android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Punjab Sangrur Road Accident: સંગરૂરમાં રોડ પર કામ કરી રહેલા 23 મનરેગા શ્રમિકોને કારે મારી ટક્કર, 8ના મોત
calendar_today October 18, 2026

Punjab Sangrur Road Accident: સંગરૂરમાં રોડ પર કામ કરી રહેલા 23 મનરેગા શ્રમિકોને કારે મારી ટક્કર, 8ના મોત

આ અકસ્માતમાં આઠ કામદારોના મોત થયા હતા. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.  અકસ્માતથી હડકંપ પંજાબના સંગરુર જિલ્લાના લેહરાગામાં માર્ગ અકસ્માતમાં મનરેગા યોજના હેઠળ રસ્તા પર કામ કરતા કામદારોને બેકાબૂ કારે કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 23માંથી આઠ કામદારોના મોત થયા હતા. જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે. ઘાયલોની સ્થિતિની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.  =ઘાયલોની સ્થિતિ અંગે ચિંતા ભયાનક ટક્કરથી ઘટનાસ્થળે જ ભારે હોબાળો મચી ગયો હતો. અનેક કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. શરૂઆતના અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં આઠ કામદારોના મોત થયા છે. જોકે, મૃત્યુઆંક અને ઘાયલોની સ્થિતિની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત એક ઝડપી કારને કારણે થયો હતો. કામદારો રસ્તા પર કામ કરી રહ્યા હતા. ત્યારે એક ઝડપી કારે અચાનક તેમને ટક્કર મારી હતા.  =ચિંતા અને ગભરાટનું વાતાવરણઆ ઘટનાથી સ્થાનિક સ્તરે ચિંતા અને ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. રસ્તાના કિનારે કામ કરતા કામદારો સાથે થયેલા આ અકસ્માતે સલામતી અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. મનરેગા હેઠળ કામ કરતા કામદારો રસ્તા પર કામ કરતી વખતે ઝડપી વાહનોથી જોખમમાં મુકાય છે. અકસ્માત બાદ, કામદારોની સલામતી અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.આ પણ વાંચોઃ  ફૂડ પોઈઝનિંગ નહીં, પિતાએ જ મેગીમાં ઝેર ભેળવી આખા પરિવારનો લીધો ભોગ, સામે આવ્યું ઓડિયો રેકોર્ડિંગ

Read Full Story arrow_forward
Tiger Shroff Firing: ત્રણ અજાણ્યા બાઇક સવારે ટાઇગર શ્રોફ પર કર્યુ ફાયરિંગ, કાર ડ્રાઇવર ઘાયલ
calendar_today October 18, 2026

Tiger Shroff Firing: ત્રણ અજાણ્યા બાઇક સવારે ટાઇગર શ્રોફ પર કર્યુ ફાયરિંગ, કાર ડ્રાઇવર ઘાયલ

ઘટનાની જાણ થતા મુંબઈ પોલીસે આ મામલાની તપાસ શરુ કરી છે. અને જણાવ્યુ છે કે, અભિનેતા ટાઇગર શ્રોફ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. કોણ કર્યુ ફાયરિંગ ? મુંબઇઃ જુહુ વિસ્તારના પુષ્પા પાર્ક પાસે ત્રણ અજાણ્યા બાઇક સવારે અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કર્યુ હતુ. આ હુમલામાં ડ્રાઇવર અને અભિનેતા ઘાયલ થયા છે. હુમલા અંગેનું કારણ જાણી શકાયુ નથી. પોલીસે તપાસ શરુ કરી છે. અને જણાવ્યુ છે કે, અભિનેતા ટાઇગર શ્રોફ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. લોરેન્સ ગેંગે આ હુમલાની જવાબદારી લીધી છે. કાર પર 5થી7 રાઉન્ડ ફાયરિંગ કરાયુ છે. લોરેન્સની ગેંગે સોશિયલ મીડિયા દ્વારા જવાબદારી સ્વીકારીટાઈગર શ્રોફ પર થયેલા હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી છે. લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ વતી ગેંગસ્ટર અનિલ પંડિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ઘટનાની જવાબદારી સ્વીકારી હતી. લોરેન્સે અગાઉ અનેક ફિલ્મ સ્ટાર્સને ધમકી આપી છે. અભિનેતા સલમાન ખાનને પણ આ ગેંગ તરફથી ઘણી વખત ધમકીઓ મળી છે. હવે, આ જ ગેંગે ટાઈગર પર ગોળીબારની જવાબદારી સ્વીકારી છે.પોલીસ તપાસ શરુ આ મામલે મુંબઈ પોલીસ દ્વારા એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જુહુ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં ફાયરિંગની ઘટના બની છે. ટાઈગર શ્રોફ સુરક્ષિત છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને હુમલાખોરોની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરી છે. ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના કોઈ ખંડણી કે જૂની અદાવતને કારણે બની છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.બોલીવુડમાં ચિંતાનું મોજુંમુંબઈના પોશ વિસ્તાર ગણાતા જુહુમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે ચિંતા અને આઘાતનો માહોલ જોવા મળી રહ્યો છે. વિખ્યાત કલાકારોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ફેન્સ અને ઉદ્યોગજગતના લોકો સોશિયલ મીડિયા પર ટાઇગર શ્રોફની કુશળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. જ્યારે મુંબઈ પોલીસ આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવાની ખાતરી આપી રહી છે.આ પણ વાંચોઃ સંગરૂરમાં રોડ પર કામ કરી રહેલા 23 મનરેગા શ્રમિકોને કારે મારી ટક્કર, 8ના મોત

Read Full Story arrow_forward
Ukraine Peace: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની નવી રણનીતિ! 3 મુદ્દા પર સમજૂતી કરાવવાનો પ્રયાસ
calendar_today October 18, 2026

Ukraine Peace: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની નવી રણનીતિ! 3 મુદ્દા પર સમજૂતી કરાવવાનો પ્રયાસ

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને અટકાવવા માટે ભારતની રાજદ્વારી પહેલમાં નવો વળાંક જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ભારત બંને દેશોને વાતચીત અને કૂટનીતિ દ્વારા વિવાદ ઉકેલવાની અપીલ કરતું આવ્યું છે. હવે ભારત યુદ્ધની અસર ઓછી કરવા માટે કેટલાક ચોક્કસ મુદ્દાઓ પર સમજૂતીની શક્યતાઓ શોધી રહ્યું છે. એક અહેવાલમાં પૂર્વ રાજદ્વારી હર્ષ વી. પંતે જણાવ્યું છે કે ભારતની નવી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સંપૂર્ણ રાજકીય સમાધાન કરાવવાને બદલે ઊર્જા પુરવઠો, ખાદ્ય સુરક્ષા અને દરિયાઈ વેપાર પર યુદ્ધની અસર ઘટાડવાનો છે. આ પહેલ વિદેશ મંત્રી એસ. જયશંકરની સપ્ટેમ્બરમાં થયેલી યુક્રેન મુલાકાત દરમિયાન રજૂ કરવામાં આવી હતી.ભારતની પહેલમાં 3 મુખ્ય મુદ્દાભારતની દરખાસ્ત ત્રણ મુખ્ય મુદ્દાઓ પર આધારિત છે. તેનો ઉદ્દેશ્ય એવો રસ્તો શોધવાનો છે, જેમાં રશિયા અને યુક્રેનને તાત્કાલિક પોતાના મોટા રાજકીય કે પ્રાદેશિક દાવા છોડવાની જરૂર ન પડે, પરંતુ યુદ્ધથી થતું નુકસાન ઘટાડી શકાય.1. બંને દેશો ઊર્જા સુવિધાઓ અને અન્ય મહત્ત્વપૂર્ણ માળખાં પરના હુમલા રોકવા માટે પરસ્પર સમજૂતી કરે. 2. કાળા સમુદ્રનાં બંદરો દ્વારા અનાજ અને ઊર્જાના પુરવઠામાં અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ. 3. કાળા સમુદ્રમાં વ્યાપારી જહાજોની સુરક્ષા જાળવવા અને તેમના પરના હુમલા અટકાવવા માટે સમજૂતી કરવી. આ ત્રણેય મુદ્દાઓનો હેતુ યુદ્ધનો સંપૂર્ણ અંત લાવવાને બદલે એવા ક્ષેત્રોમાં સહમતી ઊભી કરવાનો છે, જ્યાં બંને દેશોને તાત્કાલિક ફાયદો થઈ શકે. યુક્રેને ભારતની પહેલને ગણાવી વ્યાપકયુક્રેનના વિદેશ મંત્રી આંદ્રી સિબિહાએ ભારતની દરખાસ્તને ચાર આંતરરાષ્ટ્રીય પહેલોમાં સૌથી વ્યાપક ગણાવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ પહેલોમાં તુર્કી, ઇજિપ્ત અને અમેરિકાની દરખાસ્તોનો પણ સમાવેશ થાય છે. જોકે, આનો અર્થ એ નથી કે રશિયા અને યુક્રેન વચ્ચે કોઈ અંતિમ સમજૂતી થઈ ગઈ છે. હાલ ભારત બંને પક્ષો સાથે વાતચીત કરીને ચોક્કસ મુદ્દાઓ પર સહમતી ઊભી કરવાની શક્યતાઓ શોધી રહ્યું છે.રશિયા અને યુક્રેન બંને સાથે ભારત સંપર્કમાંવિદેશ મંત્રી એસ. જયશંકરે સપ્ટેમ્બરમાં કિવની મુલાકાત દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી અને વિદેશ મંત્રી આંદ્રી સિબિહા સાથે મુલાકાત કરી હતી. આ બેઠકોમાં ભારત-યુક્રેન સંબંધોની સાથે યુદ્ધ અને શાંતિ મંત્રણા અંગે પણ ચર્ચા થઈ હતી. અહેવાલ મુજબ, ભારત મોસ્કો અને કિવ બંને સાથે કાળા સમુદ્રમાં જહાજોની અવરજવર, અનાજ અને ઊર્જાની નિકાસ તેમજ પરસ્પર હુમલા રોકવાની શક્યતાઓ અંગે વાતચીત કરી રહ્યું છે. ભારતે બંને પક્ષો સાથેના પોતાના રાજદ્વારી સંપર્કો જાળવી રાખ્યા છે.ભારતની નીતિમાં શું બદલાયું?રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારત સતત વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરતું રહ્યું છે. સપ્ટેમ્બર 2022માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે “આ યુદ્ધનો યુગ નથી.” હવે ભારતની પહેલમાં શાંતિની અપીલની સાથે વ્યવહારુ મુદ્દાઓ પર કામ કરવાનો પ્રયાસ પણ જોવા મળે છે. ઊર્જા પુરવઠો અને અનાજની હેરફેરમાં અવરોધ વૈશ્વિક બજારોને અસર કરી શકે છે. દરિયાઈ માર્ગો પરના હુમલા વેપાર અને જહાજોના ક્રૂની સુરક્ષા માટે પણ જોખમ ઊભું કરે છે. અહેવાલમાં આ બદલાવને ભારતના પોતાના આર્થિક અને વ્યૂહાત્મક હિતો સાથે જોડીને સમજાવવામાં આવ્યો છે. જોકે, ભારતે ઔપચારિક મધ્યસ્થીની ભૂમિકા સ્વીકારી નથી. ભારતનો પ્રયાસ બંને પક્ષો સાથે સંપર્ક જાળવીને એવા મુદ્દાઓ પર પ્રગતિ કરવાનો છે, જ્યાં મર્યાદિત સમજૂતી શક્ય બની શકે.આ પણ વાંચો: US Sanctions: રશિયન તેલ ખરીદતા દેશોને મોટી રાહત, ભારત પર 100% ટેરિફનું જોખમ હાલ ટળ્યું

Read Full Story arrow_forward