android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat સિવિલમાં ફરી રેગિંગ વિવાદ, સર્જરી વિભાગમાંથી ડીનને મળી નનામી અરજી, હોસ્પિટલ તંત્ર દોડતું થયું!
calendar_today September 1, 2026

Surat સિવિલમાં ફરી રેગિંગ વિવાદ, સર્જરી વિભાગમાંથી ડીનને મળી નનામી અરજી, હોસ્પિટલ તંત્ર દોડતું થયું!

સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતની ઘટના બાદ સિવિલ તંત્ર રેગિંગ મામલે અત્યંત એલર્ટ મોડ પર છે, ત્યાં વધુ એક રેગિંગની ફરિયાદ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલના સર્જરી વિભાગમાંથી ડીન ઓફિસે એક નનામી અરજી દ્વારા ગંભીર ફરિયાદો કરવામાં આવી છે. આ અરજીમાં લખવામાં આવ્યું છે કે "વિભાગમાં કામનો બોજ વધુ રહે છે, રજા આપવામાં આવતી નથી, અભ્યાસમાં તકલીફ પડી રહી છે અને સિનિયર ડોક્ટરો દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવે છે."ડીનની અધ્યક્ષતામાં તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની મોડી રાત સુધી બેઠકગત 27 ઓગસ્ટની સાંજે ડીન ઓફિસે આ નનામી પત્ર મળતાં જ સિવિલ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સૌપ્રથમ સર્જરી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ તુરંત જ એન્ટી રેગિંગ કમિટીની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. અરજીમાં કરાયેલા આક્ષેપો અંગે મોડી રાત સુધી કમિટીના સભ્યો દ્વારા ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા અને તપાસ હાથ ધરવામાં આવી હતી.રેગિંગ થયાના કોઈ પુરાવા મળ્યા નથીમોડી રાત સુધી ચાલેલી લાંબી બેઠક અને પ્રાથમિક તપાસ બાદ એન્ટી રેગિંગ કમિટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હાલની તપાસ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટર સાથે રેગિંગ થયું હોય તેવા કોઈ પ્રત્યક્ષ પુરાવા મળી આવ્યા નથી. તેમ છતાં, ભૂતકાળની દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સર્જરી વિભાગના વાતાવરણ અને રેસિડેન્ટ ડોક્ટરોની કામગીરી પર સતત દેખરેખ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ પણ વાંચો : Ahmedabadમાં ચોમાસામાં રોગચાળાનો વિસ્ફોટ, સોલા સિવિલમાં માત્ર 7 જ દિવસમાં 15,000થી વધુ દર્દીઓ ઉમટ્યા!

Read Full Story arrow_forward
August GST Collection : GST કલેક્શન 15 ટકા વધ્યું, જાણો સરકારી ખજાનામાં કેટલા કરોડ આવ્યા ?
calendar_today September 1, 2026

August GST Collection : GST કલેક્શન 15 ટકા વધ્યું, જાણો સરકારી ખજાનામાં કેટલા કરોડ આવ્યા ?

ઑગષ્ટ મહિનામાં સરકારની તિજોરી છલકાઇ છે. 1  સપ્ટેમ્બરના રોજ સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભારતનો કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 15 ટકા વધીને ₹1.998 લાખ કરોડ થયો છે. જીએસટીની આવકમાં વૃદ્ધિ  આ GST આવકમાં બે આંકડાની વૃદ્ધિનો સતત ત્રીજો મહિનો છે; આ પહેલા જૂનમાં 13.9 ટકા અને જુલાઈમાં 15.4 ટકાનો વધારો નોંધાયો હતો. પાછલા વર્ષના ઓગસ્ટમાં, આ આંકડો ₹1.74 લાખ કરોડ હતો. તેની તુલનામાં  વાર્ષિક ધોરણે 14.8 ટકાનો વધારો દર્શાવે છે. આ માહિતી સરકાર દ્વારા જાહેર કરાયેલા કામચલાઉ ડેટા પર આધારિત છે. સ્થાનિક કુલ આવક ₹1,37,249 કરોડ હતી, જ્યારે આયાતમાંથી ₹62,604 કરોડ ઉત્પન્ન થયા હતા. કુલ રિફંડ ₹31,795 કરોડ થયું હતું. ચોખ્ખી GST આવક ₹1,68,057 કરોડ નોંધાઈ હતી, જે 8.3 ટકાનો વધારો દર્શાવે છે. ઓગસ્ટ 2026 સુધીનો કુલ GST કલેક્શન ₹10,42,850 કરોડ પર પહોંચી ગયો છે, જે પાછલા વર્ષના સમાન સમયગાળાના આંકડા કરતા 11 ટકા વધુ છે.આયાતમાંથી કર વસૂલાતમાં મોટો વધારોGST વસૂલાતમાં આ વધારા પાછળ વિદેશમાંથી થતી આયાત મુખ્ય કારણ છે. ડેટા પર નજર નાખતાં જાણવા મળે છે કે આયાતમાંથી મેળવેલી કુલ GST આવકમાં 29%નો નોંધપાત્ર વધારો થયો છે, જે ગયા વર્ષે ₹48,546 કરોડથી વધીને ₹62,604 કરોડ થયો છે. દરમિયાન, સ્થાનિક બજારમાંથી કર આવકમાં 9.3%નો વધારો જોવા મળ્યો છે, જે ₹1.26 લાખ કરોડથી વધીને ₹1.37 લાખ કરોડ થયો છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે GSTના મુખ્ય આંકડાઓને વધારવામાં આયાતોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. વધતા રિફંડ ચોખ્ખી આવક વૃદ્ધિની ગતિ ધીમી કરે છેજોકે કુલ GST વસૂલાત રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી ગઈ છે, ચોખ્ખી GST આવકમાં વૃદ્ધિ કંઈક અંશે ધીમી રહી છે. તેનું મુખ્ય કારણ રિફંડમાં તીવ્ર વધારો છે. ઓગસ્ટમાં, સરકારે કુલ રિફંડમાં 67.9% નો જંગી વધારો નોંધાવ્યો હતો.  આ આંકડો પાછલા વર્ષના ₹18,935 કરોડથી વધીને ₹31,795 કરોડ થયો હતો. આ સમયગાળા દરમિયાન, સ્થાનિક રિફંડમાં 72.6% નો વધારો થયો હતો, જ્યારે ICEGATE દ્વારા પ્રોસેસ કરાયેલ એક્સપોર્ટ GST રિફંડમાં 61.8% નો વધારો જોવા મળ્યો હતો. આની સીધી અસર ચોખ્ખી વસૂલાત પર પડી હતી, જે 8.3% વધીને ₹1.68 લાખ કરોડ થઈ હતી. આમાં, ચોખ્ખી સ્થાનિક આવક 3.4% વધીને ₹1.19 લાખ કરોડ થઈ હતી, જ્યારે ચોખ્ખી કસ્ટમ્સ GST 22.3% વધીને ₹49,299 કરોડ થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં (એપ્રિલ-ઓગસ્ટ), કુલ GST કલેક્શન 11% વધીને 10.43  લાખ કરોડ રૂપિયા થયું છે, જ્યારે ચોખ્ખી આવક 9% વધીને  8.90  લાખ કરોડ રૂપિયા થઈ છે.રાજ્યવાર GST વસૂલાત કયા રાજ્યમાં કેટલી ? વિવિધ રાજ્યોમાં GST વસૂલાતની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ સૌથી આગળ રહ્યું છે. ત્યાં GST વસૂલાતમાં 19%નો વધારો થયો છે.તેલંગાણામાં 16% વધારોગુજરાતમાં 15% વધારોકર્ણાટક અને કેરળમાં 13% વધારોહરિયાણા અને પંજાબમાં 12% વધારો થયો છે.દેશમાં સૌથી વધુ GST વસૂલતું રાજ્ય મહારાષ્ટ્ર છે. ત્યાં પણ 8%નો વધારો થયો છે અને કુલ GST વસૂલાત ₹28,779 કરોડ થઈ છે. સૌથી આશ્ચર્યજનક આંકડો આસામનો રહ્યો, જ્યાં GST વસૂલાતમાં અચાનક 162%નો મોટો વધારો નોંધાયો છે. એટલે કે, આસામની GST આવકમાં ગયા સમયની સરખામણીએ ખૂબ જ મોટો ઉછાળો આવ્યો છે. કયા રાજ્યોમાં GST વસૂલાત ઘટી ? તમિલનાડુમાં 1%, જ્યારે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં 7% ઘટાડો થયો છે. રાજસ્થાન અને ગોવામાં પણ 2% ઘટાડો નોંધાયો છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : DRIનું દેશવ્યાપી સોનાની તસ્કરી સામે મેગા ઓપરેશન, 5 વિદેશી નાગરિકો સહિત 25 વ્યક્તિઓની ધરપકડ
calendar_today September 1, 2026

Gujarat Latest News Live : DRIનું દેશવ્યાપી સોનાની તસ્કરી સામે મેગા ઓપરેશન, 5 વિદેશી નાગરિકો સહિત 25 વ્યક્તિઓની ધરપકડ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward