Bharuch News: જોલવા ગામેથી લાખોનો નશીલો પદાર્થ ઝડપાયો, એકની ધરપકડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના સંદેશને સાર્થક કરવા માટે ભરૂચ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જિલ્લામાં ચાલી રહેલા “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત એન્ટી નાર્કોટીક્સ વિંગ દ્વારા નશાના વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે પોલીસને મળેલી બાતમીના આધારે એક મોટી સફળતા હાથ લાગી છે.ચોક્કસ બાતમીના આધારે જોલવા ગામે ચાની દુકાન પર દરોડોપીઆઈ કે.એલ.પટણી અને એએનડબલ્યુ ટીમના એ.એસ.આઈ. જયેન્દ્રસિંહને જોલવા ગામે નશીલી ગોળીઓ વેચાતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે જોલવા ગામમાં પ્લેટીનીયમ કોમ્પલેક્ષ સામે ફિલાટેક્ષ ચોકડી પર આવેલા 'દેવ નારાયણ ટી કોર્નર' નામના ચાના કેબિન અને દુકાનમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની આ અચાનક કાર્યવાહીથી નશાના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.ગેરકાયદે 'તરંગ વિજયાવટી' નશાકારક ગોળીઓનો મોટો જથ્થો જપ્તતપાસ દરમિયાન દુકાનમાંથી ગેરકાયદે વેચાતો 'તરંગ વિજયાવટી' નામનો નશાકારક માદક પદાર્થ (ગોળીઓ) મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 6,70,000/- ની કિંમતનો 13 કિલો 40 ગ્રામ 'તરંગ વિજયાવટી' ગોળીઓનો જથ્થો કબ્જે કર્યો છે. આટલી મોટી માત્રામાં નશીલો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.રાજસ્થાનથી મંગાવાતો હતો નશાનો જથ્થો, આરોપી ઝડપાયોપોલીસે દરોડા દરમિયાન દુકાનદાર અને વગર પાસ-પરમિટે નશીલી ગોળીઓ વેચનાર આરોપી ગોવિંદ શંકર રેબારીને રંગેહાથ ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી આ નશાકારક ગોળીઓ રાજસ્થાનના દુધારામ નામના શખ્સ પાસેથી આર્થિક લાભ મેળવવાના હેતુથી વેચાણ અર્થે મંગાવતો હતો.નશાના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા ભરૂચ પોલીસની સઘન તપાસભરૂચ પોલીસે ઝડપાયેલા આરોપી સામે કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને રાજસ્થાનના સપ્લાયર દુધારામને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લામાંથી નશાના કારોબારને જડમૂળથી ઉખડી ફેંકવા પોલીસ સતત કટિબદ્ધ છે.આ પણ વાંચો: Bharuchમાં એન્ટી નાર્કો વિંગની મોટી કાર્યવાહી: જનરલ સ્ટોરની આડમાં નશાના કારોબારનો પર્દાફાશ
Read Full Story arrow_forward