કે, દેશમાં ચોમાસાનો સત્તાવાર સમયગાળો જૂનથી સપ્ટેમ્બરને બદલે ઓક્ટોબર કરી દેવો જોઈએ. કારણ કે, ઓક્ટોબરમાં વરસાદ થવો એ હવે દેશમાં સામાન્ય બાબત બની ગઈ છે. આ બે મહિનામાં થતા વરસાદ અને પૂરને કારણે ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે. દેશમાં સપ્ટેમ્બરમાં સરેરાશ વરસાદ 167.9 mm નોંધાવો જોઈએ. પરંતુ 2019થી 2025 સુધીમાં આ મહિનામાં સામાન્ય કરતાં ઘણો વધારે વરસાદ નોંધાયો છે. ઉદાહરણ તરીકે સપ્ટેમ્બર 2025માં દેશમાં સામાન્ય કરતાં 15 ટકા વધુ વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બરમાં ચોમાસું વિદાય ન લેવાને કારણે હવે ઓક્ટોબરના શરૂઆતના બે અઠવાડિયા સુધી દેશના ઘણા ભાગોમાં સક્રિય રહે છે. ગુજરાતની વાત કરીએ તો, આ બે મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી અને ડાંગમાં ભારે વરસાદ વરસતો રહે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં જ વરસાદ ધીમો થઈ જાય છે. ક્યારેક એવું પણ બને છે કે, સપ્ટેમ્બરના અંતમાં સખત વરસાદને કારણે ખેતીને પણ નુકસાન થતુ હોય છે. 25 વર્ષમાં ઓક્ટોબર મહિનાનું ચિત્ર પણ બદલાયુંછેલ્લા બે દશકામાં સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ કરતાં વધુ વરસાદ થયો હોવાના દાખલા વધ્યા છે. તાજેતરના વર્ષોમાં બંગાળની ખાડીમાં સર્જાતા લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી વરસાદી સિસ્ટમ શરૂ થવાને કારણે સપ્ટેમ્બરના અંત સુધી ભારેથી અતિભારે વરસાદ આવે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં આ સિસ્ટમ સૌથી વધુ સક્રિય રહે છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં સામાન્ય ઠંડીનો ચમકારો શરૂ થતો હોય છે. આ સિઝનમાં પણ 15થી 20 MM સુધીનો વરસાદ નોંધાતો હોય છે. છેલ્લા 25 વર્ષમાં ઓક્ટોબર મહિનાનું ચિત્ર પણ બદલાયું છે. રાજ્યમાં આ મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદ ઓક્ટોબર 2025માં નોંધાયો હતો. જે 1999 પછીના ઓક્ટોબર મહિનાનો સૌથી મોટો વરસાદનો આંકડો હતો. હાલમાં ગુજરાતના ડેમની સ્થિતિ શું છે?આજની તારીખે રાજ્યના કુલ 207 મુખ્ય ડેમોમાં તેમની કુલ ક્ષમતા સામે 18,789.42 MCM પાણીનો સંગ્રહ થયો છે, જે એકંદરે 74.39 % ભરાયેલા છે અને તેમાંથી 27 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. ઝોન વાઇઝ સ્થિતિ જોઈએ તો, સૌથી વધુ સંગ્રહ દક્ષિણ ગુજરાતમાં 78.03% અને મધ્ય ગુજરાતમાં 64.49% નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 43.87% અને સૌરાષ્ટ્રમાં 141 ડેમોમાં 51.01% પાણીનો સંગ્રહ છે. સૌથી ઓછી અને ચિંતાજનક સ્થિતિ કચ્છ ઝોનમાં છે જ્યાં કુલ 20 ડેમોમાં માત્ર 24.50% જ પાણી ઉપલબ્ધ છે. આ સિવાય રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર તેની કુલ ક્ષમતાના 87.89% જેટલો મહત્તમ ભરાયેલો છે.આ પણ વાંચોઃ Ahmedabad News : અધૂરો બ્રિજ અને પૂરો દેખાડો, અમદાવાદ મનપાની ‘ગજબ’ કારીગરી, બ્રિજનું કામ બાકી છતાં કલરકામ ચાલુ!

Read Full Story arrow_forward
Cockroach Janta Party: દિલ્હીમાં હવે 5 સપ્ટેમ્બરે સીજેપી નહી કરે માર્ચ, જાણો એકાએક કેમ બદલાયો નિર્ણય
calendar_today September 1, 2026

Cockroach Janta Party: દિલ્હીમાં હવે 5 સપ્ટેમ્બરે સીજેપી નહી કરે માર્ચ, જાણો એકાએક કેમ બદલાયો નિર્ણય

CJP એ 5 સપ્ટેમ્બરના રોજ યોજાનારી માર્ચની જાહેરાતને પાછી ખેંચી છે.   સંગઠનના પ્રવક્તા, સૌરવ દાસે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી મળેલા સકારાત્મક ખાતરીઓ અને આજના કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.સીજેપીએ દિલ્હીમાં કૂચ કરવાની જાહેરાત પાછી ખેંચી આજે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો. 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) એ કોર્ટને જાણ કરી કે તે 5 સપ્ટેમ્બરના રોજ યોજાનારી કૂચ માટેની પોતાની જાહેરાત પાછી ખેંચી રહી છે. CJP ના પ્રવક્તાએ કોર્ટમાં જણાવ્યું હતું કે આ નિર્ણય કેન્દ્ર સરકાર તરફથી મળેલા સકારાત્મક ખાતરીઓ અને આજે કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.સરકાર ત્રણેય વચનો પૂરા કરવા માટે પ્રતિબદ્ધ: સોલિસિટર જનરલકેન્દ્ર અને દિલ્હી પોલીસ વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી કે કેન્દ્ર CJP નેતાઓ સાથેની બેઠક દરમિયાન આપેલા ત્રણ વચનોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. પહેલું વચન એ હતું કે કેન્દ્ર 20 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે નોંધાયેલી FIR અંગે આગળ કોઈ કાર્યવાહી કરશે નહીં.બીજું વચન એ હતું કે આ મામલે કોઈ નવી FIR નોંધવામાં આવશે નહીં. ત્રીજું વચન એ હતું કે સરકાર NEET પેપર લીકને કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપશે.સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે NEET પરીક્ષા પછી આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર અંગે CJP નેતાઓને આપેલા વચનને પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે.  જોકે, આ માટેની પદ્ધતિઓ નક્કી કરવામાં ત્રણ મહિના લાગશે. તેમણે ઉમેર્યું, "હાલ માટે, અમે ત્રણેય વચનો પૂરા કરવા માટે પ્રતિબદ્ધ છીએ.FIR રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણીઆ નિવેદન કેન્દ્ર સરકારે દિલ્હી અને અન્ય રાજ્યોમાં NEET પેપર લીક વિરુદ્ધ પ્રદર્શનો દરમિયાન કથિત હિંસા માટે વિદ્યાર્થી વિરોધીઓ સામે નોંધાયેલી FIR રદ કરવાની માંગ કરતી અરજી અંગે સુપ્રીમ કોર્ટને જાણ કર્યાના એક દિવસ પછી આવ્યું છે.

Read Full Story arrow_forward
Bhavnagar News: ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની ધરપકડ, 2 PIને અને 6 પોલીસકર્મી સસ્પેન્ડ
calendar_today September 1, 2026

Bhavnagar News: ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની ધરપકડ, 2 PIને અને 6 પોલીસકર્મી સસ્પેન્ડ

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ મામલે પોલીસની કાર્યવાહી બાદ હવે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ છે. વરતેજ પોલીસ મથકમાં કુલ 21 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.જેમાંથી 14 આરોપીઓની SMC દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તમામ 14 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ અને વધુ રિમાન્ડની માંગણી ન થતાં કોર્ટે 14 આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.લઠ્ઠાકાંડમાં પોલીસ કર્મી રાજદીપસિંહ ગોહિલની સંડોવણીભાવનગરમાં લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર ગ્રામ્ય ડિવિઝનની એએસપી કચેરીમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલ આ લઠ્ઠાકાંડમાં સીધી રીતે સંડોવાયેલો હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસના મુખ્ય આરોપી ગૌતમ સાથે આ પોલીસકર્મીના સંબંધો અને સંડોવણી હોવાની પુષ્ટિ થતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. એસએમસીની ટીમ દ્વારા ધરપકડ કરાયેલા પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલને આજે સાંજે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે અન્ય રાજ્યોમાં પણ તપાસ આરંભીઆ પ્રકરણમાં અન્ય કોઈ પોલીસ કર્મચારીઓની મિલીભગત કે સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. લઠ્ઠાકાંડ મામલે વરતેજ પોલીસ મથકમાં કુલ 21 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. લઠ્ઠાકાંડ કેસમાં SMC એ મધ્યપ્રદેશ અને ભાવનગરમાંથી વધુ 6 આરોપીઓને ઝડપ્યા હતાં. જેમાં મધ્યપ્રદેશથી 2 શખ્સો, ભાવનગર શહેરમાંથી 2 અને નાના ખોખરા ગામમાંથી 2 શખ્સોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ રાજ્યોમાં તપાસ ટીમો રવાના કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Surat News : કચરાના નિકાલની સુવિધા ઉભી કરો, લોકોની રોજગારી બંધ ના થવી જોઈએ: ધારાસભ્ય કુમાર કાનાણીનો પત્ર

Read Full Story arrow_forward