android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: વિયેતનામની ફ્લાઇટમાં આવેલી મ્યાનમારની મહિલા 6.07 કિલો હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે પકડાઈ
calendar_today September 1, 2026

Ahmedabad: વિયેતનામની ફ્લાઇટમાં આવેલી મ્યાનમારની મહિલા 6.07 કિલો હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે પકડાઈ

અંકુશિત અને ગેરકાયદે માદક પદાર્થોની તસ્કરી સામે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) ને મોટી સફળતા મળી છે. ગત 31 ઓગસ્ટના રોજ વિયેતનામના હો ચી મિન્હ સિટીથી ફ્લાઇટ નંબર VJ-1805 માં અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી એક વિદેશી મહિલા મુસાફર શંકાસ્પદ જણાતાં કસ્ટમ્સ ટીમે તેને રોકી હતી.મ્યાનમારની મહિલા પાસેથી હાઇડ્રોપોનિક ગાંજો જપ્તપેસેન્જર પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ્સ અધિકારીઓએ મહિલાના સામાનનું એક્સ-રે (X-Ray) સ્કેનિંગ કર્યું હતું. આ દરમિયાન કસ્ટમ્સના સ્નિફર ડોગે પણ મહિલાની ટ્રોલી બેગ તરફ શંકાસ્પદ સિગ્નલ આપ્યા હતા, જેથી અધિકારીઓએ બેગની કાળજીપૂર્વક ભૌતિક તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન ટ્રોલી બેગના તળિયાના ભાગે ખાસ પ્રકારનું ફોલ્સ લેયર અને ગુપ્ત કેવિટી બનાવેલી હોવાનું ખુલ્લું પડ્યું હતું. કસ્ટમ્સ ટીમે જ્યારે આ કપ્તાન કેવિટી તોડી ત્યારે તેમાંથી લીલા રંગના પદાર્થ ધરાવતા ૫ જેટલા એર-ટાઇટ વેક્યૂમ પેકેટો મળી આવ્યા હતા. ટ્રોલી બેગની કેવિટીમાંથી પકડાયા 5 વેક્યૂમ પેકેટકસ્ટમ્સની પ્રાથમિક કેમિકલ ટેસ્ટિંગ કિટ દ્વારા ચકાસણી કરવામાં આવતાં આ પદાર્થ ઉચ્ચ ક્વોલિટીનો 'હાઇડ્રોપોનિક ગાંજો' (મારિજુઆના) હોવાનું પુરવાર થયું હતું. જપ્ત કરવામાં આવેલા 5 પેકેટોનું કુલ વજન 6073.7 ગ્રામ (6.073 કિલો) નોંધાયું છે.મ્યાનમાર દેશની મૂળ નિવાસી એવી આ વિદેશી મહિલા સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની અટકાયત કરવામાં આવી છે. આ મોંઘોડેટ ડ્રગ્સનો જથ્થો ગુજરાત કે ભારતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં કસ્ટમ્સ એજન્સીએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: Sabarkantha: 4 મ્યુલ એકાઉન્ટમાંથી 14 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અને 14 લાખથી વધુની સાયબર ઠગાઈ સામે આવી

Read Full Story arrow_forward
Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ
calendar_today September 1, 2026

Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન ઓગસ્ટ મહિનો વરસાદની દૃષ્ટિએ ભારે નિરાશાજનક રહ્યો છે. જુલાઈમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ ઓગસ્ટમાં મેઘરાજાએ જાણે બ્રેક લગાવી દીધી હોય તેવી સ્થિતિ જોવા મળી છે. ઓગસ્ટ 2026માં ગુજરાતમાં માસિક સરેરાશ માત્ર 132 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ મહિનામાં 224 મિમી વરસાદ પડવો જોઈએ. એટલે કે ઓગસ્ટમાં સામાન્ય કરતાં અંદાજે 92 મિમી ઓછો વરસાદ નોંધાયો છે.પાણી અને ખેતી માટે સિંચાઈના પાણીનો પ્રશ્ન ઓગસ્ટ મહિનો લગભગ કોરો રહેતાં હવે ચોમાસાની આગળની સ્થિતિને લઈને ખેડૂતો અને પાણીની ચિંતા વધી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની મોટી ઘટ નોંધાતા આગામી દિવસોમાં પીવાના પાણી અને ખેતી માટે સિંચાઈના પાણીનો પ્રશ્ન ગંભીર બની શકે છે.ઓગસ્ટમાં વરસાદનો મોટો બ્રેકઓગસ્ટ મહિના દરમિયાન માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાં પણ વરસાદની સ્થિતિ નબળી રહી છે. ઓગસ્ટ 2026માં દેશભરમાં સામાન્ય કરતાં અંદાજે 16 ટકા ઓછો વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.સરેરાશ માત્ર 3.80 ઈંચ વરસાદગુજરાતમાં પણ જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું. રાજ્યના કેટલાક આંકડા પ્રમાણે ઓગસ્ટ દરમિયાન સરેરાશ માત્ર 3.80 ઈંચ વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. એટલે કે ઓગસ્ટમાં મેઘરાજાની હાજરી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ નબળી રહી હતી.જુલાઇમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો હતોજુલાઈમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓ, ડેમો અને જળાશયોમાં પાણીની આવક વધી હતી. પરંતુ ઓગસ્ટમાં વરસાદનું જોર અચાનક ઘટી જતાં ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે.સમગ્ર સિઝનમાં ગુજરાતમાં સામાન્ય કરતાં 12 ટકા ઓછો વરસાદIMDના 31 ઓગસ્ટ સુધીના આંકડા મુજબ, ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન સમગ્ર ગુજરાતમાં સામાન્ય કરતાં 12 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 1 જૂનથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ અંદાજે 75.30 ટકા નોંધાયો છે. એટલે કે ચોમાસું હજુ સુધી રાજ્યમાં સરેરાશ સ્થિતિ સુધી પહોંચી શક્યું નથી. જોકે સમગ્ર ગુજરાતની તસવીર એકસરખી નથી. કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદની ચિંતાજનક અછત જોવા મળી રહી છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં 33 ટકા ઘટચોમાસાની સિઝનમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદનું વિતરણ ખૂબ જ અસમાન રહ્યું છે. ગુજરાત રિજનમાં સામાન્ય કરતાં 3 ટકા વધુ વરસાદ નોંધાયો છે. એટલે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ પ્રમાણમાં સારી રહી છે. પરંતુ બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સામાન્ય કરતાં 33 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. આ આંકડો સૌથી વધુ ચિંતાજનક છે.પાણીની સ્થિતિમાં મોટો તફાવત દક્ષિણ કે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી સ્થિતિ સારી હોવા છતાં સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા વિસ્તારોમાં મેઘરાજાએ પૂરતી મહેર કરી નથી. પરિણામે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પાણીની સ્થિતિમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.દેવભૂમિ દ્વારકામાં 87 ટકા વરસાદની ઘટસૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ અત્યંત નબળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાન્ય કરતાં 87 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. આ સ્થિતિ સ્પષ્ટ કરે છે કે જિલ્લામાં ચોમાસું અત્યાર સુધી અત્યંત નબળું રહ્યું છે. પોરબંદરમાં 71 ટકા વરસાદની ઘટ, કચ્છમાં 59 ટકા ઘટ અને જામનગરમાં 58 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. આ ચાર જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ ખાસ કરીને ચિંતાજનક બની છે. અડધાથી વધુ વરસાદની ઘટ ધરાવતા વિસ્તારોમાં આગામી સમયમાં પાણીના સંગ્રહ અને ખેતી બંને પર અસર પડી શકે છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ખેતી મોટાભાગે વરસાદ પર આધારિત છે. જો સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ નહીં થાય તો ઉભા પાક અને આગામી રવિ સિઝન માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.ઉત્તર-પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની ઘટમાત્ર સૌરાષ્ટ્ર અને કચ્છ જ નહીં, ઉત્તર-પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની નોંધપાત્ર ઘટ જોવા મળી રહી છે. અરવલ્લી, દાહોદ અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 40થી 44 ટકા સુધી વરસાદની ઘટ નોંધાઈ છે. આ જિલ્લાઓમાં વરસાદની ઘટ લાંબા સમય સુધી ચાલુ રહે તો ખેતી ઉપરાંત ભૂગર્ભ જળસ્તર અને સ્થાનિક પાણી પુરવઠા પર પણ અસર પડી શકે છે.30 ટકા કરતાં વધુ ઘટવાળા જિલ્લાઓ માટે ચિંતાજે જિલ્લાઓમાં સામાન્ય કરતાં 30 ટકા કરતાં વધુ વરસાદની ઘટ નોંધાઈ છે, ત્યાં આગામી મહિનાઓમાં પાણીની સ્થિતિ પર ખાસ નજર રાખવાની જરૂર છે. જો સપ્ટેમ્બર દરમિયાન પૂરતો વરસાદ નહીં પડે તો પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ શકે છે. બીજી તરફ રવિ પાક માટે જરૂરી સિંચાઈના પાણીનો પ્રશ્ન પણ ગંભીર બની શકે છે. ચોમાસાનો વરસાદ માત્ર ખરીફ પાક માટે જ નહીં, પરંતુ ડેમ, તળાવો, ચેકડેમ અને ભૂગર્ભ જળસ્તર માટે પણ મહત્વનો છે. ઓગસ્ટમાં વરસાદ નબળો રહેતાં પાણીના સંગ્રહની સ્થિતિ આગામી દિવસોમાં મહત્વનો મુદ્દો બની શકે છે.છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો વરસાદ?ઓગસ્ટ મહિનો પૂર્ણ થતાં સુધીના વરસાદની સરખામણીમાં ચાલુ વર્ષે વરસાદની સ્થિતિ છેલ્લા પાંચ વર્ષ કરતાં નબળી હોવાનું સામે આવ્યું છે. ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ અંદાજે 26.94 ઈંચ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. તેની સરખામણીએ 2025માં આ જ સમયગાળા સુધી અંદાજે 31.21 ઈંચ વરસાદ નોંધાયો હતો.ગુજરાતમાં વરસાદનું વિતરણ પણ અસમાનરાજ્યના તાલુકાવાર વરસાદના આંકડા પણ દર્શાવે છે કે સમગ્ર ગુજરાતમાં વરસાદ એકસરખો નથી વરસ્યો. આંકડા મુજબ રાજ્યના 3 તાલુકામાં 2 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે 7 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ પડ્યો છે. તે ઉપરાંત 14 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગુજરાતના સૌથી વધુ 116 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 91 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં એક તરફ કેટલાક વિસ્તારો વરસાદ માટે તરસી રહ્યા છે, જ્યારે બીજી તરફ કેટલાક તાલુકાઓમાં સારો વરસાદ થયો છે.ક્યાંક પાણીની ભરમાર, ક્યાંક વરસાદની તંગીગુજરાતની ચોમાસાની આ સૌથી મોટી સમસ્યા વરસાદની અસમાનતા બની છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ સારો હોવાથી પાણીની સ્થિતિ પ્રમાણમાં સારી છે. પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર-પૂર્વના કેટલાક જિલ્લાઓમાં વરસાદની મોટી ઘટ ચિંતાનું કારણ બની રહી છે. એક જ રાજ્યમાં કેટલાક તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ અને કેટલાક તાલુકાઓમાં માત્ર 2 ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાવાની સ્થિતિ ગુજરાતમાં ચોમાસાની અસમાન તસવીર રજૂ કરે છે.હવે સપ્ટેમ્બર પર ખેડૂતોની નજરઓગસ્ટ મહિનો કોરો રહેતાં હવે સમગ્ર રાજ્યની નજર સપ્ટેમ્બરના વરસાદ પર છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આગામી વરસાદ અત્યંત મહત્વનો છે. ખેતરોમાં ઉભા પાકને જરૂરી પાણી, જળાશયોમાં પાણીનો સંગ્રહ અને આગામી રવિ સિઝન માટે સિંચાઈનું આયોજન—આ બધું હવે સપ્ટેમ્બરના વરસાદ પર નિર્ભર રહેશે. જો સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ પડે તો ઓગસ્ટની વરસાદી ઘટને અમુક હદ સુધી સરભર કરી શકાય છે. પરંતુ જો આગામી દિવસોમાં પણ વરસાદ નબળો રહે તો પાણી અને ખેતી બંને મોરચે મુશ્કેલી વધી શકે છે.ગુજરાત સામે હવે સૌથી મોટો સવાલ...જુલાઈમાં ભારે વરસાદ બાદ એવું લાગી રહ્યું હતું કે ગુજરાતમાં ચોમાસું મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. પરંતુ ઓગસ્ટમાં મેઘરાજાએ અચાનક બ્રેક લગાવતા ચોમાસાની આખી તસવીર બદલાઈ ગઈ છે. એક તરફ ગુજરાત રિજનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 33 ટકા જેટલી મોટી ઘટ છે. દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લામાં 87 ટકા વરસાદની ઘટ નોંધાવવી ચિંતાજનક સંકેત છે.હવે સવાલ માત્ર એટલો જ છે કે સપ્ટેમ્બરમાં મેઘરાજા ગુજરાત પર મહેરબાન થશે કે નહીં?કારણ કે આગામી વરસાદ માત્ર આંકડા સુધારવા માટે જરૂરી નથી. પરંતુ પીવાના પાણી, ડેમોમાં સંગ્રહ, ભૂગર્ભ જળસ્તર, ઉભા પાક અને આગામી રવિ સિઝન—આ બધાની સ્થિતિ હવે સપ્ટેમ્બરના વરસાદ પર નિર્ભર છે. ટૂંકમાં કહીએ તો, જુલાઈમાં પાણી પાણી થયેલું ગુજરાત ઓગસ્ટમાં વરસાદ માટે તરસતું રહ્યું છે. હવે સપ્ટેમ્બર ગુજરાતને રાહત આપશે કે વરસાદની અછત વધુ ગંભીર બનશે—તેના પર સમગ્ર રાજ્યની નજર છે. આ પણ વાંચો  :    Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward
Surat : સાયણ સુગર મીલમાં ‘મેન્ડેટ’ સામે ખેડૂતોનો બળવો, 4 સપ્ટેમ્બરે વિરોધની ચેતવણી
calendar_today September 1, 2026

Surat : સાયણ સુગર મીલમાં ‘મેન્ડેટ’ સામે ખેડૂતોનો બળવો, 4 સપ્ટેમ્બરે વિરોધની ચેતવણી

સુરત જિલ્લાના સાયણ સુગર મીલમાં પ્રમુખ અને ઉપપ્રમુખની આગામી ચૂંટણીને લઈને વિવાદ ગરમાયો છે. ચૂંટણીમાં રાજકીય મેન્ડેટ પ્રથાનો વિરોધ કરતા ખેડૂત સભાસદો મેદાને ઉતર્યા છે. આજે સાયણ સુગર મીલના કંપાઉન્ડમાં ખેડૂતો અને સભાસદોની બેઠક મળી હતી, જેમાં “સુગર મીલ બચાવો, મેન્ડેટ ભગાવો”ના નારા ગુંજી ઉઠ્યા હતા.4 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશેઓલપાડ પ્રાંત દ્વારા આગામી 4 સપ્ટેમ્બરે સાયણ સુગર મીલના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે ખેડૂત સભાસદોએ આ ચૂંટણી ભાજપના મેન્ડેટના આધારે નહીં, પરંતુ સહકારી ધોરણે યોજવાની માંગ કરી છે.મેન્ડેટ નહીં, સહકારી ધોરણે ચૂંટણીની માંગખેડૂત સભાસદોનું કહેવું છે કે સુગર મીલ એક સહકારી સંસ્થા હોવાથી તેની ચૂંટણી પણ સહકારી સિદ્ધાંતો અને નિયમો અનુસાર થવી જોઈએ. રાજકીય પક્ષના મેન્ડેટના આધારે ચૂંટણી યોજવાથી સંસ્થાની સ્વતંત્રતા અને લોકશાહી પ્રક્રિયા પર અસર થઈ શકે છે.મેનેજિંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત ખેડૂતો દ્વારા ચૂંટણી અધિકારી અને સાયણ સુગર મીલના મેનેજિંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. ખેડૂતોના હિત અને સંસ્થાના સારા વહીવટ માટે નિયમ મુજબ ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.પારદર્શક અને લોકશાહી ચૂંટણીની માંગખેડૂત સભાસદોએ મેન્ડેટ પ્રથા વિના પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી ચૂંટણી યોજવાની રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે સંસ્થાના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી સભાસદોના મત અને સહકારી ધોરણોના આધારે થવી જોઈએ.4 સપ્ટેમ્બરે વિરોધની ચેતવણીખેડૂતોએ આગામી 4 સપ્ટેમ્બરે મેન્ડેટ લાવનારાઓનો વિરોધ કરવાની ચેતવણી આપી છે. વિરોધ કરી રહેલા ખેડૂત સભાસદોએ એકસુરે જણાવ્યું છે કે મેન્ડેટ પ્રથાનો વિરોધ કરવામાં આવશે અને જરૂર પડશે તો સુગર મીલમાં પ્રવેશ સામે પણ વિરોધ નોંધાવવામાં આવશે.  આ પણ વાંચો :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward